SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪ બીજ નષ્ટ થવા માંડ્યાં હતાં. એ તરફ એમનું ધ્યાન ગયું. તેઓ આ પ્રદેશને ધર્મના છોડથી ફરી નવપલ્લવિત કરવાની દૃઢ ભાવના બનાવી કષ્ટો તરફ ધ્યાન આપ્યા વિના તેઓ લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યા. એમણે અપૂર્વ કષ્ટ સહન કરી આપેલા ઉપદેશોનું પરિણામ એ આવ્યું કે કેટલાંય સ્થળે સુધારો થઈ ગયો. આખા ચોમાસામાં અને શિવગંજ ચોમાસામાં અપૂર્વ શાસનપ્રભાવના થઈ છે. આખા ચોમાસામાં સાડાપાંચ કલાક ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા ચાલી. બસ્સો તો સ્વાગત બેનર લાગ્યાં. ચોમાસામાં ૧૫ સ્વામીવાત્સલ્ય, સિદ્ધિતપ, માસખમણ વગેરેની તપશ્ચર્યાઓએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. ૩૪ શોભાયાત્રા નીકળી વગેરે. શિવગંજ ચાતુર્માસમાં પારણાંની અપૂર્વ બોલી, ઉપધાન વગેરે થયાં. એમના શિષ્યો-પ્રશિષ્યો પૂ. મુનિ ભાવેશ રત્ન વિ.મ., પૂ. પ્રશમરત્નવિ.મ., પૂ. દાનરત્ન વિ.મ., પૂ. રત્નશરત્નવિ. મ., પૂ. લાભ રત્નવિ. મ., પૂ. કિરણરત્નવિ. મ. છે. તેઓ અજોડ શાસનપ્રભાવક છે. જેમ ખેડૂત પોતાની હરિયાળી ખેતી જોઈ પ્રસન્ન થાય છે એમ જ પોતાના આત્માના ખેતરને હરિયાળા છોડોથી પલ્લવિત જોઈ અમારાં રોમ-રોમ પ્રફુલ્લિત થઈ રહ્યાં છે. આ બધું એમની કપાનું જ ફળ છે. વિશ્વવિખ્યાત સ્થળે યાદગાર પ્રતિષ્ઠા (આબુ- નખી તળાવ પર) એમનાં કરકમળો દ્વારા સંપન થઈ છે. દૈવી સંકેત એમનાં માતા દેવ થયાં છે જેઓ એમને ક્યારેક ક્યારેક સ્વપ્નમાં સંકેત કરે છે. આષ્ટા (મ.પ્ર.) ચાતુર્માસ આપની જરાય ઇચ્છા ન્હોતી, પરંતુ રાત્રે માતાના રૂપમાં આવી દેવ થયેલી માતાએ કહ્યું કે “આષ્ટા ચાતુર્માસ માટે જા, બહુ લાભ થશે.” અને ખરેખર એવું જ થયું. ગણિપદ પછીનું સર્વપ્રથમ આખાનું વિ.સં. ૨૦૫૧નું ચાતુર્માસ યશસ્વી અને ઐતિહાસિક થયું. અપૂર્વ પુણ્યપ્રકૃતિ એમની પુણ્યપ્રકૃતિ પણ અપૂર્વ છે. તેઓ જ્યાં જાય છે ત્યાં અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થાય છે. પૂ.આ.ભ., મહાબલસૂરિ મ. તથા પૂણ્યોદય વિ.મ. એ પત્રમાં એમની ખૂબ પ્રશંસા કરી છે. એમણે પૂ.આ.ભ. સુદર્શન સૂ.મ., પૂ.આ.ભ. વિબુધપ્રભ સૂ.મ., પૂ.આ.ભ. રાજતિલક સૂ.મ., પૂ.આ.ભ. મહોદય સુ.મ., પૂ.આ.ભ. રવિપ્રભ સુ.મ., પૂ.આ.ભ. ગુણરત્ન સૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સૂ.મ., પૂ.આ.ભ. પુણ્યપાલ સૂ.મ. વગેરેએ પોતાની નિશ્રામાં વ્યાખ્યાન કરાવી એમના પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં છે. ચતુર્વિધ સંઘ ન્યાયવિશારદ પ.પૂ. આ.શ્રી અજિતરત્નસૂરિજી મ. હિન્દીભાષી પ્રદેશને ધર્મઆભાથી આલોકિત કરનાર રત્નદીપ! પિંડવાડાના શ્રી મહાવીર સ્વામી જિનપ્રાસાદ યુક્ત પિંડવાડાનગરીમાં કાલિદાસભાઈ અને કમળાબહેનના પાવન પ્રાંગણમાં વીરેન્દ્રકુમાર નામે એક કમળબીજ વિ.સં. ૨૦૧૪ના માગશર સુદ તેરશે ઊગ્યું, જે વિકસીને જિનશાસનને પોતાની સુવાસથી સમગ્ર રાષ્ટ્રને સુરભિત કરવા લાગ્યું. સમ્યક ચારિત્રના પર્યાય વિમલ, પૃથ્વી સમા ક્ષમાશીલ, ચંદ્ર જેવા સૌમ્ય, આકાશ જેવા દિવ્ય નક્ષત્રોથી અલંકૃત થઈને સંયમ પાલનમાં વજસમાન દેઢ જિનશાસન-સ્તંભ બની સરસ્વતીપુત્ર અને પ્રાણીમિત્ર રૂપે શોભાયમાન થયા. માત્ર અગિયારવર્ષના અલ્પાયુમાં વૈરાગ્યદીપક વડે આલોકિત મહાત્માને અમે સાદર વંદન કરીએ છીએ. પુત્રનાં લક્ષણ પારણામાં'–આ ન્યાયે બાળકમાં સુસંસ્કારનાં દેશેન થવાં લાગ્યાં. સરસ્વતીના અનન્ય ઉપાસક ગુરૂદેવ પ્રાકૃત, સંસ્કૃત, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, આગમછેદ-ગ્રંથ-કમ્મપડિ, હિન્દી-ગુજરાતી ભાષા પર અધિકાર ધરાવનાર એમની કલમ “શ્રી સિદ્ધ હેમુલઘુવૃત્તિ પર ૫-૬-૭ અધ્યાયની ગુણરત્નાવૃત્તિ રૂપે અવતરિત થઈ. તેઓ મોટા મોટા ગ્રંથો સરળ ભાષામાં ભણાવે છે. એમણે “કમ્મપડિ'ની ગુજરાતી ટીકા પણ લખી છે. શ્રી મહાવીર પરંપરાના મહાન તપોમૂર્તિ જૈનદર્શનમાં તપને કર્મોની નિર્જરાનું સર્વોત્તમ સાધન માનવામાં આવે છે. એમનું સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપી તપસાધનામાં લીન રહ્યું છે. શ્રી ભગવતીજી સુધીનાં યોગોદ્રહન, વર્ષીતપ, ૬૯ વર્ધમાન તપની ઓળી, શ્રી સિદ્ધગિરિજીની ચૌવિહાર છઠ્ઠપૂર્વક સાત યાત્રા, વર્ધમાન વિદ્યા સૂરિમંત્રની પાંચે પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા પર્વતિથિની વિશેષ તપસ્યાઓની એમની નિયમિત આરાધના ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે. નાના દેહમાં વિપુલ જ્ઞાનનો સાગર ધરાવનાર એમની સંઘયાત્રા સ્વોપકાર અને પરોપકાર રૂપી “તિનાણે નારયાણં' ભાવને અભિવ્યક્ત કરતી જીવનસરિતાના કિનારાઓને રેલમછેલ કરતી કલ્યાણપથ પર આગળ વધી રહી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy