SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૧ તવારીખની તેજછાયા ધન્ય પિંડવાડાા. ધન્ય કિસ્તુરચંદજી પરિવાર ! રત્નોની ખાણ પિંડવાડામાં. એક જ પરિવારમાં છ દીક્ષાઓ : પિંડવાડા (રાજસ્થાન) જિલ્લા સિરોહીની પવિત્ર ધરતી પર કિસ્તુરચંદ્રજી હંસરાજજી જેનને ત્યાં વિ.સં. ૧૯૮૭, ભાદરવા વદ-૭ના દિવસે પુત્રરત્નનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું કાલિદાસ. કાલિદાસ યુવાન થતાં મગનલાલજી પનેચંદજી મરડિયાની સુપુત્રી કમળાબહેન સાથે લગ્ન થયાં. તેમને બે પુત્રો દિનેશકુમાર કાલિદાસ, વીરેન્દ્રકુમાર કાલિદાસ તથા બે પુત્રી વસંતકુમારી કાલિદાસ અને લલિતાકુમારી કાલિદાસ એમ ચાર સંતાન થયા. તેઓએ ૩૨ વર્ષની વયે સજોડે બ્રહ્મચર્ય લીધું અને કાલિદાસભાઈ પોતાના પરિવારના છ સભ્યો સાથે વિ.સં. ૨૦૨૫, વૈશાખ સુદ-૭ના દિવસે જન્મભૂમિ પિંડવાડામાં જ પરમ પૂજ્ય આગમપ્રજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજંબૂસૂરીશ્વરજી મહારાજાના વરદ્હસ્તે વિશાળ સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં ચારિત્ર અંગીકાર કરી પૂ. મેવાડદેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજશ્રી કમલરત્નવિજયજી મ. બન્યા. બંને પુત્રો પિતાના શિષ્યો બન્યા. માતા કમળાબહેન પ.પૂ. કર્મસાહિત્યનિષ્ણાંત આ.દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં સંસારી બહેન પૂ. સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મ.સા.નાં શિષ્યા બન્યાં. બંને પુત્રી માતાની શિષ્યા બની અને નીચે મુજબ નામે જાહેર થયાં. ૧. પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ.સા., ૨. પૂ. મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૧), ૩. પૂ. મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૪), ૪. પૂ. સાધ્વીજી કિરણપ્રજ્ઞાશ્રીજી મ.સા., પ. પ.પૂ. સાધ્વી શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૦૭ અને ૬. પ.પૂ. સાધ્વીજી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. (જન્મ : વિ.સં. ૨૦૧૬) ઉપરોક્ત ત્રણે મુનિઓનાં ગણિ પદ શત્રુંજય તીર્થ પર વિ.સં. ૨૦૫૧માં થયાં. ગણિ પદના યોગ ૫.૫. પરમકૃપાળુ આ. દેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં થયા. ગણિવર્યશ્રી કમલરત્નવિજયજીનાં પંન્યાસઉપાધ્યાય પદ ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫૨માં થયાં અને આચાર્ય પદ વિ.સં. ૨૦૧૩માં શિવગંજમાં પ્રદાન થયું. મુનિરાજ શ્રી દર્શનરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી વિમલરત્નવિજયજી મ.સા.નાં પંન્યાસ પદ શિવગંજમાં વિ.સં. ૨૦૫૩માં થયાં અને આચાર્ય પદ વિ. સં. ૨૦૫૪મા આનંદધામમાં થયું. આ. શ્રી દર્શનરત્નસૂરીશ્વરજી મહારાજ અને આ. શ્રી અજિતરત્નસૂરીશ્વરજી મ.ના નામે જાહેર થયા. હાલમાં સમગ્ર પરિવાર સુવિશાળ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયમાં મહાન શાસનપ્રભાવના કરી રહ્યો છે. સાધ્વીજી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી પ્રવર્તિની બની લગભગ ૭૨ સાધ્વીજીનું યોગક્ષેમ કરી રહ્યા છે. પ.પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મહારાજા વર્ધમાનતપની ૧૦૦ ઓળી કરી વર્ધમાન તપોનિધિ બન્યા. તેમના ભાઈના પૌત્ર વિકાસકુમાર પણ વિ.સં. ૨૦૧૬માં દીક્ષિત બની મુનિરાજ શ્રી દીપકરત્નવિજયજી બન્યા અને આ. અજિતરત્નસૂરિજીના શિષ્ય બન્યા. રાજસ્થાનરત્ન ૧૦૦ + ૪ વર્ધમાન ઓલીના તપસ્વી પ.પૂ. ગુરુદેવ આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા. A ) BK ( 1 ) RT 1 મહાપુરુષો ધરતીનાં આભૂષણો હોય છે, એમનું સમગ્ર જીવન આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. એમણે પોતાનું જીવન માનવસમાજમાં માનવીય મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા માટે અર્પણ કર્યું હોય છે. પૂજય ગુરુદેવનાં કરકમળો દ્વારા અનેક પ્રતિષ્ઠા, ૬૦ દીક્ષા થઈ. જન્મ અને સંયમ સ્વીકાર : એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy