SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૮ ચતુર્વિધ સંઘ શ્રી નવકાર જાપ-યોગમાં ઘણી ગતિ મળી. જિનભક્તિ, નવકારજાપ, આયંબિલ તપ (વર્ધમાન તપની ૬૩ ઓળી) સાથે પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મ.ના સાનિધ્યમાં ચારિત્રજીવન યોગ ગ્રહણશિક્ષા આસેવન શિક્ષાની કેળવણી પ્રાપ્ત કરી. ચાર પુણ્યાત્માઓએ સંસારત્યાગ કરી તેઓશ્રીનું શિષ્યત્વ મેળવ્યું. આજ તેઓ ઘર-ઘરને ઘટ-ઘટમાં શ્રી નમસ્કાર મહામંત્રના અનેકવિધ આયામો દ્વારા સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. હાલ તેઓશ્રી ૧૦ વર્ષમાં ૧૦૦ અબજ નવકારજાપ કરાવવાના સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. * આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. બે ભાઈઓ, બે ભત્રીજા, એક ભાણેજ બહેન ઇત્યાદિની દીક્ષા. * પૂ. મેઘચંદ્રસાગરજી મ. સપરિવારે દીક્ષા લીધી છે. પૂ.આ. શ્રી નિરંજનસાગરસૂરિજી મ. પિતા, પોતે, ભાઈ, બહેન, બા વગેરેની દીક્ષા. પૂ.આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી હંસસાગરસૂરિજી મ., પૂ. મુનિચન્દ્રસાગરજી મ. સા., શ્રી વિદ્યાશ્રીજી મ. સા., શ્રી અંજનાશ્રીજી મ. આદિ પરિવાર આખો. પૂ. આ.શ્રી દર્શનસાગરસૂરિજી મ. ભાઈભત્રીજાદિ પરિવાર. પૂ. નિત્યોદયસાગરસૂરિજી મ., પૂ. આ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી મ.સા., પૂ. પૂજ્યપાલસાગરજી મ. ઇત્યાદિ અનેક આ પરિવારમાં દીક્ષિત છે. પૂ. આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. તેમના પિતાશ્રી, તેમના ભાઈ, તેમની બહેન ઇત્યાદિની દીક્ષા. પૂ. આ.શ્રી રત્નશેખરસાગરસૂરિજી મ.સા., ત્રણ ભાઈઓ, પિતા વગેરે પરિવાર. * પૂ. સા.શ્રી નિરંજનાશ્રીજી, નિત્યાનંદશ્રીજી, જિતેન્દ્રશ્રીજી આદિ સાત બહેનોની દીક્ષા. પૂ. આ.શ્રી રામચંદ્રસૂરિ સમુદાયમાં પૂ. પં.શ્રી વજસેનવિજયજી મ., પિતા પૂ. મહાસેનવિજયજી મ., કાકા પૂ.આ. શ્રી કુન્દકુન્દસૂરિજી આદિ. પૂ. આ.શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ. (પરિવારોની સંયમયાત્રા. * પૂ. આ. લલિતશેખરસૂરિજી મ–પૂ. આ.શ્રી વીરશેખરસૂરિજી મ. પૂ.આ. શ્રી રાજશેખરસૂરિજી મ. (પરિવાર)ની સંયમયાત્રા પૂ. આ.શ્રી રત્નભૂષણસૂરિજી મ. તેમના પિતા મહારાજ સા. તેમના ભાઈ મહારાજ સા. વગેરે. (૧) મુનિરાજ શ્રી હેમહર્ષવિજયજી મ. મહારાજા શ્રેણિકના સુપુત્ર બુદ્ધિનિધાન શ્રી અભયકુમારના મોસાળ તરીકે પ્રસિદ્ધિ પામેલ બેનાતર (બેણપ) નગરના નિવાસી ગાંધી ભીખાલાલ સગાળચંદના સૌથી નાના ત્રીજા નંબરના સુપુત્ર શ્રી રમણિકલાલનો જન્મ વિ.સં. ૨૦૦૮ના થયેલ. વારસામાં મળેલા ધર્મના સંસ્કારો મુજબ ધર્મારાધના કરતાં કરતાં સુશ્રાવિકા પ્રભાવતીબહેન સાથે સંસારના મંડાણ થયા. લગ્નજીવનના ફળસ્વરૂપે ચારચાર સંતાનોની પ્રાપ્તિ થઈ. (૧) પીયૂષકુમાર, (૨) ભાવિનકુમાર, (૩) શિલ્પાકુમારી, (૪) હેતલકુમારી બેણપ છોડી ધંધાર્થે રાધનપુર પરિસરમાં સરકારપુરા ગામમાં આવ્યા. ત્યાંથી ધર્મારાધના આદિ નિમિત્તે રાધનપુરમાં વસવાટ કર્યો. પૂ. ગુરુભગવંતોનાં દર્શન-વંદન-પ્રવચનશ્રવણે ધર્મના સંસ્કારો વધુ જાગૃત બન્યા. તેમાં પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરના પ્રશિષ્યરત્ન સમતાસાગર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજસેન વિજયજી મ.સા. આદિ ઠાણાનું વિ.સં. ૨૦૪૨માં રાધનપુર ચાતુર્માસ થયું. તેવા વખતે પીયુષને ઉપાશ્રયે ભણવા મોકલે, માંડ માંડ ભણે. રમે એમ કરતાં કરતાં વિહારમાં સાથે મોકલ્યો પરંત બેમકામ બાદ તો છોકરાને પરત (પાછો) લઈ આવ્યો તેમાં માતાએ માંગણી કરી પાછો લાવ્યો. સ્કૂલમાં ભણાવ્યો. દુકાને બેસાડ્યો, પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy