SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા વ્યાવરિક નવમા ધોરણ સુધી ભણ્યા. તેઓ શાળામાં પણ પ્રથમ નંબરે આવતા હતા. એમની અવિરત સાધનાનું જ આ પરિણામ છે કે એમની નિશ્રામાં મોટાં શાસનપ્રભાવક કાર્યો, ઉપધાન વગેરે થયાં છે. એમની નિશ્રામાં મહોત્સવો જે શાંતિ, એકતા, સંતોષ અને ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થાય છે, એમના પ્રેરણાસ્રોત પોતે જ છે. સરળતા, સ્મિત લહેરાવતી સૌમ્યતાનો જ આ પ્રભાવ છે કે સદ્ભાવનાની પુનીત ધારા પ્રવાહિત થઈ સૌને આનંદથી પલ્લવિત કરી દે છે અને ભવ્યાત્માઓનાં મન મોહી લે છે. આવા અનન્ય સંઘ અને શાસનના ઉત્કર્ષના ઉચ્ચા વિચારધારી સાધક અને સિદ્ધ પુરુષ તરફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવામાં શબ્દોની શક્તિ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. ધર્મનિષ્ઠ તપોધન આપને ધર્મની સાથે જ ધર્મની વસિયત કૌટુંબિક પરંપરા રૂપે મળી હતી. એમનાં માતા-પિતા, ભાઈ-બહેન સમગ્ર પરિવાર પ્રવ્રજ્યાના પાવન પથ પર અગ્રેસર થઈ ધર્મશાસનને અલંકૃત કરવામાં સફળ રહ્યો છે. સમગ્ર પરિવાર સાથે રાજસ્થાનની સુપ્રસિદ્ધ પાવન પિંડવાડાની ધન્યધરા પર જન્મી વિ.સં. ૨૦૨૫માં વૈશાખ સુદ સાતમે પિતા ગુરુદેવની સાથે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી કમલરત્નવિજયજી મ.ના સુશિષ્ય બન્યા. એમણે પૂ.આ. ભ. શ્રી ગુણરત્ન સૂ.મ.ની પાવન નિશ્રામાં ૧૫ વર્ષ રહીને એમના જમણા હાથ તરીકે સેવા કરી તેઓ ગુણબાહુ નામે પ્રખ્યાત થયા અને પૂજ્યશ્રીની પૂર્ણ સેવાની સાથે સાથે કુશાગ્ર બુદ્ધિ તથા ગુરુદેવોની કૃપાથી જૈન તેમજ જૈનેત્તર ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું અને ન્યાય-વ્યાકરણ, આગમગ્રંથોના વિદ્વાન બન્યા. વિ.સં. ૨૦૫૧માં પૂજ્યશ્રીને પૂ.આ.ભ. શ્રી રવિપ્રભસૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સૂ.મ. વગેરેએ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ગણિ પદથી વિભૂષિત કર્યા. રાજસ્થાન પ્રદેશનું એ પરમ સૌભાગ્ય છે કે પૂજ્યશ્રીની દીક્ષા-વડી દીક્ષા આજ પ્રદેશમાં થઈ અને પંન્યાસ પદનું અલંકરણ પણ આજ પ્રદેશમાં થયું. પૂજ્યશ્રીનાં શાસનપ્રભાવક સત્કાર્યો આપણને આકર્ષિત કરે છે. આ પ્રદેશમાં વિચરણ કરીને પૂજ્યશ્રીએ સદ્ધર્મની જ્યોત પ્રજ્વલિત કરી છે. એ ભૌતિકતાથી સંત્રસ્ત અર્થાત્ સાંસારિક ધૂંધળા પદને આલોકિત કરી તેને દિશા નિર્દેશમાં સહાયક બની રહી છે. આપની કાચી દીક્ષા વખતે મુનિશ્રી દિવાકરવિજયજી નામે ઘોષિત થયા હતા. હકીકતમાં તેઓ દિવાકરની માફક આલોકિત થઈને આપણા પથને પ્રકાશિત કરવાની કૃપા કરતા રહેશે. Jain Education International For Private ૫૯૩ જ્ઞાન અને વૈરાગ્યનો સુયોગ બંધુબેલડીએ આજ અપ્રાપ્ય શ્રીસિદ્ધ હેમલઘુવૃત્તિની સંપૂર્ણ વૃત્તિ ગુણરત્નાવૃત્તિ જેવી નવી ટીકા રચી અભ્યાસુઓને સુવિધા કરી આપી છે. એમના ઉપદેશથી આજ સુધીમાં ૩૧ હજારથી પણ વધારે પુસ્તકો છપાઈ ચૂક્યાં છે. સન્માર્ગ પ્રકાશનથી પ્રકાશિત સંસ્કૃત જૈન પ્રવચન પ્રથમ પ્રતને સંશોધિત કરવાનું શ્રેય પણ એમને મળે છે. આપનાં પ્રસન્ન મુદ્રા અને શાંત સ્વભાવ સર્વને આકર્ષે છે. તેમનો જન્મ, દીક્ષા, પંન્યાસ પદવી રાજસ્થાનમાં થવાના કારણે તેઓ પણ રાજસ્થાનનું રત્ન છે. એમણે ૧૩ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમના નાનાભાઈએ ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને નાની બહેન તેમ જ મોટી બહેને ૯ વર્ષ તેમ જ ૧૮ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમની અનુકરણીય અને અનોખી એવી ગુરુભક્તિ હતી કે તેઓ તેમના પરોપકારી દીક્ષા-શિક્ષાદાતા ગુરુદેવ વગેરેની નિશ્રામાં ચોવીસ વર્ષ સુધી રહ્યા. દીક્ષા પછી પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિ મ.ની સેવામાં ૧૫ વર્ષ સુધી રહ્યા. સેવાને જીવનમંત્ર બનાવ્યો અને સેવા માટે જ એમનાં રોમરોમમાં એવી દિવ્યતા ભરી હતી કે એમણે અનેક આકર્ષણોનો પણ ત્યાગ કર્યો અને ક્યારેય દૂર ન ગયા. ધન્ય છે એમની ભક્તિ! ધન્ય છે એમનો સમર્પણભાવ! આદરણીય મહાપુરુષ યુવાનોને ગમે એવી રોચક શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાને કારણે પૂજ્યશ્રી અત્યંત લોકપ્રિય થયા છે. કાર્યદક્ષતાથી શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. રુક્ષ-સૂકો રણપ્રદેશ એમના વિચરણ અને ઉપકારથી ધર્મપ્લાવિત બન્યો છે. મંડવારિયા–દીક્ષા, પિંડવાડા–દીક્ષાથી એમની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે. આમ શ્રી જિનેશ્વર દેવના શાસનને તથા સદ્ધર્મને એમણે અક્ષુણ્ણ બનાવી દીધો છે. એમનાં અનેક ગુણોનું અને પછાત હિન્દીભાષી દેશની અંધકારમય ભૂમિને પ્રકાશ તરફ લઈ જનારી પ્રવૃત્તિનું અમે સમ્માન કરીએ. ગુલાબનાં ફૂલોની સેજ પર ચાલવું સરળ છે. પરંતુ કાંટાઓની તીવ્ર વેદના સહી એના પર ચાલનારા તો ગણ્યીગાંઠી વ્યક્તિ જ મળે છે. અણધારી અને કષ્ટપ્રદ પરિસ્થિતિઓને પાર કરવાનો બનાવ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આજ આપણી સામે પણ એવો જ આશ્ચર્યકારક બનાવ બન્યો છે. છેલ્લાં ત્રીશ વર્ષોથી અપૂર્વ કષ્ટ સહન કરી હિન્દીભાષી પ્રદેશો કે જ્યાં જિનવાણી–વર્ષાના અભાવે દેવદ્રવ્ય, શાસ્ત્રીય સત્ય અને ધર્મનાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy