SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ ચતુર્વિધ સંઘ છે. ચરિત્રનાયકનો પરિવાર ચરિત્રનાયકની ઇચ્છાને આધીન હતો, એટલું જ નહી તેમના વચનના એકસોએક બોલને પાળનારો હતો. તેથી તરત જ તૈયારી કરી. ડીસા મુકામે પ.પૂ. આ. અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કર્યો ઉપધાન તપનો પ્રારંભ. ગુરુદેવે તેમના વૈરાગ્યને મજબૂત બનાવ્યો. ચરિત્ર નાયકને પ્રશ્ન હતો અનેક પૂ. મહાત્માના સંપર્કમાં હતા. કોને જીવન સમર્પિત કરી સંયમ જીવન જીવવું તેવી દ્વિધા અનુભવતા હતા, ત્યાં પરિવારનાં સભ્યોએ કહ્યું “દોઢ માસથી અમો આ ગુરુદેવના સાનિધ્યમાં છીએ' અમને તો અનુકૂળ આવે છે, સ્વભાવ ગમે છે છતાં આપની જેવી ઇચ્છા.” ચરિત્ર નાયકે કહ્યું, “આપનાં પિતાશ્રી–માતુશ્રીના ગુરુદેવ છે તેમ જ આપણા બને ભાઈઓના ગુરુદેવ છે તેથી આપણને કંઈ તકલીફ ન હોય પરંતુ આટલા પૂ. મહાત્માઓ જે મારા પરિચિત ને ઉપકારી છે તેમાં પૂજ્યશ્રી પરિચિત જરૂર છે, પરંતુ ઉપકારની દૃષ્ટિથી હું ગુરુદેવની નિકટતમ આવેલ નથી, તેમજ ઉદારતાની દૃષ્ટિમાં ક્યારે કંઈ જોયું નથી છતાં તમારી બધાની ઈચ્છા હોય તો મારી ના નથી કારણ કે મારા પિતાશ્રીના ગુરુદેવ તે મારા ગુરુદેવ જ હોય.” બસ નિર્ણય લેવાઈ ચૂક્યો ને ગુરુદેવને જીવન સમર્પિત કરવું તે પાકું થઈ ચૂક્યું......ત્યાં તો વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં હતું. કલ્યાણક ભૂમિની સ્પર્શના ચરિત્રનાયક ધર્મપત્નીના વચનથી બંધાયેલ હતા. આપણા ચરિત્રનાયકમાં તે ગુણ જોવા મળ્યો છે. ‘વચનના ખૂબ પાક્કા' વચન આપે નહીં આપ્યા પછી ફરે નહીં...ધર્મ- પત્નીએ એક વર્ષ સાથે સમેતશિખરની યાત્રા કરવાની માંગણી કરેલ....આપણા ચરિત્રનાયકનો પરિવાર એકલો જ સમેતશિખર-રાજગૃહિ, ચંપાપુરી—પાવાપુરી તીર્થયાત્રાએ પહોંચ્યો ને દર્શનશુદ્ધિ કરી. સંયમમાર્ગે પ્રયાણ : સંવત ૨૦૫૯ ફાગણ સુદી 2 ના વાલાણી પરિવાર પહોંચ્યો ખીમન મુકામે અને ગુરુદેવની પાસે માંગણી કરી-અમારા ભાઈને આપનાં શરણોમાં આવવું છે ને સંયમનો વેશ ધારણ કરવો છે ને પરમાત્માના પંથે ચાલવું છે તો આપ મુહૂર્ત પ્રદાન કરો.” ગુરુદેવે ચૈત્ર વદ-૫ નવસારી મુકામે દીક્ષા પ્રદાનનું મુહૂર્ત અર્પણ કર્યું. સમગ્ર પરિવારના આશીર્વાદ મેળવી પોતાનો પથરાયેલો કારોભાર આટોપી આપણા ચરિત્રનાયક પોતાના સર્વ પરિવાર સાથે નવસારી મુકામે સં. ૨૦૫૯, ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે ને શુભ મુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે પરિવારનાં પાંચ સભ્યો સંસારી મટી સંયમી બન્યા. અભ્યાસક્ષેત્ર : રવેલ-ભાભર-મહેસાણા-મુંબઈ–બીકાનેર કર્મક્ષત્ર : રવેલ-અમદાવાદ-પાલનપુર-ઝીંઝુવાડા-મુંબઈ-ઉમેદપુર-થરાદ -સતલાસણા ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક સાહિત્યક્ષેત્ર = ચરિત્રનાયકને સં. ૨૦૩૮ માં પ્રથમ પ્રકાશન કરેલ વાવણી કરી લો કે ‘પૂન્યની ચાવી’ કે ‘શિક્ષણની સાચી દિશા'. ઉપરોક્ત ત્રણ પ્રકાશનો બાદ સં. ૨૦૪૪ માં ઉમેદપુરથી સુન્દરમ્ નામના માસિકનો પ્રારંભ કર્યો પરંતુ રજિ. સં. ૨૦૪૬ માં થરાદ કરાવતાં સુન્દરમાંથી અર્હમ્ સુન્દરમ્ માસિક નામ રાખી ચાલુ રાખ્યું. આજે ભારતભરનાં ૧૧ રાજ્યો અને આફ્રિકા-અમેરિકા પણ તે માસિક જાય છે. તે માસિકમાં અનેક વિશેષાંક પણ સુંદર મહેનત કરી પ્રકાશન કરેલ છે. (૪) “સ્વાધ્યાયસંહિતા–ભા. ૧” (૫) ‘પદ્માવતી–માણીભદ્રવીર મહાપૂજન-હવન' (૬) મંગલાચરણ (૭) સુણો મેરે પરમાત્મા. કાવ્યશક્તિ : અનેક ગેહુલિ-પદ્ય-સજઝાયની સાથે પરમાત્માની ચોવીશીની રચના પણ ચરિત્રનાયકે કરેલ છે. વિધિવિધાન ક્ષેત્ર : અનેક ગામ-નગરમાં પ્રતિષ્ઠા-દરેક પ્રકારનાં પૂજનો ભણાવી પોતે પરમાત્મા ભક્તિમાં લીન બની અનેકને પરમાત્મરસિક બનાવેલ છે. શાસનકાર્ય : અનેક આત્માને સમ્યગુજ્ઞાન આપી વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે. સૌજન્ય : એક સગૃહસ્થ તરફથી હ : ચંદ્રકાન્ત જી. શાહ Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy