SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિનો સિંહનાદ મલ્લનારા પરિવારોનું વિરતિધર્મ પંથે અદ્ભુત પ્રદાન શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રાએ સપરિવાર જવું હોય તો કેટલી બધી સંયોગોની સાનુકૂળતા અપેક્ષિત છે. ક્યારેક પિતાજીને વ્યવસાયની વ્યસ્તતા વચ્ચે આવી જાય તો ક્યારેક છોકરાઓની પરીક્ષાઓ આવતી હોય, ક્યારેક મોકાના સમયે કોઈક એવી ઘટના ઘટે અથવા કંઈક બને ને ગાડી કેન્સલ થાય, ત્યારે લાગે કે આખા પરિવાર સાથે પાલિતાણાની યાત્રાએ જવાનો મેળ ખાવો બહુ સહેલો નથી. હવે કલ્પના કરો કે સમગ્ર પરિવાર સાથે સંયમયાત્રાએ નીકળેલા શૂરવીર સાધકોની નામશ્રેણી આપણી સમક્ષ રજૂ કરવામાં આવે તો કેવી આશ્ચર્ય અને અહોભાવની લાગણી જન્મે? જિજ્ઞાસાભાવે ક્રમિક પ્રશ્નો સહજ રીતે ઉદ્ભવે : બધાંને એકસાથે વૈરાગ્યભાવ જાગ્રત કઈ રીતે થયો હશે? એવા ક્યા નિમિત્તને પામીને આખા ઘરમાં અનાસક્તિનાં અજવાળાં પથરાયાં હશે? ક્યા ગુરુભગવંતની પાવન પ્રેરણા અને મંગળ આશિષ થકી આવી અનોખી આધ્યાત્મિક ઘટનાએ આકાર લીધો હશે? તેમની પરિવારગત ધાર્મિક જાહોજલાલી અને સંસ્કારસુવાસ કેવાં ગજબનાં હશે? છેલ્લા ત્રણેક વર્ષમાં ઘણી દીક્ષાઓ થઈ છે તેમાં પણ આવા સમગ્ર પરિવારો હોઈ શકે છે. બલિહારી છે જૈન શાસનની કે--અનંતજ્ઞાની સર્વજ્ઞ એવા તીર્થંકર પરમાત્માએ સ્થાપેલ આ શાસનમાં અનેક જીવો સુગુરુનો સંયોગ પામી વૈરાગ્યવાસિત બનીને અસાર એવા આ સંસારનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરે છે; એટલે કે દીક્ષિત બને છે. એમાં પણ સમગ્ર પરિવાર દીક્ષિત બને એ તો એક વિરલ પ્રસંગ ગણાય. પૂર્વ ભવની તથા પ્રકારની આરાધનાના યોગે આ ભવમાં એક કુટુંબ પરિવાર તરીકે તેઓ બધાં ભેગા થાય અને સાનુકૂળ સંયોગો તથા નિમિત્ત પામીને તેઓ બધા દીક્ષિત બને એ એક અદ્ભુત અને આશ્ચર્યકારી ઘટના ગણાય. ૫૪૦ આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર દાદાનું જીવન--એ આપણને એક આદર્શસ્વરૂપે સમગ્ર પરિવાર દીક્ષિત થયાનો પ્રસંગ મળે છે. એ જ રીતે ??? તીર્થપતિ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં આર્ય શ્રી જંબુસ્વામી અને એમનો સમગ્ર પરિવાર દીક્ષિત થયો છે. આવાં તો બીજા અનેક દૃષ્ટાંતો હશે. આ દૃષ્ટિએ જોવા જઈએ તો આપણને અનેક દૃષ્ટાંતો મળી શકે. એ જ રીતે એ પરંપરાને આગળ વધારતાં વર્તમાનમાં પણ આપણને સમગ્ર પરિવારે દીક્ષા લીધી હોય. એક કુટુંબની મુખ્ય વ્યક્તિ અને તેનો પરિવાર એ બધાં દીક્ષિત બને તેઓ આ ગણતરીમાં આવી શકે. આવા ભાગ્યશાળી પરિવારોના જીવનનો અજાયબ એવો ખજાનો આ વિભાગ દ્વારા રજૂ કરી રહ્યાં છીએ. માહીતીના અભાવે સંભવ છે કે-હજી આમાં કદાચ ઘણાં રહી પણ ગયાં હોય તો ક્ષમા કરશો. જૈન શાસનમાં જાણીતા કવિવર શ્રી દીપવિજયજી મહારાજે સ્વરચિત અષ્ટાપદની પૂજાની એક ઢાળમાં દાદા ઋષભદેવના વંશની પ્રશસ્તિ માટે ભાવસભર અદ્ભુત ઉદ્ગારો કાઢ્યા છે : (ધન તે કુળને ધન તે કુળને ધન તે કુળને રે......, જેમાં ઉપન્યા જિન બાવીશ, ધન તે કુળને રે....... જેના કુટુંબમાંથી સંખ્યાબંધ દીક્ષાઓ થઈ હોય તે ધન્ય પરિવારોને ઉદ્દેશીને આવી ધન્યોક્તિ હૈયામાંથી ઊઠે તેવું કંઈક અત્રે પ્રસ્તુત છે. છાણી અને રાધનપુરના આવા પરિવારોને તો મનોમન ભાવપૂર્વક વંદના કરીએ છીએ. સમગ્ર પરિવારે સર્વવિરતિને પંથે પગરણ માંડ્યાં હોય તેવાં પરિવારોનો પરિચાયક અધ્યાય હવે શરૂ થાય છે. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy