SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ ચતુર્વિધ સંઘ ધો. ૫ પૂર્ણ કરી બાજુના શહેરની જૈન બોર્ડિંગ (ભાભર)માં આગળ ભણવાને માટે પિતાશ્રીએ દાખલ કર્યો. ત્યાં પણ આપણા ચારિત્રનાયકને આ બંધારણીય જ્ઞાનમાં રસ નહીં અન્ય પ્રવૃત્તિમાં આગળ વધે... રનીંગ પોઇન્ટ : આપણા ચરિત્રનાયકને વ્યાવહારિક પુસ્તકો કરતાં ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો.....ગમે તે ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની મુલાકાત.” બપોરનો સમય બધા જ વિદ્યાર્થીમિત્રો રમવા ને ખેલવામાં છે ત્યારે આપણા ચરિત્રનાયક હાથમાં પુસ્તક લઈ રૂમના ખૂણામાં જઈ બેસી ગયા વાંચવા.... પુસ્તક વાંચતાં ગયા અને અંતરાત્મા જાગતો ગયો. જેમ પુસ્તકનાં પાનાં ફર ચરિત્રનાયકનું હૃદય હિલોળે ચડ્યું અને હૃદય વલોવાવા લાગ્યું ને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. આજુબાજુમાં શું થઈ રહ્યું છે તેનું તેમને ભાન નથી. તેમનાં અંતરચક્ષુ ખૂલી રહ્યાં છે અને તેમનો આત્મા પશ્ચાત્તાપના તાપમાં તપીને ઓગળી રહ્યો છે અને ત્યાં બન્યો એક ચમત્કાર. વિરલ ઘટના : સં. ૨૦૧૮નું વર્ષ. ભાભર ગામમાં પૂ. ગુરુદેવની પધરામણી માટે જૈન બોર્ડિંગમાં સ્થિરતા. બપોરનો સમય. ગુરુદેવ ગોચરી વાપરી ચક્કર મારી રહ્યા હતા. ત્યાં જ હોલમાં ડોકિયું કર્યું. ખૂણામાં બેસીને ચોપડીમાં મુખ રાખી, રડી રહેલા ચરિત્રનાયકને ગુરુદેવે નીહાળ્યા. બુદ્ધિસંપન ગુરુદેવે તે પણ જરા નીચે નમી જોઈ લીધું કે કયું પુસ્તક વાંચે છે. એટલું જ નહીં, દૂર જઈ એક વિદ્યાર્થીને બોલાવી આપણા ચરિત્રનાયકની થોડી માહિતી મેળવી આસન પર બેસી ગયા અને અન્ય વિદ્યાર્થી દ્વારા આપણા ચરિત્રનાયકને બોલાવ્યા. ગુરુદેવે આપણા ચરિત્રનાયકને તેમના નામથી સંબોધ્યા તેમ જ તેનાં ઘર-માતાપિતા ધોરણ આદિનો ઉલ્લેખ કરતાં ચરિત્રનાયકની ઉપર ગુરુદેવનો ખૂબ જ પ્રભાવ પડ્યો. ચરિત્ર નાયકને પ્રથમ વાર ગુરુદેવનો ભેટો થયેલ છે. રડવાનું કારણ પૂછ્યું. ચરિત્રનાયક મૂંઝાયા, કહેવું કે ન કહેવું? મન-આત્માનું યુદ્ધ થયું. અંતે છેવટે આત્માનો વિજય થયો અને ગુરુદેવના ખોળામાં માથું ઝુકાવી પશ્ચાત્તાપની સાથે ઘટના વર્ણવી. “ગુરુદેવ, આ પુસ્તકે મને જગાડ્યો. હું પાપી છું, પુસ્તકમાં લખ્યું છે રાત્રિભોજન કરનાર નરકમાં જાય ત્યારે મેં તો રાત્રે બીજાનાં તાળાં તોડી, ડબ્બામાંથી ચોરી રાત્રે ખાધું છે મારું શું થશે?” તેમ કહી ચરિત્રનાયક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુદેવે આશ્વાસન આપ્યું. જીવન સુધારવા, પાપના પ્રાયશ્ચિત્ત માટે યોગ્ય આત્મા જાણી વૈરાગ્યનું બીજ રોપ્યું અને કહ્યું “આ પુસ્તક કોણે લખ્યું છે ? પુસ્તકનું નીમ “ધાર તલવારની’ અને લેખક પૂ. પં. રાજેન્દ્રવિજયજી મ.સા. અને સામે આશ્વાસન આપનાર ગુરુદેવ પણ પૂ. પં. રાજેન્દ્ર વિ. મ.સા. કેવી બની વિરલ ઘટના. છોડી સ્કૂલ પકડ્યો ઉપાશ્રય. બસ ચરિત્રનાયકને ગુરુદેવનું ઘેલું લાગ્યું. પાપ ધોવાની તમન્ના જાગી એટલે સ્કુલના બે પિરિયડ ભરી સીધી ઉપાશ્રય ભણી દોટ અને ગુરુદેવના સતત સમાગમ દ્વારા આત્મ-કલ્યાણની ઝંખના. મહેસાણા પાઠશાળામાં પ્રવેશ: પૂજ્ય પિતાશ્રી પાસે સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સંવત ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી મ.ની કૃપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. અને સં. ૨૦૩૨થી પર્યુષણ મહાપર્વના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો, પરંતુ જેમ જેમ ઉંમર વધતાં અને અભ્યાસમાં આગળ વધ્યા તેમ તેમ અત્યંતર વૈરાગ્ય મજબૂત બનતો ગયો અને બાહ્ય વૈરાગ્ય પડી ગયો ને દીક્ષા લેવાના વિચારથી ડગ્યા, ભણીને ભણાવવાના કોડ જાગ્યા. સં. ૨૦૩૪ માં વર્ધમાન તપનો પ્રારંભ કર્યો. સં. ૨૦૩૫માં ચરિત્રનાયકની મોટીબહેનનું ચૈત્ર સુદ ૧૩ ના અવસાન થતાં ચૈત્ર સુદ ૧૪ના મહેસાણા પાઠશાળા છોડીને ભાગ્યા. અધ્યાપન કાર્યમાં જોડાયા (અધ્યાપન કાર્યના અનેક અનુભવો છે). સં. ૨૦૩પમાં પ.પૂ.આ. કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્યને ભણાવવા. ભણાવ્યા બાદ સં. ૨૦૩૬માં પાલનપુર પાઠશાળામાં જોડાયા. સં. ૨૦૩૭માં ઝીઝુવાડા પાઠશાળામાં જોડાયા. અટ્ટાઈતપની આરાધના સં. ૨૦૩૮થી મુંબઈમાં આગમન જ્ઞાન-પ્રસાર–ધર્મપ્રસાર–મંત્ર તંત્રમાં પ્રગતિ. શ્રેણીતપની આરાધના. અલભ્ય ગુરુકૃપા-દેવકૃપા મેળવી સં. ૨૦૪૨ માં રાજસ્થાન, ઉમેદપુર જૈન બાલાશ્રમમાં જોડાયા. ત્યાં ફરી પૂ. મુનિશ્રી પ્રિયરત્નવિજયજી મ. સા.ની પ્રેરણાથી સામાયિક સાધર્મિક ભક્િત બેન્ક, કષ્ણનગર– અમદાવાદના સૌજન્યથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy