SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મોક્ષરુચિ સુરત નિવાસી ચિમનલાલ હીરાચંદ ઝવેરી પરિવાર ચિમનલાલ હીરાચંદ ઝવેરી I મોતીકોરબહેન (ધર્મપત્ની) આ. શ્રી મહાનંદાશ્રીજી મ. ધર્મપત્ની સુશીલાબહેન આ. શ્રી ચન્દ્રપ્રભાશ્રીજી મ. (૧) મોહનભાઈ મયણા Jain Education International ફતેહચંદ : (સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિતસૂ. મ.સા. ઇલા : સા. શ્રી નયરત્નાશ્રીજી મ. જયંતીલાલ : સ્વ. પૂ. આ. શ્રી જયશેખર સૂ.મ.સા. અક્ષય : પૂ. આ.શ્રી અભયશેખરસૂરિ મ. ૫૪૯ એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે દીવાથી દીવો પ્રગટે સ્વયં બુઝાયા વિના......આધુનિક સંદર્ભે દૃષ્ટાંત આપી શકાય. ગામડામાં કમાણીમાં કસ ન રહેવાથી એક ભાઈ શહેરમાં જાય, ત્યાં કોઈ સારી લાઇન મળી જાય, કસવાળી કમાણી દેખાય પછી ક્રમશઃ એક પછી એક નાના ભાઈ વગેરેને ગામડું છોડાવી શહેરમાં બોલાવી લે. એમ કરતાં ગામડામાં કોઈ રહે નહીં અથવા એક બે રહે, બાકીના બધા શહેરમાં સેટલ થઈ જાય. For Private & Personal Use Only અંજન : પૂ. પં.શ્રી અજિતશેખર વિ.મ. આવી જ પ્રક્રિયા યોગીકુળમાં બનતી હોય છે. એક આત્મા જાગી જાય અને સંસારથી ભાગી જઈ સાધુ થઈ સાધનાની મસ્તી માણવા માંડે. પછી એમની પ્રેરણાથી મનની શાંતિ માટે હૃદયની પવિત્રતા માટે અને આત્માની ઉન્નતિ માટે ક્રમશઃ બીજા ભાઈ વગેરે પરિવારજનો પણ સાધનાના માર્ગે આવવા માંડે. આવી પ્રક્રિયા જૈનશાસનમાં પરાપૂર્વથી દેખાય છે. પ્રભુ વીરની દેશનાથી શાલ રાજાને દીક્ષાની ભાવના થઈ. એમની ભાવના જાણી નાનાભાઈ મહાશાલને પણ દીક્ષાની ભાવના થઈ. દીક્ષિત થયેલા બંનેએ થોડા વખત પછી બહેન–બનેવી અને ભાણેજને પ્રેરણા કરી તો એ બધાં પણ દીક્ષિત થયાં. વળી જે કુળ-ઘરમાંથી એક ભવ્યાત્મા સાધુ થાય, એ ઘર યોગીકુળ ગણાય. પૂર્વભવમાં અધૂરી રહેતી સાધના પૂરી કરવા આ ભવમાં આવનારી વ્યક્તિ આવા કુળમાં-ઘરમાં જન્મ પામે. એને જન્મ પામતાં જ ધર્મના વિશિષ્ટ સંસ્કારો માટે તૈયાર વાતાવરણ મળે આ જીવ કુળયોગી ગણાય. પછી એ જ સ્વજન સાધુથી પ્રેરિત થઈ સ્વયં દીક્ષામાર્ગે આવે એટલે પ્રવૃત્તચક્રયોગી બને. સુરતનિવાસી ચિમનલાલ હીરાચંદ ઝવેરીના પિરવારમાં આવી જ ઘટના ઘટી. ચિમનભાઈનાં ધર્મપત્ની મોતીકોરબહેન સાચા અર્થમાં શ્રાવિકા હતાં ને એમનું મન અને જીવન ઉજ્જવળ મોતીના કોર જેવું શુભ હતું. પોતાના દરેક સંતાનને ગળથૂથી ‘દીક્ષા લઈ મારી કુક્ષિ અજવાળજે' આ સૂત્ર રટાવ્યું હતું. મોટો પુત્ર મોહનભાઈ દીક્ષાની પૂરી ભાવના છતાં પરિસ્થિતિવશ પરણ્યા એનો કોઈ આનંદ નહીં. બીજો દીકરો ફતેહચંદ શેરબજારમાં કમાવા મુંબઈ આવ્યો, પણ સંવત ૨૦૦૫ માં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના અખંડ આજ્ઞાધારી અને અનન્ય કૃપાપાત્ર પૂજ્ય પંન્યાસપ્રવર ભાનુવિજયજી મહારાજનાં પ્રવચનો સાંભળી વૈરાગી થયા. દીક્ષાની ભાવનાથી સુરત તાર કર્યો. તે માતા મોતીકોરબહેને હરખનાં આંસુ વહેવડાવ્યાં ને શુભ સમાચારના શુકનરૂપે લાપસી રાંધી. ફતેહભાઈની દીક્ષાની તૈયારી ચાલી. ત્યારે ભાઈનો દીક્ષાનો ઉમંગ જોઈ તથા પ્રેરણાઓ પામી ચાર બહેનોમાંથી સૌથી મોટી અને સૌથી નાની બહેન પણ દીક્ષા માટે તૈયાર થઈ ગઈ. સંવત ૨૦૦૭ના મહાસુદ છઠ્ઠ ફતેહભાઈ દીક્ષિત થઈ બન્યા મુનિ ધર્માનંદ વિજયશિષ્ય થયા પૂજ્ય ન્યાયવિશારદ પંન્યાસ શ્રી ભાનુવિજયના. બીજા જ વર્ષે ગુરુભગવંતોની સંસારી અને દીક્ષિત મોટાભાઈઓ વગેરેની પ્રેરણા પામી ત્રીજાભાઈ જયંતીભાઈએ પણ જેઠ www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy