SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૫ દયાબહેને સંકલ્પ કર્યો કે જો મારા દિકરા મહારાજ એક વર્ષમાં 8000 ગાથા ન કરે તો મારે ઘી વિગઈ બંધ. તેઓએ માતા પ્રત્યેની ભાવના અને માતાના સંકલ્પથી એક વર્ષમાં ૩000 ગાથાઓ કંઠસ્થ કરી. એક દિવસમાં પકિખુસૂત્ર કંઠસ્થ કર્યું. સ્તવનોસઝાયો પણ ઘણાં કર્યા. સંસારમાં દિવસો પસાર થતાં પ્રેમજીભાઈને હાર્ટની ટ્રબલ થઈ. તેથી બાયપાસનું ઓપરેશન કરાવવું પડ્યું પણ, ત્યારે તેઓ અંતરથી સાવધાન બની ગયા. ધર્મપત્ની દયાબહેન એ સાચી શ્રાવિકા હતી તેથી દરરોજ પ્રેરણા કરતી રહી કે આવા વિચિત્ર સંસારમાં રહેવાય નહીં અને એક દિવસ મહુવા મુકામે પૂજ્ય પંન્યાસજી શ્રી વજસેનવિજયજી મહારાજાને પોતાના અંતરની વાત કરી કે “સાહેબ.....! અમારો ઉદ્ધાર કરો.” ચાતુર્માસ પછી તરત જ સંયમગ્રહણ માટે માંગણી કરી. પરમ પૂજ્ય, તપસ્વી સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીમાંશુસૂરીશ્વરજી મહારાજાના હસ્તે ગિરનાર તીર્થમાં સંવત ૨૦૫૮ કારતક વદ-૧૪ ના ૧૩-૧૨-૦૧ ગુરુવારના બન્ને પતિ-પત્નીએ સંયમ ગ્રહણ કર્યું અને સુંદર આરાધના કરી રહ્યાં છે...... શ્રી નટવરલાલ વાડીલાલ વાલાણી પરિવાર દિનેશકુમાર વસંતકુમાર રાજેશકુમાર -પત્ની જયશ્રીબહેન (૫. રવિરત્નવિ.) (સા. જિનરુચિશ્રીજી) પુત્રી : કુ. નેહાબહેન (સા. યોગરુચિશ્રીજી) પ્રીતેશકુમાર બાળમુનિ પ્રિયરત વિ.મ. અર્પિતકુમાર લઘુબાલમુનિ આગમરત્ન વિ.મ. વાલાણી પરિવારનો વહાલો, રાજેશ છે સૌથી ન્યારો, જૈનધર્મનો બન્યો સિતારો, રવિ થાય જગનો પ્યારો.... પાપભીરુ પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાનો વિનાનું નાનકડું ગામ રવેલ.....તેમાં વસે જૈનધર્મના રંગથી રંગાયેલું કુટુંબ વાલાણી–પરિવાર. કુટુંબના મોભી શ્રી નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. બુદ્ધિ અને સ્વભાવથી ધંધામાં પણ આગવી વિશેષતા મેળવી ગામના આદરણીય પાત્ર બન્યાં તેમનાં દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદિ તેરસના દિને વિજય મુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે સમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ આપ્યો. તે દિવસ અને તે ઘડી તે પરિવાર અને ગામને આનંદની હતી તેમનાં કાન્તા. ફોઈએ “રાજા મારા રાજા' એમ કહી રાજેશ એવું નામ જાહેર કર્યું. ઉંમર વધતી ગઈ તેમ પૂર્વભવની આરાધનાવાળો આત્મા આધ્યાત્મિકતાને પ્રગટ કરતો મોટો થવા લાગ્યો.. પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy