SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પિરવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો. એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. દીક્ષા સમયે પૂ. આગમપ્રજ્ઞ આ.દેવ શ્રી વિજયજંબૂ સૂ.મ., (પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ., પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુ સૂ.મ.,) પ.પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી ગુણરત્ન સૂ.મ. તે વખતે મુનિ હતા (એ વખતે પંન્યાસ, મુનિરાજ) વગેરે વિશાળ પરિવાર સાથે ઉપસ્થિત હતા. ગૌરવમય પરિવાર : પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છેઃ ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી કિસ્તુરચંદજી, ૩. પુખરાજજી કિસ્તુરચંદજી, પુત્રી−૧. સંતીબહેન, ૨. પંકુબહેન. પૂ. ગુરુદેવના ચાતુર્માસ સ્થળો નાગૌર, માંડવલા, ચાં મોકલસર, ગઢસિવાના પિંડવાડા, તખતગઢ, મંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ, પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ, મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર, આષ્ટા, ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગર-મુંબઈ, ભાયંદર, પાલીતાણા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરેલ છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ સંત શિરોમણિ એમના વાત્સલ્યભાવના કારણે મૈત્રી અને કરુણાની એમના દ્વારા એવી અજસ્ર ધારા વહી રહી છે, જે રાષ્ટ્ર અને સમાજનું કલ્યાણ કરતી નિરંતર પ્રવાહમાન છે. અદ્ભુત વ્યક્તિત્વ સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સજ્ઞાન અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની અનુભૂતિ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ભાઈબહેનો ચોમાસે રહેલ છે. તેનું આયોજન મુંબઈના ભાઈઓ તરફથી છે. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન શરૂ થશે અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧-૨૦૦૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થશે. ઉપધાન અને નવાણું માટે બધાને નિમંત્રણ આપી રહ્યાં છે. ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થશે. ચૈત્રી ઓળી જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈનગરમાં પૂજ્યોની નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થશે. પ.પૂ. આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા. પ.પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી મ.નો જન્મ વિ.સં. ૨૦૧૧ના શ્રાવણ સુદ-૭, તા. ૧૨-૭-'૫૫ના બપોરે બે વાગ્યે પિંડવાડામાં કાલિદાસજીના ઘેર કમળાબેનની કુક્ષિએ થયો. હિન્દીપ્રદેશ અને મરુ દેશની સુક્કી અને દુર્ગમ ભૂમિમાં વિચરણ કરવું અને અજ્ઞાનાંધકાર તળે દબાયેલા જીવોના જીવનપથને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરવો એ કેટલું કિઠન અને દુષ્કર કાર્ય છે. આવા પ્રદેશમાં સતત વિચરવું, ધર્મ પ્રભાવના કરવી અને ધર્મપ્રકાશથી આ પ્રદેશને પ્રકાશિત કરવો. આકરી કસોટી અને આકરી સાધના છે, જેણે એમની યશપતાકાને ગગનની ઊંચાઈએ લહેરાતી કરી છે. એમના વિશાળ લલાટ અને ચમકતું કપાળ ભાવિના કોઈ અકલ્પ્ય સંકેત આપે છે. તેઓ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy