SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ ચતુર્વિધ સંઘ આપી. જયંતીભાઈની દીક્ષાની વાતને વા લઈ ગયો. આખા સુરતનું વાતાવરણ દીક્ષામય બની ગયું. એમના સસરાપક્ષના પરિવાર તરફથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો. ફરતો ફરતો મોટાભાઈ શાંતિભાઈના આંગણે આવ્યો. મોટાભાઈ નાનાભાઈને ભેટી પડ્યા અને ખૂબ રડ્યા : “વીરા, તું ફાવી ગયો અને હું રહી ગયો.” પરંતુ દીક્ષાને હજી પંદર દિવસની વાર હતી. તેમનાં દીક્ષિત સંતાનો શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા સાધ્વીજી શ્રી યશસ્વિની શ્રીજી સુરતમાં બિરાજમાન હતાં. તેઓ બંનેને વર્ષોથી “બા” મહારાજ અને “પિતા” મહારાજ કહેવાની હોંશ હતી, તેથી તેમણે જોર લગાવ્યું. શાંતિભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વીરમતીબહેન સંયમમાર્ગે જવા તો તૈયાર જ હતાં, પરંતુ ઉંમરને હિસાબે થોડી અકળામણ થતી હતી. એવામાં આ નિમિત્ત મળી ગયું અને તૈયાર થઈ ગયાં. પુત્ર અશ્વિનભાઈ, પુત્રવધૂ અ.સૌ. ગીતા, દીકરીઓ જયણા-વર્ષો તથા કુટુંબીજનોએ રજા આપતાં એક જ કુટુંબની ત્રણ દીક્ષા એકી સાથે નક્કી થઈ. ચોર્યાસી વરસના શ્રી શાંતિભાઈની દીક્ષા જિનશાસનના સેંકડો વરસના ઇતિહાસમાં વિક્રમ સ્વરૂપ ગણાઈ. બીજાં પણ બે બહેનોની દીક્ષા નક્કી થઈ. આમ એકજ દિવસે એક જ મંડપમાં પાંચ-પાંચ દીક્ષાનો મહોત્સવ ઊજવાયો. માનવ મહેરામણ ઊમટ્યો અને બાકી હતું તેમ ટી.વી.ની સૂરત ચેનલ પરથી દીક્ષાવિધિનું જીવંત પ્રસારણ પણ થયું. જૈન-જૈનેતરોએ કલાકો સુધી દીક્ષાવિધિ જોઈ. જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના થઈ. ટી.વી. પર દીક્ષાવિધિ જોતા મુસ્લિમ બિરાદરોની પણ આંખો ભીની થઈ અને બોલ્યા, “વાહ રે! વાણિયા વાહ! તમને સંસાર ભોગવતાં અને છોડતાં પણ આવડે.” જૈન–અર્જન ભાઈઓએ દીક્ષાવિધિ જોઈ, નાના-મોટા નિયમો લીધા. દીક્ષાનો આખો પ્રસંગ ચિરંજીવ બની ગયો. શ્રી શાંતિભાઈ બન્યા મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી (પૂ. આ.શ્રી વિજયદેવસૂરિજીના શિષ્ય). શ્રીમતી વીરમતીબહેન બન્યાં સાધ્વી શ્રી ઉપશાંતશ્રીજી (પુ. પ્રશાંતશ્રીજીનાં શિધ્યા). શ્રી જયંતીભાઈ બન્યા મુનિરાજ શ્રી નિર્વેદચંદ્ર અશોકચંદ્રસૂરિના શિષ્ય). આમ કમળાબાએ પ્રકટાવેલી સંયમધરની એક જ્યોતિમાંથી બીજી સાત સાત દીપશિખા પ્રગટ થઈ. તેમાં પણ પરમ પૂજ્ય આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અને આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની બંધુબેલડીએ તો કમાલ જ કરી છે! ગુરુ આશીર્વાદ અને વિશુદ્ધ સંયમના બળે એમની શુભ નિશ્રામાં સેકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-છ'રીપાલિત સંઘ વગેરે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કામો થયાં અને થઈ રહ્યાં છે. કેટલાયે સંઘોની એકતાના શિલ્પી તેઓ બન્યા છે. જ્યાં જ્યાં પૂજ્યોના હસ્તે પ્રતિષ્ઠા થઈ તે તે બધા સંઘોમાં લીલાલહેર વરતાઈ રહ્યાં છે. આ ઉપરાંત પાલિતાણામાં સમગ્ર વિશ્વનું એક અને અજોડ ૧૦૮ શ્રી સમવસરણ મહામંદિર, સુરત અને ભાવનગરમાં વિક્રમ સ્વરૂપ ચારસો અને આઠસો સિદ્ધિતપ, ગિરિરાજના મહાઅભિષેક વગેરે તેઓશ્રીની નિશ્રામાં થયાં છે અને એવી જ નોખી-અનોખી વાત પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.ની અખંડ સેવા કરી ગુરુજીના પડછાયા જેવા બની ગયા છે. ગુરુજીના અંતરના આશિષ મેળવી રહ્યા છે. સંયમના અગિયારમાં વરસે મુંબઈ ભારતીય વિદ્યાપીઠની સંસ્કૃત અને બીજા વિષયોની પરીક્ષામાં બધા જ વિષયોમાં સહુથી વધારે માર્ક્સ લાવી વિદ્યાપીઠનો વિક્રમ તોડ્યો. જૈન અને અર્જુન પંડિતોની સભામાં તેઓશ્રીને ‘વ્યાકરણાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા. સદાયે હસતા ગુરુદેવને ક્રોધથી બાર ગાઉનું છેટું છે. તા. ક. :-કમળાબાના ત્રીજા નંબરના દીકરા શ્રી કુસુમભાઈ પણ નાની ઉંમરમાં દીક્ષા લેવા માટે છાનામાના પૂ. આ. શ્રી વિ. દર્શનસૂરિજી મ.સા. પાસે ભાગીને ગયા હતા, પરંતુ મોહવશ કુટુંબીજનો સમજાવી તેમને પાછા લાવ્યા હતા અને બીજા નંબરના દીકરા શ્રી બાબુભાઈ પણ સંયમના ખૂબ જ પ્રેમી હતા, પરંતુ નસીબ અને આયુષ્ય ઓછાં પડ્યાં અને સંયમ માર્ગે જઈ ન શક્યા. જો બધા જ સંયમી બન્યા હોત તો એક નવો વિક્રમ સર્જાત! આમ પણ, એક માતાના ચાર-ચાર દીકરા સંયમી બન્યા હોય અને એમાંના બે શાસનપ્રભાવક આચાર્ય બન્યા હોય એવા દાખલા શાસનમાં બહુ ઓછા જોવા મળે છે. કમળાબાનું જીવન નંદનવન હતું. —- શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના સૌજન્યથી Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy