SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ચતુર્વિધ સંઘ કપડાં ને સાફ કરવામાં અંશ માત્ર પણ દુર્ગચ્છા નહીં અને કાર્ય કરવાની આવડત ! નાનાનું કામ કરવામાં–ભક્તિ કરવામાં જરા પણ નાનપ નહીં, સ્વભાવ પણ સરળ, નિખાલસ. એવા પુન્યાત્મા પૂજ્યશ્રીએ ૧૭-૧૭ મહાત્માઓની સેવા સુશ્રુષા કરવાપૂર્વક સમાધિ આપીને અંતિમ નિર્ધામણા કરાવી છે. સાથોસાથ તપથી તો જાણે એમની કાયાને તપાવી જ નાખી છે આપણને અનુમોદના થાય તેવી તેમની જબ્બર તપશ્ચર્યા છે. જેમકે, ગૃહસ્થપણામાં ૫૧ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૩૨ ઉપવાસ, ૩૧ ઉપવાસ અને ૫ માસક્ષમણ, ૨૪ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૨૦ ઉપવાસ ૪ વખત, વર્ધમાન તપની ૪૬ ઓળીઓ......તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા–આ નવ્વાણું યાત્રા દરમ્યાન પાંચમાંથી ત્રીજા માસક્ષમણની શરૂઆત અને ગિરારાજ ઉપરનાં તમામ જિનબિંબો, પગલા આદિની સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ૨૮ દિવસમાં, ૨૮ ઉપવાસ અને ૩૩ જાત્રાપૂર્વક આ ગિરિરાજની ભવપૂજા તમામ પ્રતિમાની પૂજા પૂરા કુટુંબ સાથે કરેલ છે. સાધુપણામાં :-૩૧ ઉપવાસ અને ૫ માસક્ષમણ (તેમાંનું એક માસક્ષમણ ખંભાતથી સિદ્ધાચલ છ'રી પાલિત સંઘમાં સતત વિહાર અને ગિરિરાજની યાત્રા કરવાપૂર્વક તથા એક માસક્ષમણ-મહાનિશીથ સૂત્રના આગાઢ જોગમાં ગિરિરાજની તળેટીની ૯૯ યાત્રા કરવા પૂર્વક) ૨૧ ઉપવાસ-૧ વખત, ૨૦ ઉપવાસ-૨ વખત, વર્ષીતપ-૨, વર્ધમાન તપની ૪૭થી ૧૦૦ ઓળી અને બીજી વખત પાયો નાખી ૧ થી ૭૬ ઓળી, સળંગ ૨૦૦-૨૫૦-૩૦૦-૪૦૦-૪૫૦ આયંબિલ અનેક વખત તથા ૫૪૭-૫૨૨ આયંબિલ, હમણાં ચાલુ ૧૦૦૮ આયંબિલ (સળંગ) ૬૫ વર્ષની વય દરમ્યાન ૧૧-૧૦-૮ ઉપવાસ ૨૫થી અધિક વખત. ગિરિરાજની ૬ વખત ૯૯ યાત્રા, ૧૦ વખત ચોવિહાર છઠ્ઠ પૂર્વક ૭-૭ યાત્રા નવપદજી વીશસ્થાનક આદિ અન્ય અનેક તપશ્ચર્યા–આરાધનાઓ કરી છે. આમ, લગભગ કુલ ઉપવાસ ૧૭પ૧, કુલ આયંબિલ-૭૯૭૬ વિ. સં. ૨૦૫૫ સુધી. જેવી જબ્બર તપશ્ચર્યા સાથે ક્રિયામાં ગજબની અપ્રમત્તતા.......! ! આમાંનો મોટા ભાગના તમામ તપ પોતાના પરમગુરુદેવશ્રીની પાવનકારી નિશ્રામાં કરેલ છે. | સરળતા, નિખાલસતા, તપશ્ચર્યા આદિ ગુણોથી સજ્જ મુનિવરનાં સંસારી ધર્મપત્ની સાધ્વીજીશ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ ૯૩ મી વર્ધમાનતપની ઓળી કરીને જાણે સતીત્વના માર્ગને પવિત્ર કરી રહ્યાં છે વળી સુપુત્રરત્ન મુનિરાજ શ્રી મુક્તિયશવિજયજી મહારાજ, પૂજ્ય પિતા મુનિશ્રી સાથે પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની આજ્ઞાથી ૨૦૪૧થી ચાતુર્માસાર્થે જાય છે અને તેમાં રાધનપુર, પાદરા, અમદાવાદમાં અન્ય અન્ય ક્ષેત્રોમાં ૬, સાવરકુંડલા, વડનગર, તખતગઢ, લીંબડી આદિ સંઘોમાં ચાતુર્માસ કરીને સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. સુપુત્રી સાધ્વીજી રમ્યગુણાશ્રીજી મહારાજ પણ ઓળીઓ, માસક્ષમણ, ૧૦૮ અઠ્ઠમ પૈકી ૭૫ અટ્ટમ, ૧૫ ઉપવાસ કરવાપૂર્વક દરરોજ ગિરિરાજની યાત્રા આદિ તથા સ્વાધ્યાય આદિમાં મગ્ન છે. તપસ્વી મુનિનો મુખ્ય વિષય-પાઠશાળાનાં બાળકોને પ્રોત્સાહિત કરવાં અને અક્ષયનિધિ તપમાં આબાલવૃદ્ધોને જોડવા તે છે. એમની પ્રેમાળ લાગણીથી ભાવિકો સારી સંખ્યામાં જોડાય છે. કૃષ્ણનગરઅમદાવાદમાં ગત ચાતુર્માસ દરમ્યાન પાઠશાળામાં પ૨૫-૫૫૦ જેટલી વિશાળ સંખ્યામાં બાળકોને નવકારથી માંડીને પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ આદિ સૂત્રો કરાવવા સાથે સંસ્કારોનું સિંચન કર્યું હતું. પૂજ્યશ્રીને હાર્ટ આદિની તકલીફો હોવા છતાં મનોબળ એટલું મજબૂત છે કે જેથી સંયમ–તપ અને ક્રિયામાં અપ્રમતતા કેળવી શક્યા છે. આવા વિશિષ્ટ મહાત્મા પરમ પૂજ્ય, પરમોપકારી, ગચ્છાધિપતિશ્રીનાં પરમ કૃપા, આશા, આશીર્વાદથી અહીં-આપણા તીર્થમાં ગણિપદને ધારણ કરશે. તેમનું જીવન શાસનપ્રભાવનાપૂર્વક આત્મકલ્યાણના પંથે આગળ વધતું રહે અને આપણા જેવા પામર જીવોનું પણ ઉત્થાન કરે તેવી પ્રભુ પાસે પાર્થના! આવા સરળ સ્વભાવી, તપસ્વીરત્વ, વૈયાવચ્ચગુણધારી, મુનિવરશ્રીનાં ચરણોમાં ભાવભરી વંદના!! ખાનપુર જૈન છે. મૂ. પૂ. સંઘના અમદાવાદના સૌજન્યથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy