SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ચતુર્વિધ સંઘ પૂ. પંન્યાસપ્રવરશ્રી તપોરત્નવિજયજી મ.સા. : અગિયાર વર્ષની બાળ ઉંમરે પિતાજી મ.સા.ની સાથે દીક્ષિત બની દાદાગુરુ મ.સા.ની અનેરા ભાવથી અપૂર્વ વૈયાવચ્ચ કરી અને સાથે સાથે ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમો, શાસ્ત્રોનું અધ્યયન કરી એનાં રહસ્યો જાણ્યાં. આજે પણ સત્તર શિષ્ય-પ્રશિષ્યોના તારક બની વિશુદ્ધ કોટિનું સંયમજીવન જીવી રહ્યા છે, નિસ્પૃહ શિરોમણિ છે. પૂ. પંન્યાસપ્રવરશ્રી ફુલરત્નવિજયજી મ.સા. : નવ વર્ષની વયે દીક્ષિત થયા. દાદાગુરુની અપૂર્વ સેવા કરી અને પરમવૈયાવચ્ચી તરીકે આજે બધાની આંખના તારા બની શુદ્ધ કોટિનું ચારિત્રપાલન કરી રહ્યા છે. પૂ. સા. શ્રી માનહંસાશ્રીજી મ.સા. ૧૫ વર્ષની ઉંમરે પિતાજી મ.સા. સાથે દીક્ષિત થયાં અને વ્યાકરણાદિનો અભ્યાસ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે. સૌમ્યસ્વભાવી છે. પૂ.સા. શ્રી પ્રિયહંસાશ્રીજી મ.સા. : ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને માતાજી મ.સા.ની ચિંતા ઓછી કરી. શ્રી કુન્દનમલ બદાજી ચાંદરાઈ (રાજસ્થાન)વાળા પરિવાર બદાજી કુન્દનમલભાઈ [ધર્મપત્ની સૂકીબાઈ] મુનિશ્રી ભાગ્યરત્નવિજય મ.સા. ભૂપેન્દ્ર નારંગીબહેન રમીલાબહેન દિલીપ લતા [સા. શ્રી ક્ષીણમોહાશ્રીજી મ.સા.] | [મુનિ દિવ્યરત્નવિ. મ.સા.] [મુનિ વિશ્વરત્ન વિ.મ.સા.] [સા. અપૂર્વરત્નાશ્રીજી મ.સા.] સમ્પતિબહેન [સા. શ્રી સમ્યગુદર્શિતાશ્રીજી મ.સા.] [મુ. રશ્મિરત્ન વિ.મ.સા.] પરિવારના આઠ સભ્યોએ (૩ પુત્ર + ૩ પુત્રી અને પોતે ૨) દીક્ષા લીધી. એક પુત્રી (નારંગીબહેન)નાં લગ્ન થયાં પણ તેમને બે પુત્રો છે અને એ ચારેય જણા દીક્ષા લેવાની ભાવના રાખે છે. પ.પૂ. શ્રી ભાગ્યરત્નવિજયજી મ.સા. ૫૫ વર્ષની ઉંમરે દીક્ષિત થઈ સમગ્ર પરિવારને તારનારા બન્યા. આજે સાતેક વર્ષના પર્યાય સાથે સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. વૈશાખ વદ-૧ના અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વૈશાખ વદ૧ના અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના ત્રણ પુત્રો મુનિઓ, ત્રણ પુત્રીઓ સાધ્વીઓ, ધર્મપત્ની પૂ. સાધ્વીજી, એક સાળાની પુત્રી સાધ્વીજી. - પૂ. મુનિશ્રી વિશ્વરનવિજયજી મ.સા. : ૧૭ વર્ષની ઉંમરે દીક્ષિત થઈ, સંયમ પર્યાયના દશ વર્ષમાં વ્યાકરણાદિનો અભ્યાસ કરી-કરાવી રહ્યા છે, પૂ. શ્રી તપોરત્નવિજયજી મ.સા.ના પ્રથમ શિષ્ય બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. પૂ. મુનિશ્રી દિવ્યરત્નવિજયજી મ.સા. : ૨૮ વર્ષની ઉંમરે દીક્ષિત થયા. આજે સાત વર્ષના સંયમ પર્યાય સાથે સુંદરસંયમજીવન જીવી રહ્યા છે. પૂ. મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા. : ૨૫ વર્ષની ઉંમરે દીક્ષિત થયાં. આજે સાત વર્ષના સંયમપર્યાય સાથે પિતાજી મ.સા.નો પડછાયો બની તેમની અપૂર્વ વૈયાવચ્ચ કરી રહ્યાં છે. પૂ.સા. શ્રી સંવેગરનાશ્રીજી મ.સા. : ૫૩ વર્ષની ઉંમરે દીક્ષિત થયાં અને પરિવારના તારક બન્યાં. સાચા માતુશ્રી બનીને જેમણે પોતાના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓને સંયમમાર્ગે વાળી પોતે પણ સંયમમાર્ગ સ્વીકાર્યો. ધન્ય એ આર્યારત્નાને. સૌજન્ય : શાહ કાન્તિલાલ ડાહ્યાભાઈ હઃ યશવંતભાઈ હર્ષદભાઈ વર્ધમાનનગર-રાજકોટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy