SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ શ્રી છોટાલાલભાઈ ઘીવાળા (ઘીણોજ પાસે) પાળજ વાળા પરિવાર છોટાલાલભાઈ ઘીવાળા કુમારપાળભાઈ (પુત્ર) [પૂ. મુનિશ્રી વિશ્વધન વિ.મ.સા.] મુનિવિશ્વરત્ન વિ. મ.સા. બાબુભાઈ ઘીવાળાના આખા પરિવારે [૨ પુત્ર + ૨ પુત્રી પોતે બે) દીક્ષા લીધી. પૂ. મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. પિંડવાડાવાળા પ્રેમસૂરિજી મ.સા.ના શિષ્ય બન્યા. બાબુભાઈ ઘીવાળા (પુત્ર) [પૂ. મુનિશ્રી બોધિરત્નવિજયજી મ.સા. હાલ પંન્યાસ મનિષાબહેન બાબુભાઈનાં પુત્રી પ્રીતિબહેન (પુત્રી) [પૂ. સા. શ્રી માનહંસાશ્રીજી મ.સા.] [પૂ. સા. શ્રી પ્રિયહંસાશ્રીજી મ.સા.] ધર્મપત્ની પદ્માબહેન [પૂ.સા.શ્રી પરમહંસાશ્રીજી મ.સા. Jain Education International તુષારભાઈ (પુત્ર) [પૂ. મુનિશ્રી તપોરત્ન વિ. મ.સા. હાલ પંચાસ) (૧૭ શિષ્ય--પ્રશિષ્યો પૈકી) મુનિ ભાગ્યરત્ન વિ. મ.સા. ચતુર્વિધ સંઘ મંજુલાબેન (છોટાલાલાભાઈની પુત્રી) [પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મ.સા. મુનિ દિવ્યરત્ન વિ.મ.સા. મુનિ રશ્મિરત્ન વિ.મ.સા. સિદ્ધાંત મહોદધિ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના દસમા શિષ્ય હતા મુનિશ્રી મતિધનવિજયજી મ.સા. પૂજયશ્રીનો ૧૯૪૪માં જન્મ થયો. બાવીશ વર્ષની ઉંમરે ઉત્તર ગુજરાતના પાળજ ગામથી નોકરી માટે મુંબઈ ગયેલા. વિ. સં. ૧૯૬૬થી મહિને પંદર રૂપિયાથી નોકરીની શરૂઆત કરી. ૫૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી ત્યારે એ સમયે મુંબઈ ઘી બજાર એસો૦-ના પ્રમુખપદે હતા. ૪૦ વર્ષ સુધી સુવિશુદ્ધ સંયમનું પાલન કરી છેલ્લાં સાત વર્ષથી લકવાની માંદગીમાં અપૂર્વ સમાધિ જાળવી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, સમગ્ર પરિવારના આલંબન બન્યા. કલ્પેશભાઈ (પુત્ર) [મુનિ કુલરત્ન વિ.મ.સા.] હાલ પંન્યાસ વિક્રમ સં. ૨૦૪૦માં કાળધર્મ પામ્યા ત્યાં સુધી તેમની દીક્ષા તિથિએ દર સાલે મુંબઈનું ઘી બજાર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં પાખી પાળતુ. પોતાના વ્યાપારીકાળ દરમ્યાન એક બે કિસ્સા અન્ય વેપારીએ ઊઠી જવાની ફરજ પડે તેવા બનેલા. ધ્યાનમાં આવતાંની સાથે જ એ વેપારીને ત્યાં પોતે પહોંચી જાય, બેઠેલા લેણદારોમાં કોઈકને ધરપત આપે, કોઈકને રોકડા ચૂકવે, કોઈકને બાંહેધરી અને વિશ્વાસ આપે. એ કાળના પરગજુ વેપારીઓએ પોતાના પ્રમુખ તરીકે આવી જ કોઈક ખૂબીઓ જોઈને સ્વીકાર્યા હશે ને? For Private Personal Use Only કોઈ પણ જીવ પ્રત્યે, કોઈ પણ સમુદાય પ્રત્યે, કોઈ પણ સાધુ પ્રત્યે આત્મીયતા અજોડ અને અનન્ય હતી અને તેથી જ અજાતશત્રુ વિશેષણને વરેલા હતા. એમણે દીક્ષા લીધી ત્યારે બીજી વખતના તેમનાં ધર્મપત્નીની ઉંમર ૩૩ વર્ષની હતી. નામ હતું તેમનું સમરથબા. એક પુત્ર નવ વર્ષનો, એક પુત્રી ચાર વર્ષની, એક પુત્ર દોઢ વર્ષનો એમ ચારેયની અને ધંધાની સઘળી જવાબદારી પોતાના નાનાભાઈ અમથાભાઈને સોંપીને નીકળેલા–એ ત્રણ સંતાનોમાંથી છેલ્લાં બે એ વિક્રમ સં. ૨૦૧૮માં પ.પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. હસ્તે વિસનગર મુકામે દીક્ષા લીધી અને ક્રમશઃ સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજશ્રીએ યુવાન વયે દીક્ષિત થઈ ૪૨ વર્ષના દીર્ધસંયમ પર્યાય પાળતાં હજુ પણ સાધ્વી ભગવંતોની સંસ્થાના શણગાર બની સુંદર સંયમ જીવન જીવી રહ્યાં છે. (પ.પૂ.આ. વિજયભુવનભાનુસૂરિજી મ.નાં બહેન મહારાજ સા. શ્રી હંસકીર્તિશ્રીજી મ.નાં શિષ્યા બન્યાં). www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy