SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ મi hir hill i તવારીખની તેજછાયા મુનિપુંગવ એમનું જીવન શ્વેત વસ્ત્ર જેવું છે. એમની સંયમ રૂપી ચાદર સર્વત્ર સફેદ જ સફેદ જોવા મળે છે. એમના શિષ્યો મુ. શ્રી પ્રાશરતિવિજયજી મ., મુ.શ્રી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી અભયરત્નવિજયજી મ. - રત્નોની ખાણમાંથી જ રત્નો નીકળે એ ઉક્તિ અનુસાર એ કાળીદાસભાઈના મોટા બહેન પંકુબેનના દીકરીનાં દીકરી સુન્દરબેન પણ સંયમનો સ્વીકાર કરી પ.પૂ.સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ.સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. થયા એટલું જ નહી પણ પંકુબેનના દીકરી પાનીબેનના દીકરા પારસભાઈની દીકરી સોનમ એ પણ ફઈ મ.સા.ની પાસે સંયમજીવનની આવશ્યકતા જાણી વૈરાગ્ય પામી સંયમ લઈ પ.પૂ.સા. શ્રી વિનીતપ્રજ્ઞાશ્રીજી રૂપે, પ.પૂ.સા. શ્રી સૂર્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્ય બન્યા. એટલું જ નહિ પણ કાળીદાસભાઈના બીજા બહેન સંતિબેનના દીકરા શાંતિલાલભાઈના કુટુમ્બમાંથી પણ એમની ત્રણ દીકરી કુ. સંગીતા, કુ. આશા, કુ. મીના એ ત્રણે બહેનો એ પણ કાળીદાસભાઈ (પ.પૂ.આ. કમલરત્નસૂરિ મ.સા.ના નાના દીકરી મ.સા., પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની પાસે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને તેમના નામ અનુક્રમે સા. સુવિનીતદર્શિતાશ્રીજી મ.સા., પ.પૂ. અભયરક્ષિતાશ્રીજી મ.સા., પ.પૂ.સા, શ્રી મતિરક્ષિતાશ્રીજી મ.સા. રૂપે થયા. ૫૯૫ પૂજ્યશ્રીજીની પાસે જુદા પરિવારમાંથી એકથી વધુ સંખ્યામાં પ્રવજિત થનાર પુણ્યાત્માઓનો સંક્ષિપ્ત પરિચય ૧. બધુ બેલડી પ.પૂ. મુનિરાજ ભાવેશરનવિ. મ. તથા પૂ. પ્રશમરન વિ.મ. બનાસકાંઠા જિલ્લાના જેગોલ ગામનાં વતની શા. ચિમનલાલના સુપુત્ર રમેશકુમાર અને પ્રકાશકુમાર. નાની વયમાં જ વૈરાગી બનેલા રમેશકુમારને પ.પૂ.આ. શ્રી દર્શનરત્નસૂરિ મ.નો ભેટો થતાં જ તેમનાં ચરણે જીવન સમર્પિત કરવાની ભાવના થઈ અને જીવન સમર્પણ કર્યું. ત્યારબાદ તેમના નાનાભાઈ પ્રકાશને પણ આ માર્ગ સમજાવ્યો. તે પણ ભાઈ મ.સા.નાં વચનને ઝીલીને સંયમ સ્વીકારી પ.પૂ. મુનિ શ્રી પ્રશમરત્ન વિ. મ.સા.ના નામે પ.પૂ. ભાવેશ—વિ. મ.ના શિષ્ય બન્યા. ૨. પુત્ર-પિતા પ.પૂ. મુ. દાનરત્નવિ. મ.સા. તથા પૂ. મુ. ખાંતિરત્ન વિ.મ. રાજસ્થાન પ્રાન્તના સિરોડીનિવાસી શા. કપૂરચંદજીનાં સુપુત્ર ખૂમચંદજી, જેઓ સંસાર સંબંધથી જોડાયા છતાં પૂજ્યોનાં પરિચયથી વૈરાગ્ય પામ્યા અને પોતાના સમગ્ર કુટુંબને પ્રભુ પંથના મુસાફિર બનાવવાની ભાવનાથી જ પોતાના પ્રથમ પુત્ર અલકેશકુમારને નાની ઉંમરમાં જ પૂ. ગુરુભગવંત પાસે મોકલ્યો. પૂજ્ય ગુરુ ભગવંતના સમાગમથી તેને સંયમ જીવનની લગની લાગી. તેનો સંયમનો દૃઢ નિર્ણય જાણી અત્યંત ઉલ્લાસ પૂર્વક દીક્ષા અપાવી. તેઓ પ.પૂ. મુનિરાજ દર્શનરત્ન વિ.મ. (હાલ આચાર્ય દર્શનરત્નસૂરિ મ.)ના શિષ્ય પ.પૂ. મુનિરાજ દાનરત્નવિ. મ.રૂપે સંયમ જીવનની સુંદર સાધના કરી રહ્યા છે. ત્યારબાદ ખૂમચંદભાઈનો પણ વૈરાગ્ય ભાવ પ્રબલ થતાં કુટુમ્બને તારવાની ભાવના સાથે સંયમ લઈ ૫.પૂ. આ. ભગ. શ્રી કમલરત્નસૂરિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy