SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૦૯ મુનિ યશોવિજય બન્યા. વિ.સં. ૨૦૪પમાં તેઓની આચાર્ય પદવી થઈ. આ. યશોવિજયસૂરિજી મ. આજે સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. ભક્તિમાર્ગના ગૂઢ રહસ્યોને સરળતમ ભાષામાં રજૂ કરવાની આગવી કળા તેઓ ધરાવે છે. એમની વાચના શ્રોતાઓને ભક્તિભીના કરી દે છે. એમની વાચનાના દસ-પંદર પુસ્તકો બહાર પડ્યાં છે. આ. યશોવિજયસૂરિ મ.ના સંસારી પિતાશ્રી જયંતીભાઈ એન. લઘુબંધુ મહેન્દ્ર, માતુશ્રી કંચનબહેન, કાકાની દીકરી બહેનો મૃદુલા, તક્ષશિલા, પાંચેયની દીક્ષા વિ.સં. ૨૦૨૩ મહા સુ.-૧૦ ના થઈ. અનુક્રમે મુનિ જિનચન્દ્ર વિ., મુનિ મુનિચન્દ્ર વિ., સા. કલ્પલતાશ્રી, સા. મોક્ષરસાશ્રી, સા. તત્ત્વરસાશ્રી. મુનિ જિનચન્દ્રવિજયજી ૮૯ વર્ષની વયે પણ સુંદર આરાધના કરી રહ્યા છે. આ. મુનિચન્દ્રસૂરિજી શાસ્ત્રોનાં સંપાદન-સંશોધન કાર્યમાં વિશેષ રત રહે છે. ઘણા ગ્રંથો એમના દ્વારા સંપાદિત થયા છે. વિ. સં. ૨૦૩૩ વૈ. સુ. ૧૦ના આ. ૐકારસૂરિ મ.સા.ના સંસારી ભાઈ શાંતિભાઈના દીકરા રાજુની દીક્ષા થઈ ને મુનિ રાજેશ વિજય બન્યા. અત્યારે તેઓ ભગવતીસૂત્રના યોગ કરી રહ્યા છે. સં. ૨૦૬૧માં ગણિપદવીથી વિભૂષિત થશે. તપસ્વી મુનિવર જિનયશવિજયજી મહારાજના જીવનની અનુમોદના !! જન્મ-જીવન-મૃત્યુ એ સંસારચક્રનો એક ક્રમ છે. એમાં કોઈક પૂર્વના જબ્બર પુચોદયે આર્યદેશ તેમાં ગુજરાત પ્રદેશ અને તેમાં તીર્થો-સંતોની ધન્યધરા સૌરાષ્ટ્ર, તેમાં પણ દાદા નેમનાથ પ્રભુના ધામ ગિરનારની બાજુની તળેટીના ગામ ગળથમાં પિતા વિઠ્ઠલદાસ આણંદજીભાઈના ગૃહે, માતા લીલાવંતીબહેનની કુક્ષિએ, મહારાષ્ટ્રના આર્વી મુકામે જન્મ થયો અને નામ પડ્યું જયંતી. પ્રથમ શેગાંવ (મહારાષ્ટ્ર)માં અને પછી કુમાર વયે કુટુંબની જવાબદારીને કારણે જયંતીભાઈને વેપાર માટે કલકત્તા જવાનું થયું. હા, ધન માટે ગયા પણ જાણે ક્ષેત્ર સ્પર્શના મહાન હશે? કે જેથી કલકત્તામાં કલ્પતરુ જેવા હજારોના તરણતારણહાર, દીક્ષાના દાનવીર, પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પધાર્યા અને જયંતીભાઈ દર્શને અને દેશના સાંભળવા ગયા. પૂજ્યશ્રી તો હતાં. મોહનું ઝેર ઉતારનાર ગારૂડિક, દેશનાલબ્ધિ ગજબ કોટિની, જયંતીભાઈનું સંસારના મોહનું ઝેર ઊતરવા લાગ્યું. પણ, જવાબદારી કુટુંબનો આગ્રહ, જેથી સંસારના બંધને બંધાયા અને તરુલતાબહેન સાથે લગ્ન થયાં. અંતરમાં પડેલ વૈરાગ્યનું બીજ-ધીમે ધીમે વૃદ્ધિવંત બની રહ્યું હતું. પત્ની ધર્મપત્ની બન્યાં. પતિનાં પગલે ચાલવું તે જ તેમનું જીવન. કલકત્તામાં પૂજ્યપાદશીનાં વૈરાગ્યવર્ધક, મોહ ભંજક–૩-૩ વર્ષ સુધી સાંભળેલા વ્યાખ્યાનો તેમને સંસારમાંથી છૂટવા માટે ઉપકારક બનાવી રહ્યાં. કલકત્તા છોડી મુંબઈ આવ્યા. ભાવના થઈ. હું એકલો નહીં, બધાને આ સંસારમાંથી કાઢે અને તે માટે પૂજ્યપાદશ્રીની અંતરની લાગણી સતત સાનિધ્ય સાથે પરમ પૂજ્ય, ઉપાધ્યાયશ્રી ચારિત્ર વિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી મૃગાંકવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી એમને ઉત્તેજન મળ્યું અને અસાર એવા આ સંસારમાંથી વિ.સં. ૨૦૧૮ના મહાવદ દ્વિ-૯ના શુભ દિવસે ખંભાત મુકામે અલૌકિક તે વખતના સેંકડો વર્ષોનાં ઇતિહાસમાં રેકર્ડરૂપ એક સાથે ૨૪-૨૪ મુમુક્ષુઓમાં પોતાનાં ધર્મપત્ની તરુલતાબહેન, સુપુત્રો-મુકેશ-કીર્તિ અને સુપુત્રી રમિ સાથે સંયમ ગ્રહણ કરી પૂજ્યપાદશ્રીના ૫૦માં શિષ્યત્વને પામવા સભાગી બન્યા. નામ પડ્યું મુનિરાજ શ્રી જિનયશ વિજયજી સુપુત્રો-મુનિરાજશ્રી મુક્તિયશ વિજયજી, મુનિરાજશ્રી કુલયશવિજયજી, સાધ્વીજી મ. શ્રી તખ્તપ્રજ્ઞાશ્રીજી અને સુપુત્રી સાધ્વીજી શ્રી રમ્યગુણાશ્રીજી. સંયમની આરાધનાના પ્રાણ “આણા એ ધમ્મો’ ને જાણે જીવંત સ્વરૂપ આપી દીધું. પૂજ્યપાદ ગુરુદેવની આજ્ઞા એ જ જીવન બનાવ્યું અને પોતે તથા બાલમુનિઓએ સ્વાધ્યાય-તપ સાથે માંડલીનાં કાર્યમાં અગ્રેસર થઈને સહાયક બનતા રહ્યા, અને તે દ્વારા વર્તમાન કાળમાં અત્યંત મહત્ત્વનો ગુણ-વૈયાવચ્ચ ગુણ તેને આત્મસાત્ કર્યો. વયોવૃદ્ધ-ગ્લાન મહાત્માઓની ભક્તિમાં જરા પણ કચાશ નહીં એટલું જ નહીં પણ અંડિલ-માત્રુથી બગડેલા શરીર કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy