SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૫૧ ભીકમચંદજી સાકળચંદજી કાશ્યપગોત્ર તુર સુપુત્ર ફૂલચંદજી મુનિ શ્રી ધન્યસેનવિજયજી મ. પત્ની--બદામીબહેન સાધ્વીજી શ્રી વિનીતદર્શિતાશ્રીજી પુત્રી--આશા સાધ્વીજી શ્રી અનુપમદર્શિતાશ્રીજી રાજસ્થાનના સિરોહી જિલ્લાના કૈલાસનગરમાં ભીકમચંદજીના સુપુત્રોમાંથી સૌથી વડીલબંધુ ફૂલચંદજી..... તેમના લઘુબંધુ મગનભાઈએ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી પાસે સંયમગ્રહણ કર્યું અને તેઓ વર્ધમાન તપોનિધિ પંન્યાસ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય બન્યા. મુનિ શ્રી મલ્લિસેનવિજયજી કે જેઓ મહાત્માઓની સેવાભક્તિ વૈયાવચ્ચ દ્વારા આગળ વધ્યા. પૂજ્યોની કૃપાથી સં. ૨૦૫૪ માગસર વદી ૩ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા અને આશીર્વાદથી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજના હસ્તે ગણિ-પંન્યાસઉપાધ્યાય અને આચાર્યપદને પામ્યા. સંસારી વડીલબંધુ, વૈરાગી ફૂલચંદજીને સંયમ ગ્રહણ કરવાની ખૂબ જ તાલાવેલી હતી પણ શ્રાવિકા બદામીબહેનને દીક્ષાનું નામ આવે ને ચક્કર આવવા માંડે. પ્રેશર વધી જાય. તે કહે અહીં જેટલી ધર્મારાધના કરવી હોય તેટલી કરો પણ સંયમ નહીં, એટલે હવે તો શું થાય? એકની એક સુપુત્રી આશા પણ પૂજ્ય સંસારી સંબંધી સાધ્વીજી શ્રી મુક્તિદર્શિતાશ્રીજીના સંપર્કથી વૈરાગ્ય વાસિત બનતી ગઈ. પણ હજુ બદામીબહેનને ચારિત્ર મોહનીય કર્મ સતાવે છે. એમાં એક દિવસ અચાનક કોઈ એવી પળ આવી ગઈ. પોતાની કરેલી આરાધનાથી કર્મે વિવર આપ્યો અને તેમણે સંયમની ભાવના વ્યક્ત કરી, ત્યારે વૈરાગ્યવાન ફૂલચંદજીભાઈ આનંદિત થઈ ગયા. ફૂલચંદજીએ તેમના પિતાશ્રી–માતુશ્રી અને ભાઈઓની ભાવનાથી ઉપધાનતપ કરાવ્યું. રાણકપુર નવપદ આરાધક સમાજની ઓળી, પંચતીર્થી યાત્રા ઓળીવાળાઓને બસમાં કરાવી. ઉજામણથી બસમાં હાલારતીર્થ સુધી અને હાલારતીર્થથી જૂનાગઢ થઈ પાલિતાણાનો છ'રીપાલિત સંઘ નીકળ્યો, તેમાં મુખ્યદાતા તરીકેનો તેમણે લાભ લીધો. નવપદ આરાધક સમાજના મુખ્ય કાર્યકર તરીકે રહ્યા. સં. ૨૦૫૦ મહાસુદ ૮ વાર શુક્ર તા. ૧૯-૨-૯૪ના કૈલાસનગરમાં જ ત્રણે પુણ્યાત્માઓએ પૂજ્ય મુનિરાજ શ્રી મલ્લિસનવિજયજી મહારાજના હસ્તે પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ધન્યસેનવિજયજી મહારાજ બન્યા. | મુનિરાજ શ્રી ધન્યસેનવિજયજી મહારાજે જીવનમાં કરેલી તપશ્ચયીઓ : * પોષદશમીનાં એકાસણાં ૮ વર્ષની ઉંમરથી નિરંતર.... * નવપદજીની અલુણી ઓળી નવ ૧૧ વર્ષની ઉંમરથી.... ૪ વર્ધમાનતપની ૪૭ ઓળી, શ્રેણીતપ. વર્ષીતપ.... * ઉપવાસ ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૩૦, ૩૫, ૪૪, ૫૧, ૬૮.... * શત્રુંજય તીર્થમાં ત્રણ ચાતુર્માસ, નવ્વાણુંયાત્રા, ચઉવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા....* વીશસ્થાનકતપ ચાલુ ૧૬ ઓળી થઈ...* ૫00 આયંબિલ એક વખત સળંગ અને એક વખત એકાંતર... સાધ્વીજી શ્રી મુક્તિદર્શિતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી વિનીતદશિતાશ્રીજી મ. કરેલી તપશ્ચર્યા : કે પોષદશમી, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણીતપ, મોક્ષદંડક તપ.... * નવપદજીની ઓળીઓ, વર્ધમાનતપની ઓળી......૨૫મી * ૫૦૦ આયંબિલ એકાંતર, સળંગ ૨૭પ આયંબિલ..... * શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ, નવાણુંયાત્રા.....* ઉપવાસ-૨-૫૮-૧૧-૧૪....... સાધ્વીજી શ્રી વિનીતદર્શિતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી અનુપમ રિતાશ્રીજીએ કરેલી તપશ્ચય : ક પોષદશમી, વર્ષીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ...... * નવપદજીની ઓળીઓ, વર્ધમાનતપની ઓળી......૧૮મી આ રીતે સુંદર આરાધનામાં મગ્ન એવો આ સંયમી પરિવાર અનેકોને સંયમ-તપ-આરાધનામાં આદર્શ પૂરા પાડી રહ્યો છે. . સૌજન્ય : પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વડાલિયા સિંહણના ભક્તજનો તરફથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy