SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૮૯ પૂર્વના સંસ્કારે પાછો મ.સા. પાસે ભણવા મોકલ્યો તેમાં સાથે સાથે મોટી સુપુત્રી શિલ્પાને પણ વાગડ સમુદાયના સુવિશુદ્ધ સંયમી પૂજ્ય સા. શ્રી કુમુદશ્રીજી મ.સા.ના સાનિધ્યમાં ભણવા મોકલી. અન્ને બન્ને સુસંયમીઓના સાંનિધ્યમાં ભણતાં ભણતાં બન્ને ભાઈબહેનને વૈરાગ્યનો ભાવ પેદા થયો અને માત-પિતાએ ઉદારતા દાખવી વિ.સં. ૨૦૫૪ મહા સુદ ૬ના હાલાર તીર્થધામની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સૂરિપ્રેમના નંદન તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ મહારાજશ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે દીક્ષા અપાવી. પીયૂષભાઈ–પૂ. મુનિશ્રી હેમપ્રભ વિજયજી મ.સા.ના શિષ્ય પૂ. મુ. શ્રી હર્ષકીર્તિવિજયજી મ. શિલ્પાબહેન—પૂ. સા. શ્રી પુણ્યરત્નાશ્રીજી મ. બન્યાં. આ પ્રસંગને લઈને નાનાભાઈ-નાનીબહેન “અમારે પણ બસ દીક્ષા જ લેવી છે. અમારે લગ્ન કરવાં જ નથી તેવી વાત કરવા લાગ્યાં. કોઈ લગ્નની વાત કરે તો ઝઘડો કરે, “મારે તો દીક્ષા જ લેવાની છે. લગ્ન કરવાનાં નથી” ત્યારે માત-પિતાએ પણ વિચાર કર્યો કે જો સંતાનો દીક્ષા લે તો આપણે શા માટે સંસારમાં રહેવું. તેથી તેઓ પણ ગુરુમાના સંસર્ગમાં દીક્ષાની ભાવનાથી રહેવા લાગ્યાં. ધંધો સમેટી લઈ વહેલામાં વહેલી દીક્ષા લેવાય તેવા ભાવમાં રમતા રહ્યા. પૂ. ગુરુ ભ.ની પરીક્ષામાં પાસ થતાં પુત્રપુત્રી સાથે બન્ને જણને ગુરુ મહારાજે દીક્ષાગ્રહણની સંમતિ આપી અને પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજયહેમભૂષણ સૂરીશ્વરજી મહારાજાએ આપેલા વિ.સં. ૨૦૬૧, મહા વદ-૭ના મુહૂર્તો તથા પૂજ્યપાદ મધુરભાષી આ.ભ. શ્રી વિજયકલાપ્રભ સૂરીશ્વરજી મ.સા. પણ તે જ મુહૂર્ત પ્રદાન કરી દીક્ષાની સંમતિ આપી. “છોકરાઓને તો દીક્ષા બહારગામ અપાવી પરંતુ અમારે તો આ પ્રસંગ શાસનપ્રભાવક બને તેવી ઘર આંગણે જ દીક્ષા લેવાની ભાવના છે તેથી રાધનપુર નગરમાં જ દીક્ષા નક્કી નથી” તેમાં પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ આ.ભ. શ્રી નરચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પૂજ્યપાદ સમતાસાગર પંન્યાસપ્રવર વજસેન વિ.મ.સા., વિદ્વર્ય પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી ધુરંધર વિ. મ.સા. પરમ પ્રભુભક્ત પૂજ્યપાદ ગણિવરશ્રી તીર્થભદ્ર વિજયજી મ.સા. આદિની શુભનિશ્રામાં પંચાહ્નિકા મહામહોત્સવ પૂર્વક શાસનપ્રભાવના દીક્ષા ગ્રહણ કરેલ. રમણિકભાઈ-પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી વજ્રસેન વિજયજી મ.સા.ના શિષ્ય પૂજ્ય મુનિવરશ્રી હેમહર્ષ વિજયજી મ. ભાવિનકુમાર (ચિન્ટુ) પોતાના મોટાભાઈ મ.સા., પૂજ્ય મુનિરાજશ્રી હર્ષકીર્તિ વિજયજી મ.ના શિષ્યમુનિરાજ શ્રી હેમકીર્તિ વિજયજી મ. પ્રભાવતીબહેન-વાગડ સમુદાયમાં પૂ. સાધ્વીજી શ્રી પદ્મરેખાશ્રીજી મ., હેતલકુમારી-વાગડ સમુદાયમાં બા મ.સા., પૂ. સાધ્વીજી શ્રી પદ્મરેખાશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી પુણ્યરેખાશ્રીજી તરીકે જાહેર થયાં. પૂ. આ. નેમિસૂરિ સમુદાયમાં * પૂ.પં. શ્રી જયભદ્રવિજયજી મ. આદિ ત્રણ ભાઈઓ, બા મહારાજ * પૂ.સા. શ્રી રાજીમતીશ્રીજી મ., સન્મતિશ્રીજી મ. આદિ બહેનો. આ. ભક્તિસૂરિ સમુદાયમાં * પૂ.સા.શ્રી ભાનુચંદ્રસૂરિ મ. આદિ ભાઈ, બહેનો, પિતા વગેરે. પૂ. આ. લબ્ધિસૂરિ સમુદાયમાં * પૂ.આ.શ્રી વારિષણસૂરિ મ.સા. અને તેમના ભાઈઓ પૂ.આ. કલાપૂર્ણસૂરિ સમુદાયમાં * સા. શ્રી જયદર્શિતાશ્રીજી, જયરેખાશ્રીજી, જ-જ-જ વાળા છ કે સાત બહેનો. Jain Education International For Private શ્રી બાપજી મળ્યા સમુદાયમાં પૂ. પં.શ્રી ભાગ્યેશવિજયજી મ., ચંદ્રયવિજયજી મ., મહાયશવિજયજી મ., ચાર બહેનો, બા ઇત્યાદિની દીક્ષા. પિતાશ્રી ગુલાબચંદભાઈ, જન્મભૂમિ-સુરત, ગુરુદેવપૂ.આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ., નામ : પૂ. મુનિરાજ શ્રી સદ્ગુણાનંદવિ.મ., પુત્રીઓ : શ્રી ચંદ્રકળાબેન-કાન્તાબેન, જન્મભૂમિ : સુરત, ગુરુદેવ : પૂ.સા. શ્રી દમયન્તીશ્રીજી મ., નામ : પૂ.સા. ચંદ્રપ્રભાશ્રીજી મ. પૂ.સા. કનકપ્રભાશ્રી મ. આરાધનામાં ઊદ્યમથી રહેજો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy