SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ ઉપવાસમાં ૪ યાત્રા થઈ. આ રીતે ચોવિહાર છટ્ટ કરીને સાત યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઈ. દાદાની કૃપાથી શરીર નિરામય થયું. ‘ખાખી બાવા'ના હુલામણા નામથી પ્રસિદ્ધ મહાતપસ્વી પ.પૂ. આચાર્ય શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મ.સા.એ ગુણશીનો હાથ પકડ્યો. અને...... વિ.સં. ૧૯૯૯નાં ફાગણ સુદ ૧૧નાં ધન્ય દિવસે જય તળેટીનાં સિદ્ધસ્થાને પૂજ્યશ્રીએ સંયમજીવનનો સ્વીકાર કર્યો. નામ રાખ્યું મુનિ શ્રી ગુણજ્ઞવિજયજી. તે પછી દેવ અને ગુરુ.....બન્નેની કૃપારૂપી પાંખોથી જયતપ-સંયમસાધનામાં લાંબી ઉડાન ભરી. પોતાના જીવનમાં પૂજ્યશ્રીએ ચોવિહાર છટ્ટ કરીને સાત-સાત યાત્રા કુલ ૩૦૦ વાર કરી. હા, એક નિશ્ચય હતો મનમાં જેણે જીવન આપ્યું એને જીવન આપું.' સં. ૨૦૨૬ કારતક વદ ૫ અમદાવાદ ગણિ પદવી નામ અરિહંતવિજયજીગણિ. સં. ૨૦૨૬ માગસર સુદ ૬ અમદાવાદ પંન્યાસ પદવી. સં. ૨૦૩૧ વૈશાખ સુદ ૧૧ પાલિતાણા, આચાર્ય પદવી. નામ આ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી. આજે પૂજ્યશ્રી ૪૫૦ સાધુ-સાધ્વીજીના વિશાલ સમુદાયના ગચ્છાધિપતિ તરીકે બિરાજમાન છે. પૂજ્યશ્રીના જીવનને જાણવું.......માણવું.......અનુભવવું એક અનુપમ લહાવો છે. પૂજ્યશ્રીના જીવનની વિરલ ઘટનાઓને આલેખતું મહારોગી બન્યા મહાયોગી' પુસ્તક અવશ્ય વાંચવું. આ મહાપુણ્યરાશિ મહાપુરુષ દીર્ઘાયુષી થાય અને પૂજ્યશ્રી અનેકોના પ્રેરણા સ્ત્રોત-આદર્શ બની રહે એજ આદિનાથ દાદાને પ્રાર્થના...... આ મહાપુરુષના ચરણકમળમાં ભાવભરી હાર્દિક વંદના..... —મુનિ હાર્દિકરત્ન વિજય. સંગીતપ્રેમી, સરળમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ 4 ગરવા ગુજરાતનું છાણી ગામ તો સંયમ સ્વીકારવામાં વિશ્વવિખ્યાત બનેલું છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ દાદા જમનાદાસભાઈ, કાકા દલસુખભાઈ, માતા અને ત્રણ બહેનો—એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માઓ અસાર સંસારને છોડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઈ! પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યનો અંચળો ઓઢવાનો નિશ્ચય કર્યો. સં. ૧૯૭૮ના ભાદરવા સુદ ૮ને દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સં. ૨૦૦૧ના માગશર સુદ ૭ને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ હસ્તક પ્રવ્રજ્યા અંગીકાર કરી અને શ્રી અરુણપ્રભવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય-તપનું અહોરાત આરાધના કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર તરીકેની બે વિશિષ્ટતાઓ સહુ કોઈને પ્રભાવનું કારણ બની રહે છે. અરુણની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર પ્રકાશતી હોય એવા એ પૂજ્યશ્રી બાળકોમાં અતિ પ્રિય છે. બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, k મહાત્મા ઇસુ ખ્રિસ્તે કહ્યું છે તે સાચું છે કે, દેવલોક ભવ્ય છે, સુંદર છે, મહાન છે; પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ કરવા માટે બાળક બનવું પડે છે!” બાળકને દેવસમાન માનતા સૂરિવર બાળકો માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીનો સંગીતપ્રેમ છે. પ્રતિક્રમણમાં સ્તવનસજ્ઝાયો ગાતાં ગાતાં તલ્લીન બની જતા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકોમાં ભક્તિભાવનું મોજું ફરી વળે છે! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવસ્તિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્યશ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં આદિ પંચતીર્થોની યાત્રા કરી ગુંદી ગામે મહુવા સમાધિપૂર્વક સં. ૨૦૪૯, ફા.સુ. ૧૨ના કાલધર્મ પામ્યા. આજે ૐકારતીર્થમાં ગુરુમંદિર નિર્માણ થયેલ છે. પૂજ્યશ્રીનાં ચરણે શતશ: વંદના! Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy