SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પપ૯ પૂ.સા. શ્રી ક્ષીણમોહાશ્રીજી મ.સા. આજથી દશ વર્ષ પહેલા દીક્ષિત થઈ નામ યથાર્થ કરી રહ્યાં છે. ખરેખર સ્થિતપ્રજ્ઞ છે. પૂ. સા. શ્રી સમ્યગદર્શિતાશ્રીજી મ.સા. : ૩૦ વર્ષની યૌવનવયે દીક્ષિત થઈને સ્વાધ્યાયના અપૂર્વ રસ સાથે સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે. પૂ.સા. શ્રી અપૂરત્નાશ્રીજી મ.સા. : ૨૦ વર્ષની નાની વયમાં દીક્ષિત થઈને સાત વર્ષના સંયમપર્યાય સાથે વ્યાકરણાદિનો અભ્યાસ કરી રહ્યાં છે. શ્રી ચિમનલાલ ભીખાલાલ લાધાણી પરિવાર મિળ એટાવાસણ] (હાલ ધાનેરા) પરિવાર, પિતા શ્રી ચિમનભાઈ–માતુશ્રી ધાપુબહેન પુત્ર (સેવંતીભાઈ) ઉં. ૪૩ મુનિ રાજરત્નવિજયજી મ.સા. સ્નેહલભાઈ (પુત્ર) ઉં. ૨૦ મુનિ રાજદર્શનવિજયજી મ.સા. (વ્યાકરણ) ઉત્કર્ષ (પુત્ર) ઉં. ૧૨ મુનિ રત્નબોધિ વિ. મ.સા. વ્યાકરણ-ન્યાય. કરીઆબેન (પુત્રી) ઉ. ૧૮ રક્ષાબહેન (ધર્મપત્ની) ઉ. ૪૧ સા.શ્રી દર્શનરૂચિતાશ્રીજી મ.સા. સા. દિવ્યરુચિતાશ્રીજી મ.સા. (વ્યાકરણ-ન્યાય) શેઠ ચિમનલાલ ભીખાલાલ લાધાણીના સૌથી નાના સુપુત્ર સેવંતીભાઈના આખા પરિવારના પાંચ સભ્યોએ સંયમમાર્ગ | સ્વીકાર્યો. બે પુત્રો + એક પુત્રી અને પોતે બે દીક્ષા વિ. સં. ૨૦૫૫ મહા સુદ-૧૪ ધાનેરા મુકામે વડી દીક્ષા વિ. સં. ૨૦૫૫ ફાગણ વદ-૫ ડીસા (નેમનાથનગર મધ્યે) મુનિ રાજરત્નવિજયજી મ.સા. : સંસારીપણામાં હીરાના વેપારી હતા ૫. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.નાં વ્યાખ્યાનોથી ધર્મ તરફની રૂચિ થઈ અને જીવનમાં ટર્નીંગ પોઈન્ટ આવ્યો. દીક્ષા જ લેવી છે એવી પ્રબળ ભાવના મુંબઈના લાલબાગનાં વ્યાખ્યાનો સાંભળતાં તથા પ.પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિજી મ.સા.નાં પુસ્તકો વાંચતાં થઈ. ત્યારબાદ પૂરા પરિવારને આ માર્ગે ચાલવા પ્રેરણા કરી. ધર્મપત્ની અને પુત્રો, પુત્રીએ પણ એમનો બોલ ઝીલ્યો. પછી પાંચેક વર્ષ સુધી સંયમ માટેની ટ્રેઇનિંગ માટે પોતે તથા બે પુત્રો પ.પૂ. આશ્રિતાધાર મુનિ બોધિરત્ન મ. તથા આગમપ્રજ્ઞ મુનિ તપોરત્નવિજયજી મ.સા. પાસે રાજકોટ મુકામે ચાતુર્માસ માટે રહેવા ગયા તથા ધર્મપત્ની તથા પુત્રી વાગડ સમુદાયનાં પણ હાલ પૂ.આ.ભ. શ્રી રામચન્દ્રસૂરિજી મ.સા.ના સમુદાયનાં પૂ.સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ની પાસે અમદાવાદ રહેવા ગયાં. દીક્ષા પહેલાં છેલ્લાં બે વર્ષ અભ્યાસ માટે સમગ્ર પરિવાર સાથે અમદાવાદ જહાંપનાહની પોળમાં રહીને પંડિતવર્ય રતિભાઈ પાસે સંસ્કૃત બુકો, વ્યાકરણ, કર્મગ્રંથ, સંસ્કૃત-પ્રાકૃત વાચન માટે ૨૦૧પમાં શાસનની ખૂબ જ પ્રભાવના કરવાપૂર્વક ધાનેરા મુકામે દીક્ષા લીધી. અત્યારે સંયમ યાત્રાનાં પાંચ વર્ષ પૂરાં થાય છે. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થાય છે. આજ પૂ. ગુરુનિશ્રાએ સુંદર આરાધના કરી રહ્યાં છે. શાહ કેશવલાલ પૂનમચંદ પરિવાર (ઊંબરીવાળા) શૈલેષભાઈ (રક્ષિતરત્ન વિજયજી મ.સા.) પ્રજ્ઞાબહેન (પત્ની) હરિન (પુત્ર) જિમી (પુત્ર) મોક્ષતાશ્રીજી મ.સા. કલ્પરક્ષિત વિ.મ.સા. જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા. સૌજન્ય : મહેતા મગનલાલ મોતીચંદ હ : રમણીકભાઈ, જયંતિભાઈ વસંતભાઈ કાન્તિભાઈ પ્રદીપભાઈ વર્ધમાનનગર, રાજકોટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy