SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬o તવારીખની તેજછાયા અલૌકિક શક્તિદાયક સિદ્ધિના સાગર પૂ. ભગતજીનો ભેટો થયો ને તેમની પાસેથી તેમના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિ મેળવી તેમની પ્રેરણાથી સંસારનાં બંધનથી સં. ૨૦૪૩માં અમદાવાદ મુકામે શ્રી ચિનુલાલ નગીનદાસ શાહની પુત્રી જયશ્રીબહેન સાથે સંસારનાં સુખો માણવા પાણિગ્રહણ કર્યું...સંસારના સુખોને ભોગવતાં ભૌતિક ફલ તરીકે સં. ૨૦૪૪માં પુત્રીરત્નને જન્મ આપ્યો અને આધ્યાત્મિકતાની દુનિયામાં વિહરવા “સુન્દરમ્’ નામના માસિકને જન્મ આપ્યો. સં. ૨૦૪પમાં ઉમેદપુર છોડી ગુજરાતમાં થરાદ પાઠશાળામાં જોઇન્ટ થયા. અનેક મુમુક્ષુઓને તેમજ સાધ્વીજી ભગવંતોને ભણાવતાં વૈરાગ્ય મજબૂત બનતો ગયો. ચીકણાં કર્મને તોડવા સં. ૨૦૪૭માં પુત્રરત્ન પ્રિતેશનો જન્મ થયો અને વર્ષીતપનો પ્રારંભ કર્યો ને તે જ વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં પર્યુષણ મહાપર્વની આરાધના ને હિન્દીમાં “કલ્પસૂત્ર'નાં પ્રવચનો કરી સારી નામના મેળવી. દેરાસરમાં ભગવાનની ચલ પ્રતિષ્ઠા દિલ્હી મુકામે કરી. સં. ૨૦૪૮માં સતલાસણા પાઠશાળા જોઈન્ટ કરી ચરિત્રનાયકના અત્યંતર વૈરાગ્યે નાની બેબીમાં સંસ્કાર આરોપણ કરી. ૪ વર્ષની બાળકીને સાધ્વીજી ભગવંત સાથે મોકલી વિહાર કરાવ્યો. આ જ આપણા ચરિત્રનાયકની ભવ્યતા બતાવે છે. કહ્યું છે જૈનશાસન ટકાવવા જેટલી સંપત્તિના દાનની જરૂર નથી તેથી અધિક સંતતિના દાનની જરૂર છે. આપણા ચરિત્રનાયકે ખરેખર જૈનશાસનને સાચા અર્થમાં સ્વીકારેલું તેમના જીવનચરિત્રથી જણાય છે. સં. ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્ત્રોત હતા અને મંત્ર-તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ જોવા જેવી છે. સં. ૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું કર્મ–ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના-ચાંદીના, ધીરધારના, ટ્રાવેલ્સના અને લોટરી-વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ૭-૭ ધંધા કરતા હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં સેવા આપે તેમજ આધિ-વ્યાધિને ઉપાધિથી પીડાતા અનેક વ્યક્તિના શાન્તિદૂત બનીને આપણા ચરિત્રનાયક તેમના જીવનમાં આગળ વધતા હતા. ત્યાં તેમનાં ધર્મપત્નીએ સાચા અર્થમાં સાથ નિભાવ્યો ને ચરિત્રનાયકની ઇચ્છાને માન આપી બાળકોના વૈરાગ્ય ઘડતરમાં અને તે તપધર્મમાં જોડાયાં. ૫૦૦ આયંબિલ તપ-૨ વર્ષીતપ-અટ્ટાઈતપની આરાધના કરી. ચરિત્રનાયકનાં ધર્મપત્ની જયશ્રીબહેન પણ વૈરાગ્યપંથવાસી બનવા થનગની રહ્યાં. વૈરાગ્ય મજબૂત ઘટના : સં. ૨૦૫૬ પોષ વદ ૧૩ના ચરિત્રનાયકના પિતાશ્રી ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામતાં પૂર્વે પિતાશ્રીએ ચરિત્રનાયકને કહ્યું “તારી માતુશ્રીને સંભાળજે......” ચરિત્રનાયક પર આ જવાબદારી આવી પરંતુ આ જવાબદારી વહન કરવાની ન આવી અને ચરિત્રનાયકનાં માતુશ્રી મોટાભાઈ-ભાભીની પાસે જ રહ્યાં અને બરાબર પિતાશ્રીની દ્વિતીય પુણ્યતિથીએપિતાશ્રીના હાથે નિર્માણ થયેલા દેરાસરની વર્ષગાંઠનો દિવસ-પિતાશ્રીની પુણ્યતિથિ ને માતુશ્રીને એક પણ દિવસની બિમારી ન હોવા છતાં સં. ૨૦૫૮ પો. વ. ૧૩ સવારે ૬=૪૫ મિનિટે ચરિત્રનાયકનાં માતુશ્રી તેમનાં ચાર સંતાનોનો વિચાર કર્યા વિના જાણે પતિદેવને ભેટવા જતાં હોય તેમ ચાલી નીકળ્યાં. બસ તે જ દિવસ આપણા ચરિત્રનાયકને ફરી જગાડનારો બન્યો અને માતુશ્રીને અગ્નિદાહ આપતાં જ નિર્ણય કર્યો.....પિતાશ્રીએ સોપેલી જવાબદારી પૂર્ણ થઈ હવે સંસારમાં રહેવું નથી......મૂળવતન છોડી કર્મક્ષેત્ર (અમદાવાદ) આવી ધર્મપત્ની જયશ્રીબહેનને વાત કરી સમજાવ્યાં. મારે હવે સંસારમાં રહેવાની ભાવના નથી મને સંમતિ અને એક પુત્રનું દાન કરો. જેથી હું મારા આત્માના કલ્યાણ માટે પરમાત્માએ ચીંધેલા માર્ગે જવા ઇચ્છું છું. જ્યારે આ ધર્મપત્ની કંઈ ચરિત્રનાયક સાથે સંસારનાં સુખો માટે જ નહોતી જોડાઈ. પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી તેવા નિર્ણયવાળી હતી અને પતિની સાચી અર્ધાગના બનવા માંગતી હતી તેથી ધર્મપત્નીએ કહ્યું એક વર્ષ સંસારમાં રહી જાઓ તો હું પણ તમારી સાથે પ્રવજ્યા ગ્રહણ કરવા તૈયાર છું. બાના ગયા પછી મારું મન પણ સંસારમાં રહેવા ઇચ્છતું નથી. બસ પછી તો ઘર બની ગયું મુમુક્ષધામ અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ કરવા ચરિત્રનાયકે અમદાવાદ પોતાના નિવાસસ્થાને સં. ૨૦૫૮ ફાગણ વદ આઠમના પ્રારંભ કર્યો “શ્રી સામાયિક સાધર્મિક ભક્તિ બેંક” નો અને સવારના ૭ થી સાંજના ૭ સુધી ખુલ્લી મૂકી આ સંસ્થામાં એક પછી એક આરાધકો આવી પૂરા દિવસ સામાયિકો થવા લાગી અને ચારિત્ર મોહનીય કર્મનો ભુક્કો થવા લાગ્યો. ગુરુદેવની પ્રાપ્તિ = સં. ૨૦૫૯ વર્ષના પ્રારંભે ડીસા મુકામે ઉપધાન થાય છે, તેના સમાચાર ચરિત્રનાયકને મળતાં ઘરનાં સભ્યોને કહ્યું ચારિત્રની તાલીમ એટલે ઉપધાન તપ જો તમારો દીક્ષાની તૈયારી હોય તો ઉપધાન કરી લો તમને ખ્યાલ આવે દીક્ષા શું ચીજ છે? ત્યાં શું કરવાનું છે? કેવો ત્યાગ? કેવી તપશ્ચર્યા ને કેવી દિનચર્યા? આ બધા પ્રશ્નના જવાબરૂપ ઉપધાનતપ આવશ્યક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy