SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૬૩ દીક્ષા થઈ, પણ ગજબ એ થયો કે ગુરુ ભગવંતના ગુણોનું વિનય દ્વારા તેમનામાં અવતરણ થઈ ગયું. એમના ગુરુ મહારાજ પૂજ્ય પંન્યાસ શ્રી જિનસેનવિજયજી મહારાજે વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૨૬ ઓળી કરી છે. એ આયંબિલતપની લગની તેમને પણ લાગી અને મુનિરાજ શ્રી હર્ષસેનવિજયજી ગુરુ ભગવંતની આજ્ઞા-આશીર્વાદથી ગ્રુપના વડીલ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ સાથે ઓળીની આરાધનામાં લાગી ગયા અને આજે ૫૫-૫૫ ઓળી સુધી પહોંચી ગયા છે. એમના શ્રાવિકા મ. સાધ્વીજી શ્રી દિવ્યકપાશ્રીજી મહારાજ અને પુત્રી મહારાજ સાધ્વી શ્રી ચારકપાશ્રીજી ઓળી કરી રહ્યાં છે અને સંયમની આરાધનામાં આગળ વધી રહ્યાં છે. નાથાલાલ પદમશી ચંદરિયા (હાલાર-જિલ્લો-જામનગર-રાવલસર) સુપુત્ર શાંતિલાલ (મુનિ શ્રી હેમવર્ધનવિજયજી) પત્ની કંચનબહેન પુત્ર--મિતુલ પુત્રી-ફાલ્ગની પુત્રી-રિપ્પલ સા. ક્ષમાવર્ધનાશ્રીજી મુનિ શ્રી હેમતિલકવિજયજી સા. ભવ્યવર્ધનાશ્રીજી સા. તત્તવર્ધનાશ્રીજી હાલારના જામનગર જિલ્લાના રાવલસર ગામના ચંદરીયા કુટુમ્બના નાથાલાલભાઈ. તેમના પાંચ પુત્રો હતા. તેમાંથી વચલા સુપુત્ર શાંતિલાલભાઈ. ધર્મના એવા કોઈ સંસ્કાર નહીં કે વિશેષ કંઈ આરાધના કરી શકે! એમાં બાજુના નાઘેડી ગામના હેમરાજભાઈ નાગડાની સુપુત્રી કંચનબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. બે સુપુત્રીઓ, એક પુત્ર એ રીતે આ પાંચે પુન્યાત્માઓનો સંસાર ચાલે છે. જામનગર-કામદાર કોલોનીમાં જ્યારે સંઘનાં દેરાસર-ઉપાશ્રય ન હતાં ત્યારે એક મકાનમાં સાધ્વીજી શ્રી જયભદ્રાશ્રીજીનું ચાતુર્માસ થયું. ત્યારબાદ સાધ્વીજી શ્રી ભાવવધનાશ્રીજીનું ચાતુર્માસ થયું. તેમની પાસે બન્ને સુપુત્રીઓ ભણવા-શીખવા જતી હતી. પછી હાલારતીર્થ-આરાધનાધામમાં પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજાની નિશ્રામાં સંસ્કારસત્ર હતું, તેમાં ત્રણે ભાઈબહેન જોડાયાં. સુપુત્ર મિતુલના પૂર્વના કોઈ ઋણાનુબંધ કે આ સત્રમાં ભણવા આવ્યા પછી પૂજ્ય ગુરુભગવંત પાસે આવતો રહેતો. તેમાં એના જન્મદિવસે જામનગરથી પાંચે પુણ્યાત્માઓ આવ્યા. મિતુલ.....! થોડા દિવસ ગુરુભગવંત પાસે રોકાયો. તે હળુકર્મી આત્મા હોવાથી સંસારની તેને કોઈ વસ્તુ ન ગમે. ધર્મ જ ગમતો હતો. ચાતુર્માસ પછી હાલારતીર્થમાં ઉપધાનતપ હતાં. પૂજ્ય ગુરુભગવંતો જામનગરથી વિહાર કરી રહ્યા હતા. ત્યારે તેમના ઘર પાસેથી નીકળતાં તેઓ વંદન કરવા રોડ ઉપર આવ્યા. ત્યારે ગુરુમહારાજે તેમને કહ્યું કે “આ બંને બહેનોને ઉપધાન તપ કરાવી લ્યો સરસ થઈ જશે.” ગુરુવચન તહત્તિ કરનાર આ બંને પુન્યાત્માઓએ હા પાડી. ઉપધાન શરૂ થવાના આગલે દિવસે બન્ને બહેનોને મૂકવા મમ્મી-પપ્પા સાથે મિતુલ પણ આવ્યો. તેણે બન્ને બહેનો સાથે મારે પણ ઉપધાન કરવું છે તેવો આગ્રહ કર્યો. આટલો નાનો આ બાળક, ફૂલની કોમળ કડી જેવું અમારું આ સંતાન ઉપધાન તપ કેવી રીતે કરી શકશે એવો વિચાર તેના મમ્મી-પપ્પાને આવ્યો, પણ ગુરુમહારાજે કહ્યું કે “ચિંતા ન કરો. થઈ જશે.” પછી બધી વસ્તુઓ-સંથારો–ઉત્તરપટ્ટો વગેરે તૈયાર કરી તેને ઉપધાનમાં બેસાડ્યો. કપડાં વગેરે બીજા દિવસે મોકલી આપ્યા. ત્રણે ભાઈબહેનોએ ખૂબ જ સારી રીતે, ચડતા ભાવે ઉપધાનતપની આરાધના કરી. ત્યારથી સંયમના બીજ વવાવાં લાગ્યાં. પછી તો ત્રણે ભાઈ-બહેનો પૂજ્ય ગુરુભગવંતો પાસે ભણે છે. આવે છે ને જાય છે. ત્યારે સંતાનોનાં હિતેચ્છ, સંતાનોના આત્માનાં હિતચિંતક, ઉત્તમ એવાં માતા-પિતાએ પોતાનાં કાળજાંની કોર જેવા એકના એક લાડકવાયા નાનકડા સુપુત્ર મિતુલને ગુરુભગવંતને સોંપ્યો અને બહેનોને સાધ્વીજી ભગવંત પાસે ભણવા મૂકી. સંવત ૨૦૫૪ મહાસુદ-૧૩ના દિવસે હાલારતીર્થ આરાધનાધામમાં પરમ પૂજ્ય તપસ્વી સમ્રાટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાના હસ્તે આઠ-આઠ મુમુક્ષુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy