SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ચતુર્વિધ સંઘ શ્રી દેવશીભાઈ સુપુત્ર હરિભાઈ : મુનિ શ્રી હર્ષસેનવિજયજી પત્ની : દયાબહેન સુપુત્રી : રૂપલ સાધ્વીજી શ્રી દિવ્યકૃપાશ્રીજી સાધ્વીજી શ્રી ચારુકૃપાશ્રીજી કચ્છ માંડવીમાં શ્રી તપગચ્છ જૈન સંઘના સક્રિય કાર્યકર-ટ્રસ્ટી શ્રી હરિભાઈના જીવનમાં ધર્મનો વિશેષ પ્રવેશ તેમજ સંયમમાં પ્રવેશ કરાવવામાં નિમિત્ત બન્યા તેમના સુપુત્ર રમિનકુમાર. એકદમ બ્રિલિયન્ટ સુપુત્ર રશ્મિનને અચાનક રોગ લાગુ પડ્યો જેથી હાથ-પગનાં અંગો વિકૃત થઈ ગયાં, પણ..આ બાળકની પૂર્વની મહાન પુજાઈ કે માતા-પિતા, બહેનને તો પુત્ર–ભાઈ પ્રત્યે પ્રેમ હોય, પણ...રશ્મિનનાં મિત્રો–આડોશી-પાડોશીઓને પણ એટલો બધો પ્રેમ હતો કે ટ્રાયસિકલમાં બેઠેલા રશ્મિનને એના મિત્રો કોલેજમાં તેડી જતી. પાઠશાળાનાં બાળકો પાઠશાળા તેડી જતાં અને ત્યાં રમિનભાઈ ધાર્મિક ભણાવતાં. માતા-પિતા અને બહેન ૨૫ વર્ષથી આ રશ્મિનભાઈને ઉપાડીને દેરાસર-ઉપાશ્રયમાં તેડી જતાં. પૂજા-સામાયિક કરાવતાં અને જબ્બર સેવા કરતાં. એમાં પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજનું ચાતુર્માસ માંડવીમાં થયું ત્યારે આ કુટુમ્બે ચારે–ચાર મહિના સાધર્મિક–મહેમાનોની ભક્તિનો સુંદર લાભ લીધો હતો. રશ્મિનભાઈ માટે એક દિવસ વ્યાખ્યાનમાં મુનિ હેમપ્રભવિજયજી કર્મ ઉપર વાત કરી રહ્યા હતા, તેમાં પ્રસંગોપાત બોલ્યા કે “જુઓ બિચારા રચિમનભાઈને કર્મો કેવું કર્યું છે” વગેરે...... વ્યાખ્યાન પૂરું થતાં રશ્મિનભાઈએ મુનિશ્રીને કહ્યું કે “સાહેબ..........! મારે એક મિનિટ કામ છે.” મહારાજ રચિમનભાઈ પાસે ગયા. રચિમનભાઈ બોલ્યા કે “સાહેબ...! આપે મને બિચારો કહ્યો. હું ક્યાં બિચારો છું. મને આવાં ઉત્તમ માતા-પિતા મળ્યાં, બહેન મળી, આવા દેવ-ગુરુ-ધર્મ મળ્યા અને હું આટલી આરાધના કરી શકું છું. હું બિચારો કેમ?' મહાત્માએ કહ્યું : “તમારી વાત સાચી છે......” આવા રચિમનભાઈના સત્ત્વને વંદન કરવાં રહ્યાં. એ રશ્મિનભાઈ આવી તબિયતમાં પણ તપ-આરાધનામાં મગ્ન હતા. એમણે કહેલું કે “હું તો સંયમ ન પામી શક્યો પણ મમ્મી-પપ્પા અને બહેન તમો ત્રણે જરૂર સંયમ લેજો તો મારો અંતરાત્મા આનંદિત થશે.” એક દિવસ પૂરી જાગૃતિમાં રશ્મિનભાઈએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું, અને સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. સુપુત્રના વચનને ધ્યાનમાં રાખીને આ કુટુમ્બનાં ત્રણ સભ્યો સંયમ માટે હવે તૈયારી કરવાં લાગ્યાં. પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજને વિનંતી કરી કે અમને હવે સંયમ આપવા અનુગ્રહ કરો. દયાબહેન-રૂપલબહેને વાગડ સમુદાયના આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજાની આજ્ઞાથી તેમનાં આશાવર્તિની સાધ્વીજી શ્રી ચેલ્લભાશ્રીજી પાસે સંયમ માટે ભાવના જણાવી. સંવત ૨૦ વૈશાખ સુદ-૬ના માંડવી મુકામે મહામહોત્સવપૂર્વક ત્રણે પુણ્યાત્માઓએ સંમમ ગ્રહણ કર્યું. હરિભાઈના સંયમજીવનની શરૂઆત જ સમર્પણભાવથી થઈ કે તેમની દીક્ષાની ક્રિયા ચાલુ થઈ. જ્યારે એમનું નામ તેમજ ગુરુ ભગવંતનું નામ બોલાયું ત્યારે સમર્પણભાવથી ભાવિત બનેલા હરિભાઈએ સહર્ષ સ્વીકાર કરીને ગુરુભક્તિ પ્રદર્શિત કરી. તેમનું નામ પડ્યું મુનિ શ્રી હર્ષસેનવિજયજી, ગુરુ ભગવંત-પંન્યાસ શ્રી જિનસેનવિજયજી મહારાજ. જ્યારે એમનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમના ગુરુ ભગવંત તો મુંબઈ બિરાજમાન હતા. તેમને પણ ખબર નહોતી કે મારા નામના શિષ્ય બનાવવામાં આવ્યા છે. મુનિ શ્રી હર્ષસેનવિજયજીએ દીક્ષા લેતાં પહેલાં કહેલું કે “સાહેબ...! હું તપમાં બિયાસણાથી વધુ નહીં કરી શકું” ત્યારે પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજે કહેલું કે “ભલે તમે સુખેથી આરાધના કરજો.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy