SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૬૯ સપરિવાર તથા સામૂહિક સંચમસ્વીકાર : પ્રાચીન કાળમાં સેંકડો આત્માઓએ એકી સાથે સંયમ સ્વીકારેલ હોય તેવા જંબૂસ્વામી વગેરેનાં અનેકાનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં જોવાં મળે છે. એક જ પરિવારનાં તમામ સભ્યોએ સંયમ સ્વીકારેલ હોય તેવાં પણ અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. પરંતુ એ દષ્ટાંતોમાં કદાચ કોઈને અતિશયોક્તિનાં દર્શન થતાં હોય તેમણે વર્તમાનકાળનાં નીચેનાં દૃષ્ટાંતો ખાસ વિચારવા યોગ્ય છે. (૧) એક જ પરિવારનાં ૨૩ સભ્યોની દીક્ષા . મૂ. પૂ. તપાગચ્છીય સાગર સમુદાયમાં એક જ પરિવારના ૨૪ આત્માઓએ સંયમ સ્વીકારેલ છે. તેમનાં સંયમી નામ તેમ જ પરસ્પર સાંસારિક સંબંધ નીચે મુજબ છે. (૧) ગણિવર્ય શ્રી જિનરત્નસાગરજી મ. (નં. ૩ના સગાભાઈ) (૨) મુનિરાજ શ્રી અપૂર્વરત્નસાગરજી મ. (નં. ૧ના સગા કાકાના દીકરા) (૩) મુનિરાજ શ્રી જયરત્નસાગરજી મ. (નં. ૧ના સગાભાઈ) (૪) મુનિરાજ શ્રી જિતરત્નસાગરજી મ. (નં. ૧ના પુત્ર) (૫) મુનિરાજ શ્રી ચંદ્રરત્નસાગરજી મ. (. ૧ના પુત્ર) (૬) મુનિરાજ શ્રી ધર્મરત્નસાગરજી મ. (નં.૨ ના પિતા (૭) સાધ્વી શ્રી ચતુરશ્રીજી (નં. ૧નાં દાદીમા) (૮) સાધ્વી શ્રી ઇન્દુશ્રીજી (નં. ૭નાં પુત્રી) (૯) સાધ્વી શ્રી હેમેન્દ્રશ્રીજી (નં. ૧નાં સગાકાકાની પુત્રી) (૧૦) સાધ્વી શ્રી સૌમ્યયશાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૧) સાધ્વી શ્રી સૌમ્યવદનાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૨) સાધ્વી શ્રી અર્પિતાશ્રીજી (નં. ૧૦ની સગી બહેન) (૧૩) સાધ્વી શ્રી ગુણજ્ઞાશ્રીજી (નં. ૬ના સગાભાઈની પુત્રી) (૧૪) સાધ્વી શ્રી સુરેખાશ્રીજી (નં. ૧૩ની સગી બહેન) (૧૫) સાધ્વી શ્રી મુક્તિરસાશ્રીજી (નં. ૧૩ની સગી બહેન) (૧૬) સાધ્વી શ્રી સુવર્ષાશ્રીજી (નં. ૧ના સગા કાકાની પૌત્રી) (૧૭) સાધ્વી શ્રી પૂર્વિતાશ્રીજી (નં. ૬ના સગા નાનાભાઈની પુત્રી) (૧૮) સાધ્વી શ્રી તીર્થરનાશ્રીજી (નં. ૧નાં ધર્મપત્ની) (૧૯) સાધ્વી શ્રી ચારિત્રરત્નાશ્રીજી (નં. ૩નાં ધર્મપત્ની) (૨૦) સાધ્વી શ્રી ગુણરત્નાશ્રીજી (નં. ૧નાં પુત્રી) (૨૧) સાધ્વી શ્રી અપૂર્વરસાશ્રીજી (નં. ૧નાં સગા કાકાઈ બહેનની પુત્રી) (૨૨) સાધ્વી શ્રી પ્રિયદર્શનાશ્રીજી (નં. ૧નાં સગા ભાભીના સગાં બહેન) (૨૩) સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીજી (નં. ૧ના માસીનાં દીકરી) સંસારી અવસ્થામાં મધ્યપ્રદેશમાં ઈદોર જિલ્લાના ગૌતમપુરા વગેરે ગામોમાં રહેતા ઉપરોક્ત મુનિવરો સાથે સં. ૨૦૫૦ના અક્ષય તૃતીયાના દિવસે પાલિતાણામાં પૂ. ગણિશ્રી મહોદયસાગરજી મહારાજે મુલાકાત લીધી ત્યારે તેમાંથી મુનિરાજશ્રી ચંદ્રરત્નસાગરજી (ત્યારે ઉં. વ. ૨૯ તથા દીક્ષા પર્યાય ૧૭ વર્ષ)નાં સળંગ ૮૦૦ આયંબિલ (૭૧ થી ૮૨ સુધી સળંગ) થયાં હતાં અને આગળ ચાલુ રાખવાના ભાવ હતા! (હાલ ૨૦૦૦થી અધિક સળંગ આયંબિલ થયેલ છે!) પ્રાયઃ બે દ્રવ્યથી ઓળી કરતા અને ૪ ઘડી પહેલાં પાણહારનું પચ્ચકખાણ લઈ લેતા! તેમણે પાંચ વર્ષથી લીલોતરી બંધ કરેલ છે તથા તેઓ ચાતુર્માસમાં આખું કઠોળ પણ વાપરતા નથી! બીજા મુનિવરોએ પણ યથાયોગ્ય તપ-ત્યાગ તથા જ્ઞાનાભ્યાસમાં સારી પ્રગતિ સાધી છે. (ર) એક જ ઘરનાં આઠેય સભ્યોની એક સાથે દીક્ષા પ્રથમ સંતાનોએ દીક્ષા લીધી હોય અને પાછળથી માતા-પિતાએ પણ સંયમ સ્વીકારેલ હોય એવાં તો સંખ્યાબંધ દૃષ્ટાંતો વર્તમાનકાળમાં જોવા મળશે. એક કે બે સંતાન સહિત માતા-પિતાએ સાથે દીક્ષા લીધી હોય તેવાં દૃષ્ટાંતો પણ ઘણાં જોવા મળશે. એકલા કચ્છ જિલ્લાનો વિચાર કરીએ તો પણ ભુજ, કોડાય, સાંધવ વગેરે ગામોના તેવા પરિવારો છે. જ્યારે સમગ્ર ભારતની અપેક્ષાએ ગણતરી કરવા જઈએ તો એ યાદી ઘણી લાંબી થઈ જાય. તેમાંથી એક વિશિષ્ટ ઉદાહરણનો વિચાર કરીએ તો પોતાનાં છયે સંતાનો ને ૪ સુપુત્રીઓ) સહિત માતા-પિતાએ (કુલ આઠ જણાએ) એકી સાથે સંયમનો સ્વીકાર કર્યો હોય તેવું પણ દષ્ટાંત વિદ્યમાન છે. શંખેશ્વર તીર્થની પાસે આવેલ ઝીંઝુવાડામાં આજથી ૨૦ વર્ષ પહેલાં ઉપર મુજબના એક પરિવારે શાસનપ્રભાવક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ૐકાર સૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરેલ છે અને સુંદર ચારિત્ર અને જ્ઞાનાભ્યાસ દ્વારા આત્મકલ્યાણ સાથે સુંદર શાસન પ્રભાવના કરી રહેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy