SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ ચતુર્વિધ સંઘ પુન્યાત્માઓ સાથે સંયમ ગ્રહણ કર્યું અને ગુરુકૃપા મેળવી સુંદર આરાધના કરી રહ્યાં હતાં. હવે શાંતિભાઈ પણ ગુરુભગવંતની પ્રેરણાથી ધંધામાંથી નિવૃત્ત બનીને ધર્મારાધનામાં લાગી ગયા. વૈરાગ્યભાવ દઢ બનતો ગયો. ત્રણે સંતાનોના ભાવથી તેમ જ ગુરુભગવંતની પ્રેરણાથી સંયમ માટે તૈયાર થયા. પોતાના ઉપકારી માતુશ્રી અમૃતબહેનના સ્વર્ગવાસ પછી ભાઈઓ-વડીલોની રજા લઈ સંયમ માટેની તૈયારીઓ કરી. શંખેશ્વર મુકામે સંવત ૨૦૫૮ વૈશાખ સુદ-૬ના દિવસે પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી મહાયશવિજયજી મહારાજના હસ્તે સંયમ ગ્રહણ કર્યું. પિતા મુનિ હેમવર્ધનવિજયજી, મુનિ શ્રી હેમતિલકવિજયજી બને અભ્યાસ સાથે વૈયાવચ્ચ આદિમાં મગ્ન બની ગુરુકૃપા પ્રાપ્ત કરી રહ્યા છે. બન્ને બહેન મહારાજો તથા માતા મહારાજ ત્રણે સાધ્વીજી ભગવંતની નિશ્રામાં રહી ભણવા સાથે સુંદર સેવા-ભક્તિ–વૈયાવચ્ચ-તપ-આરાધનામાં મગ્ન છે. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી, મહારાજાના સમુદાયમાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના ગ્રુપમાં, પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીની પાવની નિશ્રામાં સુંદર આરાધના કરતા એવા મુનિ શ્રી હેમવર્ધનવિજયજી મહારાજ, ગુરુ પૂ. ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ, મુનિ શ્રી હેમતિલકવિજયજી મહારાજ, ગુરુ પૂજ્ય ગણિવર્ય શ્રી હેમપ્રભવિજયજી મહારાજ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા (બાપજી મહારાજના સમુદાયના)નાં આજ્ઞાવર્તિની પરમ પૂજય સાધ્વીજી શ્રી પાલતાશ્રીજી મહારાજનાં શિષ્યા, સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ પાસે સુંદર આરાધના કરી રહ્યાં છે. સાધ્વીજી શ્રી ક્ષમાવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુ-સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ સાધ્વીજી શ્રી ભવ્યવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુસાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી મહારાજ, સાધ્વીજી શ્રી તત્ત્વવર્ધનાશ્રીજી મહારાજ, ગુરુ-સાધ્વીજી શ્રી ભવ્યવર્ધનાશ્રીજી મહારાજ. સૌજન્ય : પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વડાલિયાસિંહણના ભક્તજનો તરફથી આસુભાઈ વેલજી ગડા પ્રેમજીભાઈ (મુનિશ્રી પુન્યભદ્રવિજયજી) પત્ની-દયાબહેન પુત્ર--જિનેશ પુત્રી --જાગૃતિ પુત્રી--અમિતા સા. દિવ્યવર્ધનાશ્રીજી મુનિ જિનભદ્રવિજયજી સા. જિનવર્ધનાશ્રીજી સા. આત્મવર્ધનાશ્રીજી કચ્છની ધીંગી ધરાના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના મુંબઈ દાદર રહેતાં પિતાશ્રી આસુભાઈ અને માતા રતનબેનના સુપુત્ર પ્રેમજીભાઈ સ્થાનકવાસી ધર્મ કરનાર હતા. કચ્છ વાંકીના ઉત્તરપ્રદેશમાં કાનપુરની નજીક સુમેરપુરમાં રહેતાં પિતા પ્રેમજીભાઈ અને માતા તેજબાઈનાં પુત્રી દયાબહેન સાથે લગ્ન થયાં. પ્રેમજીભાઈના જીવનમાં ધર્મના વિશેષ કોઈ ભાવ નહોતા પણ....સ્વભાવની સરળતા અને નિખાલસતાની સાથે ધર્મપત્નીના ધર્મસંસ્કારો તેમને ઉપકારક બની ગયા. તેમનાં સાળા-સસરા-બે સાળીઓ અને સાળીની દીકરીએ સંયમ ગ્રહણ કરેલું. તેથી અવાર-નવાર તેમના સંપર્કમાં આવતા રહેતા. તેમાં સુપુત્રી જાગૃતિએ ઉપધાનતપ કર્યું અને તેનામાં ધર્મના ઊંડા સંસ્કારો પડ્યા. તે સંયમની ભાવનાવાળી થઈ. નાની બહેન અમિતા નાનપણથી પૂજ્ય સાધ્વીજી ભગવંતો પાસે જ રહેતીતેથી તેની સંયમની ભાવના તો હતી જ. સંવત ૨૦૫૦ ચૈત્ર વદ-૬ રવિવાર ૧-૫-૯૪ના હાલારતીર્થ-આરાધનામાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજાની નિશ્રામાં તેમના હસ્તે દીક્ષા થઈ. પરમ પૂજ્ય બાપજી મહારાજના શિષ્યરત્ન, પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ ૧00 ઓળીના તપસ્વી શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાવર્તિની, પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી પાલતાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજી (જાગૃતિબહેન તથા અમિતાબહેનના સંસારી માસી મહારાજ) પાસે સંયમ ગ્રહણ કરી, તેઓ ક્રમશઃ સાધ્વીજી શ્રી જિનવર્ધનાશ્રીજી તથા સાધ્વીજી શ્રી આત્મવર્ધનાશ્રીજી તરીકે સંયમ-આરાધનામાં મગ્ન બન્યાં. નાનકો એકનો એક ભાઈ જિનેશ નાની ઉંમરનો હતો. માતા દયાબહેનની આંતરિક પ્રેરણાથી અને નાના મહારાજ-મામાં મહારાજ-માસી મહારાજ તથા બહેન મહારાજની સંયમની આરાધનાને જોતાં તેને પણ ભાવ થયા. અને ૧રા વર્ષની નાની ઉંમરે હાલારતીર્થ-આરાધનાધામમાં સંવત ૨૦૫૫ વૈશાખ સુદ-૭ ના દિવસે સંયમ ગ્રહણ કરીને આગળ વધવા લાગ્યો. સાચી માતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy