SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ ચતુર્વિધ સંઘ દિ મુંબઈ-સાયનમાં રહેતા મહેન્દ્રભાઈ સપરિવાર સંયમયાત્રાએ સંચરી મુનિરાજ શ્રી મેઘવલ્લભવિજયજી મ.સા. બન્યા. એક જ ચાંપ દબાતાં કોઈ મહાનગરના મેઇન રોડ ઉપરની શ્રેણીબદ્ધ સ્ટ્રીટ લાઇટ્સ એકસાથે જ ચાલુ થઈ જાય છે. ફ્લેટમાં નવી સ્ટાઇલનું જોઇન્ટ કનેક્શનવાળું ઇલેક્ટ્રિક ફિટિંગ થતું હોય છે. એક ચાંપ દબાય કે રૂમના ચારે ખૂણે રહેલા બલ્બ એકસાથે ઝબકી ઊઠે. ઋણાનુબંધ અને શુભાનુબંધના જોઇન્ટ કનેકશન ધરાવતી કેટલીક વ્યક્તિઓ કુટુંબ આકારે રહી હોય છે. ઉપદેશ વચનની એક ચાંપ દબાતાંની સાથે જ તે તમામનાં જીવનમાં આધ્યાત્મિક અજવાળાં પથરાઈ જાય છે. આવા જ એક ધન્ય પરિવારની વાત પ્રસ્તુત છે : મૂળ ભાવનગર નિવાસી શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ શાહ (ડેરીવાળા) પરિવારના જયેષ્ઠ પુત્ર મહેન્દ્રભાઈ મુંબઈ સાયન મધ્યે સ્થાયી થયા હતા. ભૌતિક સમૃદ્ધિ અને ભોગવિલાસના ઘોડાપુરમાં તણાતા આ પરિવારને આધ્યાત્મિક બચાવ કાર્યના એક સમર્થ કાર્યકરનો ભેટો થયો અને આખી બાજી પલટાઈ ગઈ. વિ. સં. ૨૦૩૬ની સાલમાં વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સમુદાયના કર્મશાસ્ત્ર નિષ્ણાંત પૂ. આ. શ્રી વિજયધર્મજિતસૂરિ મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી જગવલ્લભવિજયજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત)નું ચાતુર્માસ થયું. સત્સંગની સુવર્ણપળોએ આ પરિવારની દશા અને દિશા જ બદલી નાખી. ઊછળતા વૈરાગ્ય સાથે અને સખત તાલીમ લીધા પછી વિ. સં. ૨૦૪ ના ચૈત્ર વદ ૫ ના રોજ આ પરિવારનાં ચારેય સભ્યોએ (પતિ, પત્ની, બે દીકરા) પૂજ્યપાદ આ. ભગ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૫૦ જેટલાં શ્રમણશ્રમણી સમુદાયની નિશ્રામાં ચારિત્રગ્રહણ કર્યું. સંગમનેર (મહારાષ્ટ્ર) મુકામે થયેલ દીક્ષા મહોત્સવ અને તે પૂર્વે મુંબઈ (સાયન) અને ભાવનગર ખાતે થયેલા દીક્ષાનિમિત્તક મહોત્સવ એવા તો શાસનપ્રભાવક બન્યા હતા કે વર્ષો બાદ પણ સ્મૃતિમાં તે ઝિલાયેલા અને જળવાયેલા છે. મુમુક્ષુ મહેન્દ્રભાઈ પૂ. મુનિરાજ શ્રી જગવલ્લભવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી મેઘવલ્લભજી મ.સા. બન્યા હતા. બન્ને સુપુત્રો પૂ. મુનિરાજશ્રી મુક્તિવલ્લભ વિજયજી અને મુનિરાજ શ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા. બન્યા. બન્ને પુત્રોની મોહ છોડનારી માતાએ સાધ્વીજી નિર્વાણપ્રભાશ્રીજીના નામ સાથે પૂ. બાપુજી મ. ના સમુદાયનાં સાધ્વીજી ઇન્દ્રપ્રભાશ્રીજીનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. આજે પણ તપ–સંયમ સાથે નિર્મળ સંયમયોગોની આરાધના તેઓ કરી રહ્યાં છે. મહેન્દ્રભાઈમાંથી મુનિ મેઘવલ્લભવિજયજી મ. બનીને સંયમ અને સેવાની સાથે વર્ધમાન તપને વિશેષ કરીને આરાધવાનો નિર્ધાર કર્યો. દીક્ષા બાદ ૧૦મી ઓળીથી શરૂ થયેલી રો વર્ધમાન તપોયાત્રા આજે ૯૫ ઓળી પૂર્ણ કરીને પણ અલિત ગતિએ ચાલું જ છે. કમ્મ શૂરામાંથી ધમ્મ શૂરા બનેલા તપસ્વી મુનિવરને વંદના...બન્ને પુત્ર મુનિઓ આમ પણ નાનપણથી જ અત્યંત પ્રતિભાસંપન્ન હતા. દીક્ષા પૂર્વે જ વિશિષ્ટ શ્રુતપ્રતિભા જોઈને સાયન જૈન સંઘે તેમને નાની ઉંમરમાં જ “સાયનરત્ન' કહીને વિશિષ્ટ બહુમાન કરેલું. દીક્ષા બાદ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, કાવ્યો, ન્યાયદર્શનાદિ તર્કશાસ્ત્રો, આગમશાસ્ત્રો અને સાથે જ વર્તમાન પ્રવાહોની ઊંડી જાણકારી મેળવીને વિશિષ્ટ કોટિની જ્ઞાનસમૃદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ અધ્યયન, અધ્યાપન, લેખનકાર્ય દ્વારા જ્ઞાનયાત્રા અવિરત ચાલુ છે. પ્રવચનકૌશલ્ય પણ એવું અસરકારક કે ક્યારેક સાંભળનારો લગભગ રોજનો શ્રોતા બની જાય. મુંબઈના કેટલાયે સંધોને પાયામાંથી ઊભા કરવામાં તેમની પ્રેરણાએ પ્રાણ પૂર્યા છે. પોતાના વડીલ ગુરુબંધુ પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવલ્લભવિજયજી મ.ની સાથે અનેક સંઘોનાં કાર્યોમાં તેઓ પ્રાણતત્ત્વ બન્યા છે. ઠેર ઠેર ચાલતી શ્રી વજસ્વામી પાઠશાળાનો સફળ પ્રયોગ તેમની જૈન સંઘને અણમોલ ભેટ સમાન છે. દર્શનપ્રભાવક, જ્ઞાનપ્રભાવક, ચારિત્રપ્રભાવક પૂજ્યોને વંદના! આ છે રિયલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy