SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા હાથમાં લઈ મસળતાં જોઈ શ્રાવકોએ પ્રશ્ન કર્યો ત્યારે કહ્યું કે, “સિદ્ધગિરિ પર શ્રી ઋષભદેવના પ્રાસાદમાં દીપશિખા વડે બળતા ચંદરવાને ઠારું છું.' શ્રાવકોએ તુરંત તપાસ કરાવી તો વાત સાચી નીકળી. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા! ત્યાંથી રાજનગર પધાર્યા અને વેદનીય કર્મના ઉદયે પક્ષઘાતનો વ્યાધિ થયો. કર્મરચનાને વિદારતા, તપાચરણ કરતાં સાધુ-સાધ્વીજી અને સુશ્રાવકોની સેવામાં ૨૦ વર્ષ સુધી આ વ્યાધિને સમતાભાવે સહેતા રહ્યા. સ્વજીવનની સ્વાધ્યાયપ્રીતિ અને તપપ્રભાવને પરિણામે સકળ સમુદાયમાં અદ્ભુત સંયમશિસ્ત વ્યાપી હતી. તેઓશ્રી પોતાના સમયના સમર્થ આગમાભ્યાસી, સુચારિત્રવાન અને તેજસ્વી ગણિવર્ય હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઉઘાપન, આગમવ્રતો, વરસીતપ, યાત્રાઓ આદિ અનેક ધર્મકાર્યો વિશિષ્ટ રીતે થયાં હતાં. પૂજ્યશ્રીએ સ્તવનો, પદો આદિ પણ રચ્યાં હતાં. સં. ૧૯૨૬ના ભાદરવા વદ ૩ને દિવસે પૂજ્યશ્રીને પક્ષઘાતની અસર વધી. નવકારમંત્રનું સ્મરણ કરતાસમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી સૂર્યસમાન જ્ઞાનકિરણો દ્વારા જગતને પ્રકાશિત કરતા, જ્ઞાન-ધ્યાન-ત્યાગમય જીવન જીવીને સ્વનામધન્ય બની ગયા. પૂ. ગણિવર્ય શ્રી હિંમતલાલજી, શ્રી હંસવિમલજી, શ્રી શાન્તિવિમલજી, શ્રી પ્રેમવિમલજી, શ્રી ન્યાયવિમલજી, શ્રી રત્નવિમલજી, શ્રી દેવવિમલજી, શ્રી નરેન્દ્રવિમલજી, શ્રી ગૌતમવિમલજી, શ્રી પ્રદ્યુમ્નવિમલજી આદિ કિરણો દ્વારા વિમલગચ્છને સદાય દેદીપ્યમાન રાખી જનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના! (સંકલન : પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ, હાલ આચાર્ય). સધર્મોપદેષ્ટા, દીર્ધ તપસ્વી, સિદ્ધગિરિયાત્રાના પરમ ઉપાસક, અનુયોગાચાર્ય પૂ. પંન્યાસશ્રી હિંમતવિમલજી ગણિવર્ય ભારતવર્ષની મહાન ધર્મભૂમિ, તીર્થભૂમિ, કર્મભૂમિ અને વીરભૂમિ તે રાજસ્થાન, તેમાં સિરોહી નામની ભવ્ય જિનાલયોથી શોભતી નગરીમાં શ્રેષ્ઠી શ્રી ઝવેરચંદજીનું ધર્મપ્રેમી કુટુંબ વસતું હતું. તેમને હુકમચંદ નામે પુત્ર હતો અને દિવાળી નામે ગુણિયલ પુત્રવધૂ હતી. કુટુંબ ધર્મપરાયણ, સદ્ગુણાનુરાગી, સુખી અને પ્રતિષ્ઠિત હતું. સં. ૧૯૦૩ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિને દિવાળીબહેનની રત્નકુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. હીરા સમાન દેદીપ્યમાન પુત્રનું નામ હીરાચંદ રાખ્યું. Jain Education International For Private ૬૨૪/૩ બાળક હીરાચંદ ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસ અને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને તપસ્યાદિ ધર્મપ્રવૃત્તિમાં પણ એટલો જ રસ તેને પડવા લાગ્યો. પ્રસંગોપાત સાધુસત્સંગ અને ધર્મદેશનાથી તેનું મન ધર્મભાવનાથી વધુ ને વધુ રંગાતું ગયું અને ત્યાગ-વૈરાગ્યને એ ઝંખી રહ્યં, પણ માતાની મમતા એને રોકી રહી. એવામાં માતા દિવાળીબહેનની તબિયત બગડી. અનેક ઉપચારો છતાં સૌને વિલાપ કરતાં મૂકી એ સદાને માટે ચાલ્યાં ગયા. વહાલસોયી માતાના વિયોગથી હીરાચંદ દુ:ખી દુ:ખી થઈ ગયા. પિતા હુકમચંદ તો આ વસમો આઘાત સહન કરી ન શક્યા ને પુત્રને ધામધૂમથી દીક્ષા અપાવવાની ભાવના સેવતાં સેવતાં વર્ષના અંતરે એ પણ ચાલ્યા ગયા. હીરાચંદને માતાપિતાનો વિયોગ અસહ્ય થઈ પડ્યો, પણ ધર્મી જીવ આખરે ધર્મને શરણે થવા ગુરુની શોધમાં ચાલી નીકળ્યા. આબુ-દેલવાડા તીર્થની યાત્રા કરી પાલનપુર આવ્યા. ત્યાં અનુયોગાચાર્યશ્રી અમૃતવિમલજી મહારાજ બિરાજમાન હતા. તેઓશ્રીની વ્યાખ્યાનવાણી સાંભળી એ આનંદવિભોર બની ગયા. વ્યાખ્યાન પૂરું થયે પોતાની સઘળી કથની કહી અને દીક્ષાની ભાવના વ્યક્ત કરી. હીરાચંદની ઊંડી ધર્મશ્રદ્ધા તથા ત્યાગવૈરાગ્યની દૃઢ ભાવના અને યોગ્યતા જાણી પૂજ્યશ્રીએ સં. ૧૯૨૫ના માગશર સુદ ૩ને દિવસે, કુટુંબીજનો અને પાલનપુર શ્રીસંઘ દ્વારા આયોજિત મહોત્સવપૂર્વક, ઘણા જ ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા પ્રદાન કરી. હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા અને સંયમની અપ્રમત્ત સાધના-આરાધના કરવા સાથે ગુરુની વૈયાવચ્ચ અને જ્ઞાનાર્જનમાં નિમગ્ન બની ગયા. ગુરુકૃપાએ તેમની જ્ઞાનોપાસના અલ્પ સમયમાં જ ખીલવા લાગી અને પ્રથમ ચાતુર્માસે જ ગુરુદેવે વ્યાખ્યાન વાંચવાની તાલીમ પણ આપી. પૂ. મુનિશ્રી હિંમતવિમલજી મહારાજની વિશેષ યોગ્યતા જાણી, બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસ કરવા ગુરુદેવે આજ્ઞા કરી. પૂજ્યશ્રી આમ એક પછી એક સ્વતંત્ર ચાતુર્માસ કરતા રહ્યા અને દર વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ પ્રાયઃ ૮ વર્ષ ઉપરાંત ચાલ્યો. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. પૂ. દાદાગુરુ શ્રી દયાવિમલજી ગણિવર્યશ્રીની સાથે પણ બે ચાતુર્માસ કરી સેવા, અધ્યયન અને તીર્થભક્તિનો સુંદર લાભ લીધો. ગુજરાતમાં કેટલાંક વર્ષો વિચરી વિવિધ ધર્મારાધના અને શાસનપ્રભાવના પ્રવર્તાવી પૂજ્યશ્રી માળવા, રાજસ્થાન અને Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy