SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ન જવાનમલજીનાં ધર્મપત્ની કમળાબહેનને નાનપણથી જ સંયમ ભાવના હતી પણ તે વખતે ન લઈ શક્યાં. લગ્ન થયાં પછી પણ “સંયમ કબ હી મિલે' એ ભાવમાં જ રમતા હતા. એમાં શ્રાવકનું અવસાન થતાં, પુત્રો પર ઘરની જવાબદારી સોંપીને પોતે પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે સંયમ લઈ ૫.પૂ. સા. શ્રી કલ્યાણરમાશ્રીજીરૂપે તેમનાં શિષ્યા થયાં . પ.પૂ. સા.શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રાણકપુર તીર્થની નજીક આવેલા મુંડારા ગામના વતની શા. રૂપચંદજી જસરાજજીનાં ધર્મપત્ની દિવાળીબહેનને સંસારમાં રહેતાં જ ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું. એમાં શ્રાવકનું અવસાન થતાં વૈરાગ્યભાવ જાગ્યો એટલે લાખોની મિલકતનો ત્યાગ કરી અને સંયમ લઈ પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સમર્પિત કરી તેમનાં શિષ્યા પ.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી રૂપે થયા. ત્યારબાદ તેમના સંસારી બહેન સૂકીબહેન નેનમલજી દેસૂરીવાળાનાં સુપુત્રી ચંદનબાળાને પણ સંસારની અસારતા સમજાતાં તે પણ વૈરાગ્ય પામ્યાં અને પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે પ.પૂ.સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યાર બાદ સા. ચારિત્રરમાશ્રીજી મ.સા.નાં સંસારી મોટાબહેન સૂર્યાબહેન જયંતીલાલના સુપુત્ર જયેશકુમારને પણ પ.પૂ. આ. ભગ. શ્રી કમલરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાન તપ કરતાં સંયમ જીવનની લગની લાગી અને માતા-પિતાની આજ્ઞા મેળવી પ.પૂ. સા. શ્રી અજિતરત્નસૂરિ મ.સા.નાં શિષ્યા પ.પૂ. મુનિરાજ શ્રી આનંદરત્ન વિ. મ. બન્યા. (૭) ૫.પૂ.સા.શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા., પ.પૂ. સા.શ્રી મુકિતસુધાશ્રીજી મ.સા. જીરાવલા તીર્થની નજીક આવેલા દાંતરાઈ ગામના વતની શા. હીરાચંદજી પૂનમચંદજીનાં સુપુત્રી બબીબહેન, પુષ્પાબહેન અને લતાબહેન. એ ત્રણે બહેનોને પૂ. ગુરુદેવના મુખે જિનવાણીનું પાન કરતાં વૈરાગ્યનાં અંકુર પ્રગટ્યા અને એમાં ૫.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. દ્વારા ધર્મદેશનાનું સિંચન થતાં, એના ફળસ્વરૂપ એ ત્રણે બહેનો પ્રભુપંથના પથિક બન્યાં. બબીબેન, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા. બન્યાં. પુષ્પાબહેન તેમનાં બહેન મ.સા. Jain Education International ૬૦૫ પ.પૂ. સા. શ્રી ગીર્વાણસુધાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા. થયાં અને લતાબહેન, પ.પૂ. સા. શ્રી કારુણ્યસુધાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા શ્રી મુક્તિસુધાશ્રીજી મ.સા. બન્યાં. ત્યારબાદ તેમના સંસારીભાઈ જીતુભાઈએ પણ સંયમ લીધું અને પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી હેમભૂષણસૂરિ મ.ના શિષ્ય, પ.પૂ.મુનિ શ્રી જ્ઞાનભૂષણ વિ.મ. બન્યા. (૯) પ.પૂ. સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ. રાજસ્થાન પ્રાંતના દાંતરાઈ નગરના વતની શા. નથમલજી નોપાજીનાં સુપુત્રી રંજનબહેન અને જ્યોત્સનાબહેન. જેઓ ભરયૌવન વયમાં પૂ. ગુરુવર્યોના પરિચયમાં આવી, સંયમરંગથી રંગાયાં અને રંજનબહેનની સગાઈ થયેલી હોવા છતાં, પ્રબલ વૈરાગ્યભાવથી, એ સગપણને છોડી, ગુરુની સાથે સાચું સગપણ જોડ્યું અને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ.સા. શ્રી તપોરક્ષિતાશ્રીજી મ.સા. બન્યાં અને જ્યોત્સનાબહેન પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સોંપી પ.પૂ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.સા. રૂપે સંયમની સુંદર સાધના કરી રહ્યાં છે. (૧૦) પ.પૂ. સા.શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ.સા. તેમજ પ.પૂ. સા.શ્રી ચરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. જીરાવલા તીર્થની ગોદમાં આવેલા દાંતરાઈ નગરના વતની શા. હંજારીમલજીનાં સુપુત્રી રેખાબહેનને, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના પરિચયથી સંયમની ભાવના થઈ અને તેમના ચરણે પ.પૂ. સા.શ્રી તત્ત્વરક્ષિતાશ્રીજી મ. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યારબાદ તેમના ભાઈ ઇન્દ્રકુમારને પણ વૈરાગ્યભાવ પ્રગટતાં તેઓએ પણ પ.પૂ. ગચ્છાધિપતિ આ.દેવ શ્રી હેમભૂષણસૂરિ મ.ના ચરણે પ.પૂ. મુનિવિનયભૂષણ વિ.મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. ત્યારબાદ તેમના સંસારી મામા શા. વક્તાવરમલજીનાં સુપુત્રી સોનાબહેન પણ નાની ઉંમરમાં જ ગુરુ ભગવંતના સત્સંગથી વૈરાગ્ય પામી, પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ. સા. શ્રી ચરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. બન્યાં. સેધવા (મધ્યપ્રદેશ)ના એક જ પરિવારમાં ચાર દીક્ષાઓ રતલામ (મધ્યપ્રદેશ) સેન્ધવા (મધ્યપ્રદેશ)માં સં. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy