SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ ભવ્યગુણાશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલનો વૈરાગ્ય દૃઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણો જોઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૨૮ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૨૮ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળનિ શ્રી જિનોત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ. તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, યોગોદ્દહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૨૮ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું ‘અરિહંત-જિનોત્તમ જ્ઞાનમંદિર'માં રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન–ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાન્નિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાનો, પ્રતિષ્ઠા ઉપધાનતપ, મહોત્સવાદિ તેમ જ સમાજના નૈતિક–આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને ‘સુશીલસંદેશ’માસિક પત્રિકા પાંચ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહયોગ આપી રહ્યા છે. (પરિવારમાં દીક્ષિત :) —દાદા પૂ.મુનિશ્રી અરિહંતવિજયજી મહ દાદી પૂ. સાધ્વીશ્રી ભાગ્યલતાશ્રીજી —માતા પૂ. સાધ્વીશ્રી મ Jain Education International ચતુર્વિધ સંઘ દીવ્યપ્રશાશ્રીજી મ૦ —ભુઆ : પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી મ —ભુઆ : પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ૦ સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ, પાલી-રાજસ્થાન તરફથી For Private नवकारमंत्र માતા अरिहंताणं HERETT માયા માવાયા CHEWENEY ૧૦ મસ પાપબાના લો સૌજન્ય : મંજુબા રીલીજીયસ ટ્રસ્ટ ફાઉન્ડેશન, મુંબઈ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy