SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પco એવી નાની નાની બે છોકરીઓ સાથે ૨૦૨૫માં વૈશાખ સુદ ૭મના તેઓશ્રીનાં શિષ્યા બન્યાં. પ.પૂ. ગુરુદેવશ્રીને ત્રણ શિષ્યાઓ હતી. પૂ.સા. શ્રી રત્નરેખાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી પ્રસન્ન રેખાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા., પૂ.સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ પરિવાર સાથે સંયમની સાધનામાં વિહરતાં છેલ્લા ૩૧ વર્ષથી પોતે પ્રજ્ઞાચક્ષુ હતાં. પોતાનાં છેલ્લાં શિષ્યા પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો પણ ગુરુ સમર્પણભાવ અને વિનય, વૈયાવચ્ચગુણ અવર્ણનીય અને અજોડ હોઈ પોતાના ગુરુદેવશ્રીની દરેક સેવાભક્તિમાં પોતાના શરીરની અસ્વસ્થાને ધ્યાનમાં લીધા વગર ખડે પગે, રાત-દિવસ આજીવન લગભગ રહ્યાં. પોતાના ૧૮ વર્ષનો સંયમ પર્યાય થતાં કાલધર્મ પામ્યાં. પૂર્વે ૧૦ વર્ષ સુધી ગુરુદેવશ્રીને હાથ પકડી પકડી ગામો-ગામ વિહાર કરાવ્યો. રાધનપુર આદિ ગામોમાં ચાતુર્માસમાં પર્વતિથિએ ૨૫ લગભગ દેરાસરનાં દર્શન કરાવતાં, આમ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કચ્છ, મેવાડ, રાજસ્થાનના પ્રદેશોમાં તીર્થોની યાત્રા કરી દર્શન શુદ્ધિ કરી. તવારીખની તેજછાયા સાફ કરી દીધો. એથી પૂજ્યશ્રીને પોતે જણાવ્યું કે આ ૭ વર્ષની નાનો છોકરો, અને હું કાંઈ સ્કૂલમાં ભણી નથી જેથી મને લખતાં-વાંચતાં આવડતું નથી, જેથી હું સંયમમાં કેવી રીતે રહી શકું? છતાંયે સંયમ લેવાની મારી ભાવના પ્રબલ છે. ત્યારે વાત્સલ્યદાયી એવા પરમગુરદેવરૂપી માતુશ્રીયે તેમને જણાવ્યું કે તમે દીક્ષા માટે તૈયાર છો ને? તો બધું થઈ જશે. આવા મધુરવચનામૃતને શ્રદ્ધાન્વિત બનેલાં કુસુબહેને હા તો વચનામતને ઢાવિત બનેલાં કસબહેને હા તો પાડી, પણ આજથી ૨૫ વર્ષ પૂર્વે મારવાડમાં દીક્ષા લેવી ઘણી મુશ્કેલ. કારણ? અજ્ઞાનતા. આચાર્ય ભગવંતે અંદરોઅંદર બધી તૈયારી કરાવી અને પરમગુરુદેવશ્રીએ ભવજલતારિણી, ભાગવતી પ્રવજ્યા લેવા માટે શુભ મુહૂર્તનું પ્રદાન કર્યું. તે પ્રમાણે સગાસાંઈ બધા છોકરાઓને લઈ પાલિતાણા ગયા, સગાસાંઈને ખબર પડી કે જવાની તૈયારી કરે છે. ત્યારે પાલિતાણા ધર્મશાળાની જે રૂમમાં ઊતરેલાં હતા એ રૂમને છોકરાઓએ તાળુ વાસી દીધું. દીક્ષાનું મુહૂર્ત વહી ગયું... ફરી બીજીવારના છાના ઘરથી ભાગી પાલિતાણા પૂજ્યશ્રીની નિશ્રામાં જઈ ૪૭ વર્ષની ઉંમરે ૨૦૦૬માં સાહેબજીના વરદહસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ૫.પૂ. રોહિતાશ્રીજી મ.સા.નાં પ્રથમ શિષ્યા બન્યાં. નામ પૂ.સા. શ્રી ખાંતિશ્રીજી મ.સા. રાખવામાં આવ્યું. અષાઢ સુ. ૨-ના વડી દીક્ષા ગરવા ગિરિરાજની છત્ર છાયામાં થઈ. દીક્ષા લીધી તેજ દિવસથી, વિનય, વૈયાવચ્ચ, જ્ઞાન, તપ, ત્યાગ, સંયમમાં આગળ વધવા માંડ્યાં. રોજ લગભગ એકાસણાં કરે. અહમદાવાદમાં દરરોજ ૩૦-૪૦ દેરાસરનાં દર્શન કરી સમકિત નિર્મલ બનાવતાં. ગુરુચરણોમાં કરેલ સમર્પણના પ્રભાવે શ્રુતપાસના દ્વારા જ્ઞાનાર્જન માટે ગોખવા બેસતાં ત્યારે દર્શનાવરણીય કર્મના જોરે નિદ્રા આવી જતી, ત્યારે ગુરુદેવ શ્રી પૂ. રોહિતાશ્રીજી મ.સા.ની તેમજ માસી ગુરુ પૂ. સા. રોહિણાશ્રીજી મ.સા.ની આજ્ઞાથી ઊભા ઊભા ખીંટી પકડીને પણ ભણવામાં અપ્રમત્તભાવે પ્રયત્ન કરતાં તેના પ્રભાવે ૪૭ વર્ષની ઉંમરે સંયમ લેવા છતાં સારી રીતે સંયમચર્યાનાં જ્ઞાતા બની શક્યાં. ૧૮ વર્ષનો સંયમપર્યાય થતાં પરમગુરુદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના આદેશથી ગુર્વાજ્ઞા લઈ ૨૦૨૪માં પિંડવાડા પધાર્યા. ત્યાં કાલીદાસભાઈનું આખું કુટુંબ દીક્ષા લેવા માટે તૈયાર હતું. તેમનાં ધર્મપત્ની કમલાબહેન પોતાની સુકુમાર તા. ત્યાગ : દીક્ષા પછી તરત જ મીઠાઈનો, બદામ સિવાય મેવાનો આજીવન ત્યાગ કરેલ હતો. તપશ્ચર્યા : દીક્ષા પછી ૩ માસક્ષમણ, ૧ માસક્ષમણ ૮૬ વર્ષની ઉંમરે કરેલ. ૨ વાર સોલભg. દર પર્યુષણે લગભગ બીજું તપ ન ચાલતું હોય તો અટ્ટાઈ. તેર કાઠિયાના અટ્ટમ, સિદ્ધિતપ, ચારિ, અદશ દોય, દિવાળીના અને ચોમાસીના છઠ, વર્ધમાનતપની ૬૮ ઓળી, ૧૦૦ ઓળીની ભાવના હોવા છતાં ક્ષયરોગે ઘેરો ઘાલ્યો અને ન કરી શક્યાં. નવપદની ઓળી ૯૨ વર્ષની ઉમ્ર સુધી, પોષદશમી પ્રાયઃ આજીવન, પાંચમ, બીજ, એકાદશી, ચતુર્દશીની આરાધના કરી. ૭૭ વર્ષની ઉંમરે ૫00 આયંબિલ લાગટ ૯૫ વર્ષની ઉંમર સુધી પ્રાયઃ પર્વતિથિએ ઉપવાસ, આયંબિલ, બિયાસણા, લગભગ આજીવન કર્યો. સિદ્ધગિરિની નવ્વાણું યાત્રા બે વાર એકાસણાંથી કરી. આજીવન નવકારમંત્ર તથા ઉવસગ્ગહરંની માળા દ્વારા રોજ ૨૫૦૦નો સ્વાધ્યાય. જંઘાબળ ક્ષીણ થતાં પિંડવાડા સંઘની આગ્રહભરી વિનંતીથી સ્થિરવાસ ૨૧ વર્ષ રહ્યાં છતાં ઉત્તમસંયમની સાધનાના પ્રભાવે ચતુર્વિધ સંઘનો સભાવ દિનપ્રતિદિન વધતો રહ્યોકારણ કોઈની પણ અપેક્ષા રાખવાનું તેમના સ્વભાવમાં ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy