SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ ચતુર્વિધ સંઘ ચાંપાનેર શહેરની સ્થિતિમાં પલટો થયો. વેપાર-વાણિજ્ય ઘટવાં લાગ્યાં જેથી લોકો બહારગામ વસવાં લાગ્યાં. આથી ચાંપાનેર ઉજ્જડ ગામ જેવું થતું ગયું. આથી ત્યાં વસતા મનસુખભાઈના કુટુંબીઓ બધા વડોદરા તરફ ગયા અને ચાંપાનેરના મંદિરનાં પ્રતિમાજી મહારાજ વડોદરે લઈ ગયા. (હાલમાં પણ દાદા પાર્શ્વનાથના મંદિરમાં તે પ્રભુજી બિરાજમાન છે.) આ જ તેમના કુટુંબના ધાર્મિક સંસ્કાર, ત્યાર બાદ મનસુખભાઈના કુટુંબ સાથે કપડવંજના શેઠિયાઓને પૂરેપૂરો સંબંધ હતો. તેથી મનસુખભાઈને સહકુટુંબ કપડવંજ બોલાવ્યા. આથી ત્યાં જ વસવાટ થયો. સોમાભાઈ મનસુખભાઈના પુત્ર શિવાભાઈના પુત્ર ઝવેરભાઈના પુત્ર હતા. કપડવંજ શહેર ખેડા જિલ્લામાં આવેલું છે. વેપાર વાણિજ્યમાં મધ્યમ કોટીમાં તો છે જ, પણ જૈનોના અનુપમ ધામ તરીકે આ શહેર વિખ્યાત છે. નવાંગી ટીકાકાર અભયદેવસૂરીશ્વરજીનાં પુનિત પગલાંથી, આ ભૂમિ પવિત્રિત સાધું છે. તેમજ જૈન શાસનના વર્તમાન અજોડ જવાહિર, શાસનનું અનુપમ રક્ષણ કરનારા, પાલિતાણા (શ્રી સિદ્ધક્ષેત્ર) માં શ્રીવર્ધમાનર્જનઆગમ મંદિર અને સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રઆગમમંદિર બંધાવી, આગમવાચના આપી, જૈનશાસનને વર્તમાન કાળમાં અનુપમ જ્ઞાનનો વારસો આપનાર પરમતારક ગુરુદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ અને ચારિત્રની ખાણરૂપ આ કપડવણજ શહેર છે. કપડવણજમાં શેઠ મીઠાભાઈ ગુલાબચંદનું એક ધાર્મિક ટ્રસ્ટ છે કે જેમાંથી દેરાસરો, પૌષધશાળા, પાંજરાપોળ, પરવડી, સ્વામીવાત્સલ્ય વગેરે ચાલી રહેલાં છે. તેમાં પણ સોમાભાઈના વડીલ વારસો ટ્રસ્ટી હતા. તેમજ સોમાભાઈ પણ ટ્રસ્ટી હતા. અત્યારે સોમાભાઈના કુટુંબીઓ પણ ટ્રસ્ટી છે. સોમાભાઈ શ્રાદ્ધગુણને અનુકૂલ સેવાપૂજા, વ્યાખ્યાનશ્રવણ, દાન વગેરે હરહંમેશ કરતા હતા. સોમાભાઈનાં લગ્ન સા. ભોગીલાલ દોલતચંદની દીકરી માણેકબેન સાથે થયાં હતાં. સોમાભાઈના પરિવારમાં બીજા પણ ત્રણ બંધુઓ અને બે બહેનો નામથી–શામલદાસ, કેશવલાલ, વાડીલાલ, પ્રધાનબહેન અને સમરતબહેન હતાં. તથા તેમને બે પુત્રો, બે પુત્રીઓ નામથી–ચંદુલાલ, કાન્તિલાલ, ચંપાબહેન અને ધીરજબહેન હતાં. તેમનું કુટુંબ એટલું બધું ધર્મના સંસ્કારથી વાસિત થયેલું હતું કે દીક્ષાના જ વિચાર થાય, અર્થાત્ તેમના કુટુંબમાંથી નીચે જણાવ્યા અનુસાર ઓગણીશ દીક્ષાઓ થઈ હતી. અનુમોદનીય દીક્ષાના પ્રસંગો ૧૯૬૮–માતાપિતાના સંસ્કારથી ધર્મમાં ઘેરાયેલા પુત્રો પૈકી સોમાભાઈના લઘુ બધુ કેશવલાલ બાલ્યવયમાં વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી પાસે કુટુંબમાં પ્રથમ દીક્ષાર્થી તરીકે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ કીર્તિવિજયજી રાખવામાં આવ્યું. તેઓ ઉદ્યમશીલ અને અભ્યાસના વ્યસની હતા. પરંતુ ક્ષયનો વ્યાધિ લાગુ પડવાથી સં. ૧૯૭૯ ના ભાદરવા વદ ૩ના દિવસે ખંભાત મુકામે આરાધનાપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના સ્મરણાર્થે ત્યાં કીર્તિ જૈન પાઠશાળા સ્થપાયેલ છે. ૧૯૮૭–સોમાભાઈના લઘુપુત્ર કાન્તિલાલે ૨૦ વર્ષની વયે અને તેમનાં બહેન પ્રધાનબહેને ૪૨ વર્ષની વયે વેશાખ શુ. ૧૦ ના રોજ કપડવણજ મુકામે ઠાઠમાઠથી દીક્ષા લીધી અને મુનિ કંચનવિજય તથા સાધ્વી પુષ્પાશ્રી એમ નામ રાખવામાં આવ્યાં. આ પ્રસંગ સોમાભાઈએ ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો. ૧૯૮૭–સોમાભાઈના મોટા પુત્ર ચંદુલાલ કે જેમણે આ જ વર્ષમાં ચતુર્થવ્રત લીધું હતું, તેમણે પોતાનાં પત્ની ચંદનબહેન જેમની ઉંમર ૨૮ વર્ષની છે તથા આઠ વર્ષના બાળક પુત્ર હસમુખલાલ સાથે આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના વરદ્ હસ્તે અમદાવાદમાં અસાડ સુદ પના દિવસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમનાં નામ લબ્ધિસાગરજી સુમલયાશ્રી અને સૂર્યોદયસાગરજી રાખવામાં તે પરમતારક ગુરુદેવશ્રીનાં પ્રથમ શિષ્ય પંન્યાસજી વિજયસાગરજી મહારાજશ્રીનાં તથા સાધ્વીશ્રી પુષ્માશ્રી તથા આગમોદ્ધારક આચાર્યદેવશ્રીનાં શિષ્ય તરીકે જાહેર થયાં. આજે તેઓશ્રી ૯૦૦થી અધિક શ્રમણ-શ્રમણીના અધિનાયક સ્વરૂપે સાગર સમુદાયના ગચ્છાધિપતિ પદે બિરાજમાન છે. - ૧૯૮૭–ચરિત્ર નાયકના ભાણેજ પોપટલાલે આ જ વર્ષમાં ચતુર્થવ્રત લીધું હતું. તેઓએ પણ સંકેત મુજબ પ્રથમના મિત્ર બાલુભાઈની સાથે અમદાવાદ આવી ૨૫ વર્ષની વયે બન્ને જણે આચાર્યદેવશ્રીના વરદ્ હસ્તે અસાડ સુદ ૬ ના દિવસે દીક્ષા અંગીકાર કરી. તેમનાં નામ બુદ્ધિસાગર તથા પ્રબોધસાગર રાખવામાં આવ્યાં અને તેઓને પંન્યાસ વિજયસાગરજી ગણિવરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy