SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ચતુર્વિધ સંઘ (૩) એકી સાથે ૨૬-૨૪-૨૫ તથા ૩૧ દીક્ષાઓ : આજે સમૂહ લગ્નનો જમાનો ચાલી રહ્યો છે. એકી સાથે ૨૫–૫) યુગલોનાં લગ્નો યોજાતાં હોય છે. જ્યારે શ્રી જિનશાસનમાં આજે પણ જુદાં જુદાં ગામોના અનેક દીક્ષાર્થીઓ એક જ ગામમાં એકી સાથે દીક્ષા અંગીકાર કરે એવી વિરલ ઘટનાઓ બનતી હોય છે. વિ. સં. ૨૦૩૩માં મહારાષ્ટ્રમાં અલમનેર શહેરમાં વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ. આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા વર્ધમાન તપોનિધિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે જુદાં જુદાં અનેક ગામોના કુલ ૨૬ મુમુક્ષુઓએ એકી સાથે રજોહરણનો સ્વીકાર કર્યો ત્યારે કેવું અદ્ભુત વાતાવરણ સર્જાયું હશે તેની તો કલ્પના જ કરવી રહી!! ઉપરોક્ત વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યશ્રીની નિશ્રામાં ખંભાતમાં એકી સાથે ર૪ દીક્ષાઓ થઈ હતી. તેવી જ રીતે કચ્છમાં કટારિયા તીર્થમાં અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના વરદ્ હસ્તે વિવિધ ગામોના કુલ ૨૪ મુમુક્ષુઓએ સંયમનો સ્વીકાર કરી સંસારને અલવિદા કરી ત્યારે પણ અભુત શાસનપ્રભાવના થઈ હતી! દિગંબર સંપ્રદાયમાં એકી સાથે ૨૫ મુમુક્ષુઓએ આચાર્યશ્રી વિદ્યાસાગરજી મ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી! તેરાપંથી આચાર્ય શ્રી તુલસીની નિશ્રામાં એકી સાથે ૩૧ જણાએ દીક્ષા અંગીકાર કરી હતી! તેમણે કુલ ૮00 જણાને તેરાપંથમાં દીક્ષા આપી છે! (૪) ૮ સગી બહેનોએ કરેલો સંયમનો સ્વીકાર :– કચ્છ વાગડના મૂળ રામાવાવ ગામની ગ્રેજ્યુએટ થયેલી આઠ સગી બહેનોએ કુમારિકા અવસ્થામાં જ સ્થાનકવાસી સમુદાયમાં સંયમનો સ્વીકાર કરેલ છે. સગી બહેનોએ આટલી મોટી સંખ્યામાં સંયમનો સ્વીકાર કર્યો હોય તેવી વિરલ ઘટના ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રાય: આ પ્રથમ છે. (અગાઉ શ્રી સ્થૂલિભદ્ર સ્વામીની સાત બહેનોએ દીક્ષા લીધી હતી.) સુરતનાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબનાં કમલાબાની જાજરમાન જીવનગાથા (પતિદેવ, ચાર સુપુત્રો, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી સંયમધર બન્યાં) દુનિયામાં દાનથી કે તપથી તો કુટુંબ પ્રસિદ્ધિ પામી શકે છે, પણ સંયમથી પ્રસિદ્ધિ પામતું કુટુંબ તો કવચિત જ જોવા મળે છે. ગાથા તો ઘણાની ગવાય છે. વર્ણન થાય છે, પણ ગૌરવગાથા તો કો’ક કુટુંબની જ. ધન્ય ભૂમિ સુરતનાં અનેક કુટુંબોમાંથી શ્રી સેનસૂરીશ્વરજી મહારાજથી લઈ આજદિન સુધી અનેક પુણ્યવંત જીવો સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. તેમાં ધર્મભૂમિ ગોપીપુરામાં સુપ્રસિદ્ધ સંઘવી કુટુંબ સંયમ, સાધના, સાહિત્ય, સંગીત, શિક્ષણ અને સામાજિક કામોમાં મોખરે રહેલ છે. | મા કમળાબહેનની જાજરમાન જીવનગાથા. : અલબેલી આ નગરી સુરતમાં લગભગ સો વર્ષ પહેલાં ભૂરિયાભાઈના કુળમાં એક બાળકીનો જન્મ થયો. અઢી-ત્રણ વર્ષની ઉંમરે માતાનો વિયોગ થયો. દીકરી એકલી પડી. સહુને ગમી જાય એવી આ બાળકીને માનાં માસીઓ પોતાના ઘેર લઈ ગયાં. માને બદલે બે-બે માસીઓ (૧) મણિબહેન અને (૨) પાલીબહેનના ખોળામાં ઊછરતી આ બાળકીમાં ગત જન્મના અને માસીઓના સુસંસ્કારના પ્રભાવે નાની ઉંમરથી જ ધર્મરુચિ વધવા લાગી. સુરતના જ સંઘવી કુટુંબના સંસ્કારીઓનાં મિલન થયાં પછી શું બાકી રહે! પોતાનાં છ સંતાનો (૧) શાંતિભાઈ (૨) બાબુભાઈ (૩) કુસુમભાઈ (૪) અમરચંદભાઈ (૫) સુરવિંદચંદ (૬) જયંતમાં સુસંસ્કારોનાં સિંચન કર્યા. સેંકડો વરસોથી ચાલી આવેલા ગૃહત્યમાં રોજ જિનપૂજા, પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ, સામાયિક, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, સુસંસ્કારો સંતાનોમાં ગળથુથીથી જ પાયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy