SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ 63 તવારીખની તેજછાયા પૂ. સા. શ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી જિનરત્નાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વાત્સલ્યમાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી વિરતિતમાળાશ્રીજી મ.સા. પૂ. સા. શ્રી આગમરસાશ્રીજી મ.સા. (ચંદ્રિકાબહેન) (જ્યોત્સનાબહેન) સેલવાસ (પૂર્ણિમાબહેન) (લીલાબહેન) (અલ્પાબહેન) મા. સુ. ૧૨ વૈ. વ. ૫ મ. સુ. ૧૦ મ. સુ. ૧૦ વૈ. સુ. ૬ Jain Education International ૨૦૩૮ ૨૦૩૯ ૨૦૪૦ ૨૦૪૦ ૨૦૫૨ ધન્ય છે આવાં મા-બાપને જેમણે પોતાના એકના એક દીકરાને સંયમ આપ્યું. ધન્ય છે આવા પરિવારને! જેના હૈયામાં ધર્મ પ્રત્યેની આવી અવિહડ શ્રદ્ધા છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ છે. આજે એ પરિવારના પાંચેય આત્માઓ પૂ. પં. શ્રી સંયમરતિવિજયજીગણિ, પૂ.પં.શ્રી યોગતિલકવિજયજીગણિ, પૂ. મુ.શ્રી આર્યતિલકવિજયજી મ.સા., સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ., સા. શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ.ના નામે સંયમજીવનની સુંદર આરાધના કરી રહ્યા છે. શાસ વ આ પરિવારને સહાય કરે એવી પ્રાર્થના.” દાઠાવાળા પરિવારે સાતમાંથી છ સભ્યો શાસનને રામર્પિત કર્યાં. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પંચતીર્થીમાં આવેલું, ચાંદીની કટારીઓ અને કાચની સુંદર કલાકૃતિથી સુશોભિત શ્રી શાંતિનાથ ભગવાનનું જ્યાં ભવ્ય જિનાલય છે એવા દાઠાતીર્થ ગામમાં જન્મ લઈને વ્યવસાય અર્થે ભોગીભાઈ શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિદાદાની દીક્ષા વડે તથા વૃદ્ધિચંદજી મ.સા.ના વિચરણ વડે પાવન થયેલી ભૂમિ ભાવનગર આવ્યા. ત્યારબાદ મનુષ્યજન્મની સફળતા ચારિત્રમાં જ છે એવું બી.કોમ. ભણેલા મોટા પુત્રને તથા નાના પુત્રને રાજેશને તથા પુત્રી પ્રતિભાકુમારીને સમજાવીને સંયમના માર્ગે વાળ્યા પછી સ્વયં ધંધામાંથી નિવૃત્તિ લઈ દીક્ષાની ટ્રેઇનિંગ લઈને નાની દીકરી હર્ષાકુમારી તથા પત્ની ગુણવંતીબહેન સાથે ત્રણેએ દીક્ષા અંગીકાર કરી જ્યારે પુત્ર વિક્રમભાઈએ શ્રાવકધર્મ અપનાવ્યો, છએ પુણ્યાત્માઓ ક્રમશઃ ૫.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય (૧) પૂ. મુનિશ્રી રત્નવિજયજી મ.સા. (૨) પૂ. જિવેશરત્નવિજયજી મ.સા. (૩) પૂ. ભાગ્યેશરત્નવિજયજી મ.સા. (૪) પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.નાં શિષ્યા સા. પ્રમોદરેખાશ્રીજી (૫) પૂ.સા. ગીર્વાણરેખાશ્રીજી (૬) પૂ.સા. હિતશરેખાશ્રીજી મ. ભાવનગરમાં વિ.સં. ૨૦૫૫ના ચાતુર્માસમાં પધારી ધાર્મિક શિબિરો, અનુષ્ઠાનો કરાવવાપૂર્વક સુંદર આરાધનાઓ કરાવી છે. શાસનદેવ તેમને દીર્ઘ આયુ બક્ષે એ જ અભ્યર્થના. ઝીંઝુવાડામાં શ્રી ભાયચંદ ઝવેરચંદ શાહ પરિવારનો ત્યાગ વૈભવ દીક્ષાની ખાણ-ઝીંઝુવાડા ૫ For Private & Personal Use Only શ્રી શંખેશ્વર મહાતીર્થથી પશ્ચિમે ૨૫ કિ.મી.ના અંતરે આવેલ ઝીંઝુવાડા પ્રાચીન ઐતિહાસિક ગામ છે. આ ગામમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો એવી લોકવાયકા છે. આ ગામમાં આજે પણ વિશાળ કિલ્લો ઊંચા ભવ્ય દરવાજા, ઘાટની બાંધણીવાળું તળાવ અને વાવ વગેરે પ્રાચીન સ્મારકો છે. આ ઝીંઝુવાડામાં પોપટલાલ ભાયચંદ નામના સદ્ગૃહસ્થ હતા. એમનાં ધર્મપત્ની બેની બહેનની કુક્ષીથી ૬ સંતાનનો જન્મ થયો. એમાંથી જ દીક્ષિત બન્યાં. લખમીબહેન, કેવળીબહેન, ઈશ્વરભાઈ, મણિબહેન. સહુપ્રથમ લખમીબહેન (જન્મ સં. ૧૯૪૩, દીક્ષા ૧૯૬૫, સ્વર્ગે ૨૦૨૬)ની દીક્ષા થઈ. તેઓ સાધ્વી લાભશ્રીજી બન્યાં. બીજી પુત્રી કેવળીબહેનની પોતાની બે પુત્રીઓ અને પતિ રૂગનાથભાઈ સાથે પૂરા પરિવારની દીક્ષા વિ.સં. ૧૯૮૬ આસપાસમાં થઈ. મુનિરંજનવિજય, કંચનશ્રી, સા. લાવણ્યશ્રી, સા. વસંતશ્રી નામે બન્યાં. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy