SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯. હતું. એમની મુખમુદ્રા જોઈને લગભગ ઘણાને આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિ થઈ આવતી, જાણે સાક્ષાત્ એ જ ન હોય! છેલ્લાં પ્રાયઃ ૧૮ વર્ષમાં ક્ષયરોગ, બી.પી., ૨ વર્ષથી મરીની બિમારી લાગુ પડી, જેથી બેભાન થઈ જવું, પૂરું શરીર ખેંચાવવું જેવી તકલીફ હોવા છતાં સમાધિપૂર્વક વેદનાને સહન કરતાં તરત જ ડૉક્ટર આદિ દ્વારા દ્રવ્ય તથા ભાવોપચાર લાગુ પડતાં બીજે જ દિવસે પૂર્વવત્ પોતાની સાધનામાં મસ્તાન બની જતાં. આ રીતે લગભગ ૧૦-૧૫ વખત સિરિયસ અવસ્થાને પામ્યાં હશે. પુણ્યની પ્રબલતાને કારણે તુરત જ ૨-૪ દિવસમાં સ્વસ્થ થઈ. આરાધના સાધનામાં જોડાઈ જતાં. છેલ્લાં બે વર્ષથી જાતે ડગલું ખસી પણ ન શકતાં હતાં. છતાં ટેકા વિના ૩-૪ કલાક બેસીને માળા આદિ આરાધના કરતાં. છેલ્લે ૧ મહિનો સંથારાવશ છતાં આવશ્યક ક્રિયા માટે પૂછીએ તો હા કહેતાં અને ગોચરી, પાણી વાપરવા માટે પૂછતાં ઘસીને ના પાડતાં. ૧૭ વર્ષ પહેલાં પોતાના શિષ્યા પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાલધર્મ પામ્યાં ત્યારથી પોતાનાં પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ને અનેકવાર કહેતા કે છેલ્લે નવકાર તું મને સંભળાવજે. આ નવકાર સાંભળતાં ઇચ્છારૂપ આજ્ઞાને હૃદયસ્થ બનાવી ને તેથી ગુરુદેવશ્રીના ઇંગિત આકારો થતાં. અનુકૂળતા, પ્રતિકૂળતાનો વિચાર કર્યા વિના પૂ.સા. શ્રી હર્ષિતપ્રશાશ્રીજી મ.સા. પૂજ્યોની આજ્ઞા શિરસાવંદ્ય કરી લેતાં. પૂજ્યોની આજ્ઞાને શિરસાવંધ કરવાનો જ પ્રતાપ સમજો કે તેઓશ્રીનાં શિષ્યા-પ્રશિષ્યા કાયમ માટે પડ્યો બોલ વધાવી લેતાં. એવાં પૂજ્યશ્રીનાં પ્રશિષ્યા પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. એવં પૂ.સા. શ્રી લક્ષિતપ્રશાશ્રીજી મ.સા. એ ખડે પગે રાત દિવસ ૧૭ વર્ષ સુધીના ગાળામાં પૂજ્યશ્રીની ઇચ્છા વિના અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા આદિના અનેક પ્રસંગોમાં તથા પૂ. પિતામુનિશ્રી તેમજ ભાઈમુનિશ્રીની થતી એક પણ પદવીમાં અથવા વંદનાર્થે પણ જવાની ઇચ્છા કર્યા વગર પૂ. પરમ ગુરુદેવશ્રીની ઇચ્છાપૂર્વક સેવામાં રહીને વધતા હર્ષોલ્લાસે વૈયાવચ્ચરૂપ અપ્રતિપાતિ ગુણને સાધી ગુરુભક્તિ કરી છે અને સંયમજીવન સફળ બનાવ્યું. જ્યારે જ્યારે તબિયત બગડે ત્યારે બધાને સામેથી બોલાવીને ક્ષમાપના કરતાં. તેઓશ્રીના જીવનની પવિત્રતા અને ઉદારતાના કારણે દીક્ષાર્થીઓને તથા સાધ્વીગણને અનુભવ વાણીરૂપ હિતશિક્ષા સદાકાલ માટે અવિસ્મરણીય બની રહી છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ પૂજ્યશ્રી લગભગ ૧૦૦ વર્ષની વયના અંતે ૧ મહિનાની સંથારાવશની પરિસ્થિતિમાં છેલ્લે વિક્રમ સં. ૨૦૫૯ના ચૈત્ર વદ ૧૦મના દિવસે સવારના લગભગ ૧૦ વાગતાં જ આહારના પચ્ચક્ખાણ સાથે ચતુર્વિધસંઘની નવકારમંત્રની ધૂન વચ્ચે ૧૧ ૫ કલાકે સજાગ અવસ્થામાં પોતાના વિનશ્વર દેહને છોડી સ્વર્ગના વાટે એ મહાન પુણ્યશાળીનો આત્મા ચાલ્યો ગયો. પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગે રહ્યે પણ અમારાં સંયમસાધનામાં હંમેશ માટે અમીવર્ષા કરતો રહે. એજ એક અવિસ્મરણીય ભાવના ભાવતો પોતાનો વિશાલ એવો પ્રશિષ્યા તથા નિશ્રાવર્તી સાધ્વીગણ-લગભગ ૭૦ ઠાણા આપના દિવ્ય આશીર્વાદને ઝંખતો રહેશે. આપે બતાવેલા આદર્શો જીવનમાં વણી આપની ભક્તિ કર્યાનો સંતોષ અનુભવશે. પૂજ્ય સાધ્વીશ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા. સિરોહી જિલ્લાના બ્રાહ્મણવાડા તીર્થ પાસે આવેલ પિંડવાડા નામના નગરમાં સુસંસ્કારિત મગનભાઈનું કુટુંબ વસતું હતું. તેમને મોતીબાઈ નામનાં સંસ્કારી ધર્મપત્ની હતાં. તેમની સાથે ગામડાનું મુક્તજીવન આનંદપૂર્વક વીતાવી રહ્યા હતા. ન કોઈ ચિંતા કે ન કોઈ ઉપાધિ. દાંપત્યજીવનમાં તેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ થઈ. તેમાંના ભવિષ્યમાં અમારા પૂજ્ય ગુરુદેવશ્રી બનવાનાં હતાં. તેમનું કમલાબહેન નામ પાડવામાં આવ્યું. મગનભાઈનું કુટુંબ મૂળથી ધર્મના સંસ્કારવાળું નહોતું, એટલે મોહાધીન માતાપિતાએ પિંડવાડામાં જ વસતા એવા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy