SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ ચતુર્વિધ સંઘ સુદ પાંચમના દીક્ષા લીધી. મોટાભાઈના શિષ્ય બન્યા અને મુનિ જયશેખર વિજય તરીકે પ્રસિદ્ધ થયા. પછીના વર્ષે જ સંસારના પાપમય અને દોષમય જીવનથી ત્રાસેલાં માતા મોતીકોરબહેન અને બાકી રહેલી બંને બહેનોએ પણ દીક્ષા લીધી. દીક્ષાજીવનમાં ક્રમશઃ મુનિ ધર્માનંદ વિજય મ. મુનિ જયશેખર વિજય મ. મોતીકોરબહેન સાધ્વી મહાનંદાશ્રીજી મ. અને ચાર બહેનો ક્રમશઃ સાધ્વી નયાનંદશ્રીજી મહારાજ, સા. શ્રી જયાનંદાશ્રીજી મ.સા. શ્રી કીર્તિસેનાશ્રીજી મ. અને સા. શ્રી જયસેનાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. આમ નવ જણના પરિવારમાંથી પિતા ચિમનભાઈ દેવલોક થયા. મોટા પુત્ર મોહનભાઈએ સંસાર માંડ્યો. બાકીનાં સાત જૈનશાસનના શણગારભૂત અણગાર થયાં. એ પછી મોહનભાઈના પરિવારમાં પુત્ર, બે પુત્રી અને પાછા બે પુત્ર એમ પાંચ સંતાનમાંથી મોટા પુત્ર-પુત્રીએ સંસારની વિચિત્રતા અનુભવી દીક્ષાની ભાવના રાખવા છતાં મોહનીયની પ્રબળતાથી સંસાર માંડ્યો. નાનાં દીકરી બી.એ. જેટલું ભણ્યા પછી ઘરમાં તેના પૂરા શ્રાવક જીવનના જીવદયામય સંસ્કારના પ્રભાવે અને દીક્ષિત કાકા-ફોઈ વગેરેની પ્રેરણાથી પ્રેરિત થઈ સાધ્વી થયાં. સંવત ૨૦૩૦–માં સાધ્વી નયરત્નાશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયાં. મોટા ફોઈ મહારાજ શ્રી નયાનંદાશ્રીજી મહારાજના શિષ્ય બન્યાં. પછી માત્ર દસ મહિનામાં એન્જિનિયરિંગનો અત્યંત યશસ્વી અને ભવિષ્યમાં જબરદસ્ત સફળતા અપાવી શકે તેવો અભ્યાસ પડતો મૂકી બીજા પુત્ર અક્ષયે દીક્ષા લીધી. મુનિ અભયશેખર વિજય બન્યા. નાના કાકા મહારાજ મુનિ જયશેખર વિજયજીના શિષ્ય બન્યા. એ પછી બી.કોમ. થઈ સી.એ. નો ચાલુ કરેલો અભ્યાસ પડતો મૂકી ગુરુભગવંતોની પ્રેરણાથી સૌથી નાના પુત્ર અંજને પણ દીક્ષા લીધી. મુનિ અજિતશેખરવિજય મ. તરીકે ભાઈ મહારાજના શિષ્ય થયા. સંસારભાવોથી વિરક્ત થયેલાં મોહનભાઈનાં ધર્મપત્ની સુશીલાબેને પણ એકસઠ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી. બન્યાં સાધ્વીશ્રી ચંદ્રરત્નાશ્રીજી મહારાજ. આમ એક જ પરિવાર પરંપરામાં પૂરી અગ્યાર દીક્ષા થઈ. દીવામાંથી દીવો પ્રગટે એવી આ વાત થઈ. પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનોને આઝાદી અને આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો જન્મ થયો હતો. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાળા, ઊંઝા પાસેનું મીરાદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક પુત્રનો જન્મ થયો. કુટુંબીજનોએ નામ રાખ્યું મૂલચંદભાઈ. મૂલચંદભાઈ બાળપણથી હોંશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા, પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ. અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગર મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં વ્યાખ્યાનો નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪૫ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાનો પાર રહેતો નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી, પરંતુ એમાંયે માત્ર પોતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માર્ગે લઈ જવાનો મનોરથ જાગ્યો. સૌ પ્રથમ પોતાના મોટા પુત્રને દીક્ષા અપાવી; તેઓ મુનિ શ્રી મહોદયસાગરજી મહારાજના નામે ઘોષિત થયા. ત્યાર પછી પોતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૫. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે ધર્મસાગરજી નામે શાસનના અણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી અને પોતાના બીજા પુત્ર અમૃતકુમારને શંખેશ્વરમાં બાળવયે, દીક્ષાવિરોધની જંગી જેહાદ વચ્ચે દીક્ષા અપાવીને, સ્વશિષ્ય બનાવી બાલમુનિ શ્રી અભયસાગરજી નામ આપ્યું. અહીંથી ન અટકતાં, સં. ૧૯૯૧માં રતલામમાં સંસારી પત્ની અને સુપુત્રીને દીક્ષા અપાવી સાધ્વી શ્રી સદ્ગુણાશ્રીજી અને બાલસાધ્વી શ્રીસુલસાશ્રીજી નામથી વિભૂષિત કર્યાં. આમ આખું કુટુંબ જિનશાસનને ચરણે ધરી દીધું. પૂજ્યશ્રીએ પોતાના વિહારમાં એક સિંહની માફક ગર્જના કરીને ધર્મસ્થાનો પર આવેલા ભયને હટાવેલા છે. સરકાર સામે વણથંભી લડત આપીને વિજય હાંસલ કર્યો છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy