SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ ચતુર્વિધ સંઘ મ.ના શિષ્ય, ૫.પૂ. મુનિરાજ શ્રી ખાંતિરત વિ.મ. બન્યા અને હજુ પણ કુટુમ્બને સદુપદેશ આપી સાચો રાહ ચીંધી રહ્યા છે. તેમને સંયમપાલનની સાથે સળંગ ૨૦૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા તેમજ ૯૦ વર્ધમાનતપની ઓળી કરેલ. (૩) પ.પૂ. મુ.શ્રી આનંદરત્ન વિ. મ.સા., પ.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા., ૫.પૂ. સા. શ્રી ચારિત્રરમાશ્રીજી મ.સા. રાજસ્થાનમાં આવેલ ભદ્રંકરનગરતીર્થની નજીક આવેલ લુણાવા ગામના વતની, પણ મુંબઈ નગરીમાં જ ઊછરેલા. શા. જયંતીલાલજીના સુપુત્ર જયેશકુમારને ભરયુવાનીમાં પૂ. ગુરુદેવ આ. શ્રી કમલરત્નસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાન કરતાં–૧ સંયમજીવનનો રસાસ્વાદ માણતાં સંયમ માર્ગે પ્રયાણ કરવાની ભાવના થઈ અને પ.પૂ. આ. શ્રી અજિતરત્નસૂરિ મ.નાં ચરણે જીવન સમર્પિત કરી. ૫.પૂ. મુનિરાજ શ્રી આનંદરત્ન વિ. બન્યા. તેમના સંસારી માતુશ્રીનાં માસી મુંડારા નિવાસી દિવાળીબહેન રૂપચંદજી પણ પ્રૌઢ વયે લાખોની મિલકતનો ત્યાગ કરી પ્રભુ વીરનાં પંથે સંચર્યા અને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ. સા. શ્રી દિવ્યસુધાશ્રીજી મ.સા. થયાં તેમ જ તેમનાં સંસારી માસી દેસૂરી નિવાસી કુમારી ચંદનબાળા નમલજીએ પણ પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે સંયમ સ્વીકારી. પ.પૂ. સા. શ્રી ચારિત્રરમાશ્રીજી રૂપે થયાં. 'સદાચારના આદશો ચરિતાર્થ 'કરનાર કર્મયોગિનીઓ : '. સમતામૂર્તિ સાધ્વીઓ પૂ. સ્વ. પ્રવર્તિની સા.શ્રી ખાંતિશ્રીજી .પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.ના સંસારીબેન મ.સા. સિરોહી જિલ્લાના બ્રાહ્મણવાડા પાસે આવેલ પિન્ડવાડા નગરમાં જૈનાચારથી સંસ્કારિત સરેમલભાઈનું કુટુંબ વસતું હતું, તેમનાં ધર્મપત્ની કેશરબહેનની કક્ષિએ સં. ૧૯૫૯માં જન્મ પામીને કસુબહેન નામે પ્રસિદ્ધ થયા. કાલક્રમે યૌવનવય પ્રાપ્ત થતાં બ્રાહ્મણવાડા તીર્થની ગોદમાં વસતા વીરવાડા ગામે શાહ છગનભાઈ સાથે સંસારી સંબંધે જોડાયા. સંસારી અવસ્થા પસાર કરતાં કરતાં તેમને ચાર પુત્રો થયાં, પરમ ગરદેવ શ્રી કર્મસાહિત્ય નિષ્ણાંત પૂ.આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગે જીવનમાં ધર્મતત્ત્વના પ્રવેશરૂપી પ્રભુભક્તિનો પ્રેમ વધતો ગયો. તેથી વીરવાડા ગામના સમીપવર્તી ૧૫ કિ.મી. પર આવેલ બ્રાહ્મણવાડા તીર્થની યાત્રા પગપાળા હમેશાં કરતાં કરતાં કર્મમલને દૂર કરવા લાગ્યાં. કર્મસંયોગે ૪૦ વર્ષની વયે શ્રાવક છગનભાઈનું અવસાન થયું. પૂર્વે રાજસ્થાનમાં જેના પતિ મરી જાય તે બહેન ૯ મહિના સુધી ઘરના ખૂણામાંથી બહાર ન નીકળે, આવી અજ્ઞાનતા ચોમેર છવાઈ ગયેલી હોવાના કારણે જીવો પરમાત્માનાં દર્શન વગેરે બધું જ ધર્મકાર્ય શોકને વશ થઈ છોડી દે, પણ આ તો જગજીવવત્સલ પૂજ્યશ્રીના સત્સમાગમે પરમાત્મા પ્રત્યે અનેરી પ્રીતિમાં મહાલવાના કારણે લોકોની શેહશરમમાં ન આવતાં શ્રાવક ગયા તે જ દિવસથી મંદિર જવાનું શરુ કર્યું અને રિવાજ પ્રમાણે ઘરના ખૂણે બેસવા છતાં પણ સામાયિક, પ્રતિક્રમણાદિ ધર્મક્રિયામાં રત રહેવા લાગ્યા. પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કસુબહેનના સંસારી પક્ષે ભાઈ મ.સા. હતા. પ-૬ વર્ષ આમ વ્યતીત થતાં, પ્રભુભક્તિના પ્રબલ પુણ્યોદયે પરમગુરુદેવશ્રીની કસુબહેન પર અમીવૃષ્ટિ પડતાં પૂજ્યશ્રીએ એમને કહ્યું કે મારે તને દીક્ષા આપવી છે, તૈયાર છે ને? આવા કરુણાસિંધુ પૂજયશ્રીની વાણીરૂપી પાણીએ કસુબહેનનો સંસારરસનો કચરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy