SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૩૫ લોલાડિયા પરિવારના સંસ્કારસંપન્ન શોભાસ્વરૂપ કુલદીપક : સુપ્રસિદ્ધ પ્રવચનકાર : સુરિપુરંદર : ર . સરિઅર , પૂ. આચાર્યશ્રી વિજયયશોભદ્રસૂરિજી મ. ધન્ય હો પુણ્યપ્રદેશ ગુજરાત, કે જેણે અનેક મહાપુરુષોને જન્મ આપ્યો. એવી પુણ્યવંતી ગુર્જરભૂમિમાં ધર્મસંસ્કારોથી સુવાસિત રળિયામણું નાનકડું કુવાળા નામે ગામ છે. આ કુવાળા ગામમાં ધર્મસંસ્કાર અને પરમાત્મશાસનની શ્રદ્ધાના દીપ સમાન ઝળહળતા લોલાડિયા પરિવારના શ્રી ટીલચંદભાઈને ઘેર ભદ્રપરિણામી માતા મેનાદેવીની કુક્ષિએ એક મંગળ પ્રભાતે સ્મિતમખી બાળકનો જન્મ થયો. વાત્સલ્યસાગર સમા માતાપિતા અને ચાર વડીલ બંધુઓ તથા બે બહેનોના લાડપ્યારમાં ઊછરતા આ બાળરાજાને પરિવારજનોએ ‘નટવર'ના લાડલા નામે સંબોધ્યો. બાળક નટવરને પણ બાળપણથી ધર્મ પ્રત્યે અપાર રસ હતો. માતાપિતા સાથે દેવવંદન, ગુરુવંદન આદિ માટે જતાં નટવરને એક સુવર્ણ પ્રભાતે તેજપુંજ સરખા ગુરુદેવ શ્રી આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્યદર્શન થયું અને ગુરુદેવના પ્રથમ દર્શને જ તેમને વૈરાગ્યની ભાવના જાગી. ગામડાની ધૂળમાં રમ્યા કરતા નટવરને ભવતારિણી દીક્ષા લેવાની ઝંખના થઈ. ધર્મની સુવાસથી મહેકતા પરિવારમાં તેમની ભાવના વધુ દઢ બનતી ચાલી. એ ભાવનાને સાકાર બનાવવા માટે સમ્યક જ્ઞાનની શિક્ષાદાત્રી માતૃસંસ્થા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં બાળક નટવરે ઉત્સાહ અને ખંતપૂર્વક અધ્યયન આરંવ્યું. આ સમય દરમિયાન પૂ. ગુરુદેવ સાથે વારંવાર સંસર્ગમાં આવવાનું બનતાં તેમની ધર્મજ્યોત વધુ પ્રજવલિત બની અને સંયમ સ્વીકારવાની તાલાવેલી જાગી અને નટવરે ૧૧ વર્ષની લઘુવયે, પરિવારની અનુમતિ લઈને, વડીલબંધુ બબલદાસ (કાંતિભાઈ) સાથે અમદાવાદ આવી, ડહેલાના ઉપાશ્રયે પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૦૨ના જેઠ સુદ ૩ના શુભ દિને સંયમનો સ્વીકાર કર્યો અને જૈનશાસનના બાલસૂર્ય રૂપે ઉદિત થયા. યશનો પ્રકાશ પ્રસરાવતા તેઓશ્રી મુનિવર્યશ્રી યશોભદ્રવિજયજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોના અધ્યયનની તીવ્ર રૂચિ, ગુરુદેવની કૃપાદૃષ્ટિ અને સ્વયંની તેજસ્વી બુદ્ધિ-આ ત્રિવેણી સંગમથી મુનિશ્રીએ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ અનેક ધર્મશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જ્ઞાનપિપાસા સાથે વડીલો પ્રત્યેની વિનયભક્તિમાં પણ અગ્રેસર રહેનારા આ મુનિવર્ય જોતજોતાંમાં સૌના પ્યારા બની ગયા, પરંતુ એ બાળ મુનિવરના જીવનબાગમાં અનેક પ્રકારે સગુણોનાં પુષ્પો ખીલવનાર ગુરુદેવ રૂપી માળી સદાને માટે સ્વર્ગે સિધાવી ગયા. સ્વર્ગીય ગુરુદેવની તેઓશ્રી પર અપૂર્વ અમદષ્ટિ હતી. પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ બાદ મુનિવર્ય શ્રી યશોભદ્રવિજયજી મહારાજ પોતાના સંસારી વડીલ ભ્રાતા આચાર્યશ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ તેમ જ લઘુભ્રાતા મુનિરાજ શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ તથા સુવિનયી સ્વશિષ્ય મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ સાથે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોનાં નાનાં-મોટાં ગામશહેરોમાં જૈનશાસનની પ્રભાવના કરતાં વિચરી રહ્યા. સવિશેષ મધ્યપ્રદેશનાં શહેરો અને ગામોમાં જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ, પદયાત્રાસંઘ, પાઠશાળા-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યોમાં ૧૪ વર્ષ વ્યસ્ત રહી પૂજય મુનિશ્રી ભાવિ પેઢીમાં ધર્મસંસ્કારોનું અમીસિંચન કરવામાં અવિરત પ્રયત્નશીલ રહેવાપૂર્વક સં. ૨૦૩૮માં મુંબઈ મહાનગરમાં પધાર્યા. તેમણે સાતેક વર્ષ મુંબઈમાં શાસનપ્રભાવના કરી અને અનેક મંગલ કાર્યો કર્યા. સં. ૨૦૩૯ના ફાગણ સુદ ૩ને દિવસે શ્રીસંઘના ઉપક્રમે ભાઈશ્રી રાજેન્દ્રકુમારને દીક્ષા આપી મુનિશ્રી અનંતભદ્રવિજયજી નામ આપ્યું. સં. ૨૦૪૦ના મહા સુદ ૩ને દિવસે બોરીવલી કાર્ટર રોડ શ્રી સંભવનાથ પ્રભુની શીતળ છાયામાં ભાઈશ્રી રાજેશ અને દિનેશને દીક્ષા આપીને મુનિશ્રી પરાગભદ્રવિજયજી અને મુનિશ્રી પીયૂષભદ્રવિજયજી તરીકે જાહેર કર્યા. સં. ૨૦૪૧માં શ્રી કોટ શાંતિનાથ જૈન દેરાસરઉપાશ્રયથી છ'રીપાલિત યાત્રાસંઘ અગાસી તીર્થનો આરંભ થયો અને વસંતપંચમીએ સંઘપતિને તીર્થમાળા અર્પણ કરી. તદુપરાંત મહાનગર અને ઉપનગરોમાં સ્થળે સ્થળે ઉગ્ર તપસ્યા અને આરાધનાના મહોત્સવો થયા. જિનાલયો અને ઉપાશ્રયોના જીર્ણોદ્ધારો થયા. અનેક ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિથી પરિપ્લાવિત થયાં અને સ્વ-પરની અવિરત ધર્મનિષ્ઠા સેવતા પૂજ્યશ્રીએ આશ્ચર્યકારક આરાધનાઓનો ઇતિહાસ સર્જ્યો. સ્વ. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાથી પૂજ્યશ્રીએ જ્ઞાનસાધનાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy