SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. તવારીખની તેજછાયા પૂજ્ય મુનિરાજ કલ્યરત્નવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : કિરીટકુમાર, માત-પિતા : રંભાબેન માણેકલાલ શાહ, વતન : રાધનપુર (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, ગુરુ : આચાર્ય મિત્રાનંદસૂરિજી મહારાજ, શિક્ષણ : ૨ઉંઉં કૈ દીક્ષીત પરિવાર : બહેનો : (૧) સાધ્વી વિચક્ષણાશ્રીજી, (૨) સાધ્વી વિશ્વનંદાશ્રીજી, (૩) સાધ્વી વિશ્વયશાશ્રીજી, (૪) સાધ્વી વિશ્વવિભાશ્રીજી, (૫) સાધ્વી વારિષેણાશ્રી મ. (વાગડસમુદાય), વિશેષતા : સરલ સ્વભાવ, સેવાભાવી પ્રવચનકાર, સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સાહિત્યના સંપાદક. પૂજ્ય મુનિરાજ કુલબોધિવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : કુમારપાળ, માત-પિતા : નયનાબેન કિરીટભાઈ સંઘવી, વતન : નડિયાદ (ગુજરાત), ગુરુ : પન્યાસ વરબોધિવિજયજી મ.સા., શિષ્ય સંપદા : ૧, શિક્ષણ : ૫ ધોરણ, દિલીત પરિવાર : પિતા : મુનિ કૈવલ્યબોધિવિજયજી મ., ભાઈ : મુનિ પધ્રબોધિ વિ.મ., માસીયાઈ ભાઈ : મુનિ વિમલબોધિ વિ.મ., માતા : સાધ્વી નિરાગરસાશ્રીજી, બહેનો : સાધ્વી પરાગરસાશ્રીજી, સાધ્વી શાસનરસાશ્રીજી, મામાની બહેન : સાધ્વી આગમરસાશ્રીજી, વિશેષતા : બાલવયે દીક્ષિત, બાદ સમગ્ર કુટુંબ દીક્ષિત, સારા પ્રવચનકાર, શાસ્ત્રજ્ઞ, ગુરુસેવાકારી. પૂજ્ય પંન્યાસ ચશોરત્નવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : જયંતિલાલ, માત-પિતા : ટીપુબાઈ ભૂરમલજી ભંડારી, વતન : તખતગઢ (રાજસ્થાન), નિવાસસ્થાન : પંચગીની, શિષ્ય : ૨, શિક્ષણ : ૧૦ ધોરણ, ગુરુ : પંન્યાસ પુણ્યરત્નવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ તથા ભત્રીજી દિક્ષીત, વિશેષતા : ન્યાયશાસ્ત્ર-તર્કશાસ્ત્ર-કર્મશાસ્ત્ર નિષ્ણાત-સ્વાધ્યાય રસિકતા-પ્રવચનકાર. - પૂજ્ય પંન્યાસ હરિકાંતવિજયજી મહારાજ ગૃહસ્થી નામ : હેમંતકુમાર, માત-પિતા : સરલાબેન સુરેશચંદ્ર શાહ, વતન : મણુંદ-પાટણ પાસે, (ગુજરાત), નિવાસસ્થાન : અમદાવાદ, શિષ્યાદિ સંપદા : ૧, શિક્ષણ : ૭ ધોરણ, દીક્ષિત પરિવાર : પિતા : મુનિ શ્રી સૂર્યકાંત વિ. મ.સા., ભાઈ મુનિ રવિકાંત વિ.મ., માસીયાઈ ભાઈ : મુનિ સત્યકાંત વિ. મ.સા., માતા : સ્વ. સાધ્વીશ્રી શીલવર્ધનાશ્રીજી, બહેન : સાધ્વી (સ્વ. સમુદાય), વિશેષતા : બાલવયેદીક્ષા, ૧ વર્ષ બાદ સમગ્ર કુટુંબ દિક્ષીત, ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજના સેક્રેટરી, આજીવન ગુરુ ચરણોપાસક, જ્યોતિષશાસ્ત્રવિદ્, શાસ્ત્રજ્ઞ. સમગ્ર પરિવાર-સંયમયાત્રાની શેષ વિશેષ માહિતી શ્રી સાગરાનંદસૂરિ સમુદાય : સીઝનની પ્રથમ કેરી દેરાસરે જ જાય, રસોઈનો પ્રથમ થાળ ભગવાનને ચઢે, મીઠાઈનો પ્રથમ ટુકડો પ્રભુને જ અર્પણ થાય એમ પરિવારનો પ્રથમ પુત્ર જૈનશાસનને જ અર્પિત થાય એવા સંસ્કારવાળા બિપિનચંદ્ર શાંતિલાલ શાહના પરિવારમાં પ્રથમ પુત્ર તરીકે લીનેશ નામના લાડલા કુંવરનું શુભાગમન થયું. જેનાં માતા ચંદ્રિકાબહેન અને પિતા બિપિનભાઈ જ્યારે લગ્નગ્રંથિથી જોડાણા અને તુરત જ ઈદોર મુકામે બાંધવ ત્રિપુટી પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મ., પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. અને પૂ.આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિ મ. (બિપિનભાઈના ત્રણેય ભાઈમહારાજ થાય.) ને વંદનાર્થે ગયા કે “સાહેબજી તમે તરી ગયા અને અમે રહી ગયા.” ત્યારે ઉપરોક્ત ત્રણેય પૂ. આચાર્યોની પ્રેરણાથી તે નવદંપતી પ્રતિજ્ઞાબદ્ધ બન્યા કે અમારે ત્યાં અવતરનાર પ્રથમ પુત્રને શાસનને સમર્પિત બનાવવા સંયમમાર્ગે વાળીશું. આવી સંકલ્પશુબ્રતા બાદ જેમનું ગર્ભાધાન થયું, એવી જ ઉજ્વલતા સાથે ગર્ભમાં ઉછેર થયો, સ્કૂલમાં માત્ર પાંચ ધોરણના પ્રાથમિક અભ્યાસ બાદ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાના મહેસાણામાં ધાર્મિક અભ્યાસ થયો. ૧૪ વર્ષની ઉંમરે છાણી મુકામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. આગમવિશારદ પૂ. શ્રી અભયસાગરજી મહારાજના શુભ હસ્તે મુનિ લબ્ધિસાગર મહારાજ નામ પ્રાપ્ત બન્યું. ચારૂપ તીર્થે પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના સહવાસમાં શ્રી નમસ્કાર મહામંત્રના જાપની સવિશેષ પ્રેરણા મળવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy