SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પપ૦ પ્રથમ સંતાન પણ ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું જ હતું પરંતુ કુદરતના કોઈ અકળ સંકેતથી એ દીકરાને લગ્નજીવન તરફ વળવું પડ્યું તો પણ તેમણે ૪૦ વર્ષની ઉંમરે પત્ની, બે પુત્રો, બે પુત્રીઓની સાથે વિ. સં. ૨૦૩૧ની સાલે પિંડવાડા મુકામે ૫.પૂ. આ.શ્રી હીરસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં પ.પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના વરદ હસ્તે દીક્ષા સ્વીકારી અને મુનિરાજશ્રી બોધિરત્નવિજયજી મ.સા. બન્યા. પૂજ્યશ્રી સમગ્ર પરિવારના આધારરૂપ અને સમગ્ર પરિવારનું કલ્યાણ કરનારા બાબુભાઈએ ભર યૌવનવયે સમગ્ર પરિવારને સાથે લઈ દીક્ષિત થઈ પિતાજી મહારાજ સાહેબનો સંયમ વારસો જાળવ્યો. આજે ૩૦ આશ્રિતોના યોગક્ષેમકારક બની સુંદર સંયમજીવન જીવી રહ્યા છે. દૈવી સંપત્તિનું જ્વલંત ઉદાહરણ વિક્રમ સં. ૨૦૪૯ ની સાલમાં સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી મહોદયસૂરિજી મ.સા. ની આજ્ઞાથી પૂ. મુનિશ્રી બોધિરત્નવિ. મ.સા. એમના બને પુત્ર મુનિરાજો તેમજ મુનિશ્રી ચૈતન્યદર્શનવિજયજી મ. તથા મુનિશ્રી પ્રશમાનંદ વિ.મ.સા. એમ પાંચ ઠાણાએ રાજકોટ વર્ધમાનનગર, ચાતુર્માસ નિમિત્તે જવાનું થયેલ, એ ચોમાસામાં આવનારા મહેમાનો તેમજ મુમુક્ષુઓની ભક્તિનો લાભ સુશ્રી સૂરજબહેન મગનલાલ મોતીચંદ મહેતા પરિવાર, સુશ્રી કાન્તિલાલ ડાહ્યાલાલ પરિવાર એમ બે સંયુક્ત પરિવારે લીધો, ખબર નહિ કે એ પરિવારોની સુદ્રવ્યની લક્ષ્મીકમાણી કેવી કામણગારી હશે? ભક્તિ કરતાં કરતાં હૈયાના ભાવો શું હશે? ચાતુર્માસ દરમ્યાન જે જે મુમુક્ષુઓની ભક્તિની તક થોડા દિવસ માટે પણ તેમને મળી એમાંના લગભગ બધા દીક્ષિત થઈ ચૂક્યા એ પૈકી છ તો દીક્ષીત થતાં-નીચે મુજબ પ.પૂ. યશોજિવિજય મ.સા. (પ.પૂ.આ. શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ.સા.ના પછી પ.આ.ભ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના શિષ્ય) એમના બે પુત્ર-પુત્રીઓ એક સાધ્વીજી મ., એક બહેન સાધ્વીજી મ. એ જ બહેન મહારાજની બે દીકરી સાધ્વીજી મ. પૂ. પુણ્યરત્ન વિ.મ.સા. એમની બે દીકરીઓ સાધ્વીજી મ., પૂ. બા સાધ્વીજી મ., ધર્મપત્ની સાધ્વીજી મ. પૂ. રાજરત્ન વિ.મ.સા. : એમના બે પુત્ર મુનિઓ, એક પુત્રી સાધ્વીજી મ., ધર્મપત્ની સાધ્વીજી મ. પૂ. મુ. દેવનંદી વિ.મ.સા. એમની ત્રણ દીકરી સાધ્વીજી મ. અને ધર્મપત્નિ સાધ્વીજી મ. પૂ. ચરણસુંદર વિ.મ.સા. : એમના એક પુત્ર મુનિરાજ. આજ ઉપરોક્ત રાજકોટ નિવાસી અને પરિવારોએ સુવિશાલ ગચ્છાધિપતિ હમભૂષણસૂરિજી મ.સા.ની આશા અને આશિષ પામી ગણિવર્યશ્રી બોધિરત્નવિજયજી મ. આદિ ઠાણા ૨૫ ની નિશ્રામાં ૩૫૦ થી વધુ આરાધકોનું ચાતુર્માસ શ્રી શત્રુંજયના પવિત્ર પરિસરમાં શ્રી સૌધર્મનિવાસ ધર્મશાળામાં કરાવ્યું. જોગાનુજોગ પ્રથમ પરિવારના મોભી શ્રી મગનદાદા ભાદરવા વદ-૧૧ને દિવસે નિર્મળ જીવનના અવતાર સમા પ.પૂ.આ. શ્રી મહાબલસૂરિજી મ. તથા પ.પૂ. પ્રવચન પ્રદીપ આ. શ્રી પુણ્યપાલસૂરિજી મ.ના શ્રીમુખે નવકાર સાંભળતાં વિશાળ ચતુર્વિધ શ્રીસંઘની નજર હેઠળ સૌધર્મનિવાસમાં જ સ્વર્ગવાસને વર્યા. આ જ રીતે પ.પૂ. મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. તેમજ “ધન્ય જીવન-ધન્ય મરણ”ના ઉદાત્ત ઉદાહરણ સમા મગનબાપાને યાદ કરી જિનશાસનનો લહાવો એમની જેમ આપણે પણ લેતા થઈએ એ જ શુભ ભાવના. પૂ. મુનિરાજશ્રી વિશ્વધનવિજયજી મ.સા. : ૧૭ વર્ષની નાની વયમાં દીક્ષા લઈ માત્ર સાત વર્ષના સંયમપર્યાયમાં કર્મોનું નિકંદન કાઢી દીધું નાનો ફોડલો થયો અને તેનું ઓપરેશન કરાવવા જતાં અચાનક કાળધર્મ પામ્યા. - પૂ. સા. શ્રી પરમહંસાશ્રીજી મ.સા. : ધર્મનિષ્ઠ પતિનો પડછાયો બની “પતિની જે ઇચ્છા એ જ મારી ઇચ્છા” એમ વિચારી ૩૭ વર્ષના ભરયૌવને સમગ્ર પરિવારનાં તારક બન્યાં. આજે ૩૦ વર્ષના પર્યાય સાથે સુંદર સંયમ જીવી રહ્યાં છે. ધન્ય છે આવાં નારીરત્નોને! સૌજન્ય : મહેતા મગનલાલ મોતીચંદ હ : રમણીકભાઈ, જયંતીભાઈ વસંતભાઈ કાન્તિભાઈ પ્રદીપભાઈ -વર્ધમાનનગર, રાજકોટ તરફથી Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy