SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પપ૧ પૂજ્યશ્રીએ સં. ૧૯૮૬થી સં. ૨૦૩૪ સુધીમાં ૪૮ ચાતુર્માસ કર્યા; તેમાં ખંભાત, ચાણસ્મા, ડભોઈ, વેજલપુર, ઊંઝા, અમદાવાદ, પાલિતાણા, કપડવંજ, રાજકોટ આદિ ગુજરાતનાં નગરો મુખ્ય છે. જ્યારે રતલામ, ઇન્દોર, સીતામહુ, મંદસૌર, આગ્રા, ઉજ્જૈન, ઉદયપુર, નાગપુર, કાનપુર, મુંબઈ સિરોહી આદિ ગુજરાત બહારનાં નગરો છે. આ બતાવે છે કે તેઓશ્રીએ શાસનનાં કાર્યો માટે અવિરામ વિહાર કર્યો છે. એટલું જ નહિ, ૪૮ વર્ષના દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ ૨૧ થી ૩૨ ઓળી ચાલુ વર્ષીતપમાં, ૩૩ થી ૩૭ ઓળી છટ્ટ-અટ્ટમના વર્ષીતપમાં, ૩૮ થી પ૫ ઓળી ચાલુ વર્ષીતપમાં કરીને ૧૯ વર્ષીતપ કરેલ. આવા તપસ્વી મુનિરાજનો વિશેષ પ્રભાવ પડતો અને અનેક પુણ્યાત્મા તેમના વરદ્ હસ્તે સંયમમાર્ગે સંચરવા સજ્જ થતા. પૂજ્યશ્રીના હસ્તે ૬૦ ઉપરાંત મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ૪૦ ઉપરાંત ઉપધાન તપ થયાં હતાં. જેમાં પાલિતાણામાં ૧૮00 આરાધકોને એક સાથે કરાવેલ ઉપધાન તપ આજે પણ એક વિક્રમ છે. ૨૫ ઉપરાંત તીર્થસ્થળો પર શાશ્વતી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના થઈ. સમસ્ત માળવા અને મેવાડને ગામડે ગામડે વિચરીને ધર્મજાગૃતિ લાવ્યા. ૩૦ ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. ૧૭૫ ઉપરાંત ગામોમાં પાઠશાળાઓ સ્થાપી. શ્રી માંડવગઢ, શ્રી નાગેશ્વર, શ્રી મહાવીરજી (જયપુર) આદિ તીર્થોનો ઉદ્ધાર કરાવ્યો. શાસનરક્ષાર્થે “અખિલ ભારતવર્ષીય જૈન સંસ્કૃતિરક્ષક સભા', “રાજસ્થાન જૈન સંઘ', “માળવા-મેવાડ નવપદ સમાજ' ઇન્દોર પેઢી, માંડવગઢ પેઢી, કેશરિયાજી પેઢી આદિની સ્થાપના કરી. આટઆટલી શાસનપ્રભાવના છતાં સાચા સાધુને છાજે તેવી નિઃસ્પૃહતા તો ગજબની હતી. માન-કષાય પર અદ્દભુત કાબૂ ધરાવતા હતા. ક્યાંય પોતાનો ફોટોગ્રાફ મૂકવાની પણ મનાઈ ફરમાવતા. ઉપાધ્યાયપદવી તો કેટલાય પ્રયત્નો પછી સ્વીકારેલી એ પૂજ્યશ્રીની કાર્યસિદ્ધિ પરનો સુવર્ણકળશ છે. અર્ધી સદીના દીક્ષાપર્યાયમાં, ૭૮ વર્ષની જૈફ વયે પણ પૂજ્યશ્રી અવિરત ઉત્સાહપૂર્વક શાસનકાર્યો કરી રહ્યા હતા. સં. ૨૦૩૪માં ઊંઝામાં સ્થિત હતા. અવસ્થાને લીધે તબિયત વારંવાર નાદુરસ્ત થતી જતી હતી. ચોમાસું બેસવાના આગલા દિવસે, અષાઢ સુદ ૧૩ ના રોજ પૂજ્યશ્રીનું સ્વાથ્ય કથળ્યું. પોતે આ સમય ઓળખી ગયા હોય તેમ સભાન બની ગયા. ગોચરીની અનિચ્છા દર્શાવી. રાત વીતી. ચોમાસી ચૌદશની વહેલી સવારે ૪-૨૫ કલાકે પૂજ્યશ્રીએ પૂર્ણ શુદ્ધિ અને ક્રિયારુચિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, દેરાસરનું ચૈત્ય, પચ્ચકખાણ પારવાની ક્રિયા આદિ કર્યા. મુહપત્તિનું પડિલેહણ એક જ હાથે પોતે બોલપૂર્વક કર્યું. બપોરે ૪-૦૨ કલાકે નમસ્કાર મહામંત્ર, ચત્તારિ મંગલમુની ધૂન વચ્ચે પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા સમાધિની આખરી સલામ ભરીને અગમઅગોચરમાં સરકી ગયો! ઊંઝા સંઘે કરેલા તાર-ટેલિફોનથી સમગ્ર દેશમાંથી માનવમહેરામણ ઊમટ્યો. બીજે દિવસે ૧૧-૩૦ કલાકે દેવવિમાન શી પાલખીમાં મહાયાત્રા નીકળી. બપોરે ૨-૦૦ કલાકે પૂજ્યશ્રીના પાર્થિવ દેહને અગ્નિદાહ દેવાયો. એ પવિત્ર ભૂમિ પર પૂજ્યશ્રીનું સ્મારક રચવાના નિર્ણય સાથે સૌ પાછા ફર્યા. અનેક સ્થળોએ થયેલી ગુણાનુવાદસભાઓ પૂજ્યશ્રીનાં કાર્યોની ગુણગાથા બની રહી! સૌજન્ય : જૈન આર્યતીર્થ શ્રી અયોધ્યાપુરમ (વલ્લભીપુર પાસે) नमो. संजमस्स આચાર્ય મહારાજ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય સ્વ. મુનિ શ્રુતસાગરજી [સંસારી નામ સોમાભાઈ, “શીતલ નહિ છાયા રે સંસારની” આ વાક્યનું મનન જેમના જીવનમાં નિરંતર પ્રસરેલું છે, એટલું જ નહિ પરંતુ જેમના સમગ્ર કુટુંબમાં આ વાક્યનું બાલ્યાવસ્થાથી જ પાન થઈ રહેલ છે એવા સોમાભાઈ કે જેમનું દીક્ષિત નામ મુનિ શ્રુતસાગરજી મહારાજ છે, તેમનું વૃતાંત આગમોદ્ધારકના વ્યાખ્યાનો ષોડશકનાં જે પો. વ્યા. સં. ભા. ૧ તરીકે પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય છે તેમાં આપવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ઉપરોક્ત શ્રુતસાગરજી મહારાજ જેમનું સંસારિકપણામાં સોમાભાઈ નામ હતું, પિતાશ્રીનું નામ ઝવેરભાઈ તથા માતાજીનું નામ મહાકોરબહેન હતું. સોમાભાઈના વડવાઓ મુખ્ય વડોદરા શહેરથી વીસ માઇલ દૂર આવેલા પાવાગઢના ચાંપાનેર શહેરમાં રહેતા હતા. કાળક્રમે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy