SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રી સિદ્ધાચલ ગિરિરાજનાં અનન્ય ઉપાસક, ધર્મધુરંધર, મહાતપસ્વી શ્રી સિદ્ધાચલ શણગાર ટૂંકના પ્રેરક પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયઅરિહંતસિદ્ધ સૂરીશ્વરજી મ.સા. જગતને જિવાડનાર જગડુશાહ અને વિજયશેઠ-વિજયા શેઠાણી જેવાં નરરત્નો ને ઉત્પન્ન કરનારી કચ્છની રત્નગર્ભા ધરતી......તેમાં આધોઈ નામે ગામ છે.......ઓસવાળોનાં ઘણાં ઘર છે. ધર્મ શું છે? કોઈને ગતાગમ નથી. એ જ ભૂમિ ગીંદરા કુટુંબના મૂળજીભાઈ ઉકાભાઈ રહે. એક ધન્ય દિવસે તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીણાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. એ ધન્ય ઘડી હતી વિ.સં. ૧૯૮૨, શ્રાવણ સુદ પાંચમની. ગુણોમાં સિંહ સમાન એવા વિનય ગુણને જાણે આત્મસાત્ કરવાનો હોય તેમ તેના ગુણોને અનુરૂપ ‘ગુણશી’ (ગુણસિંહનું અપભ્રંશ) નામ રાખવામાં આવ્યું. આ આધોઈની અજ્ઞાન ધરતી પર પૂ. મુનિશ્રી દીવિજયજીની પધરામણી થઈ. હૈયાં હેલે ચઢ્યાં. ગ્રામ્યજનોના......ગુરુજીએ આ ગ્રામ્યજનોની અજ્ઞાનતા– ભોળપણ જોયું. પૂજ્યશ્રીએ એક કુશળ માળીનું કાર્ય કર્યું. સૌનાં હૈયાંમાં ધર્મનાં બીજ વાવ્યાં. અંકુરિત....પુષ્પિત....ફલિત...... નવપલ્લિત કર્યાં. એમાં આપણા ગુણસીને પૂજ્યશ્રીનો સંપર્ક થયો. તે ગુરુદેવની કૃપાપ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યા. સાવ નાનીવયમાં ગુણો ખીલવા લાગ્યા. થોડાં વર્ષ પછી આ ગુણશીએ ત્રણ ઉપધાન પણ કર્યાં. સં. ૧૯૯૩માં અગિયાર વર્ષની નાની વયે ધર્મશ્રદ્ધા અતિ શીવ્રતાથી દૃઢ થવા લાગી. તેઓશ્રીની વિચારસરણી વધુ ને વધુ વૈરાગ્યથી વાસિત થઈ રહી. અને વૈરાગ્યની ગંગોત્રીને મહાકાય ગંગાનું સ્વરૂપ આપવા વિ.સં. ૧૯૯૬માં ગુણસી મહેસાણાસ્થિત શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાનામૃતનું પાન કરવા લાગ્યા. એ અરસામાં એકાએક અશાતા વેદનીયનો ઉદય થયો. એમના શરીરને એક મહાવ્યાધિઓએ ઘેરી લીધી. એ વ્યાધિનું નામ ક્ષયરોગ (ટી.બી.) તે વખતનો ટી.બી. એટલે રાજરોગ! આજનું કેન્સર. તેનો કોઈ ઇલાજ નહીં. તેની કોઈ ટ્રીટમેન્ટ નહીં. બચવાની કોઈ શક્યતા નહીં. બધા ડૉક્ટરોએ હાથ ખંખેર્યા. ગુણશીના મનમાં દૃઢ નિશ્ચય હતો મરવું તો સંયમમાં જ. Jain Education International For Private ૫૩૩ આ હોસ્પિટલમાં તો મરાય નહીં. હૉસ્પિટલમાં મૃત્યુ થયું તો દુર્ગતિ નિશ્ચિત છે. પ્રભુના શાસનને પામ્યા છતાં મારે દુર્ગતિમાં જવું પડે? ના......ના.....એ મારે મંજૂર નથી અને હજુ પેલી મારી ભાવનાનું શું? જે દિવસે શત્રુંજય મહાત્મ્ય સાંભળ્યું હતું તે દિવસે નિશ્ચય કર્યો હતો. જીવનમાં એકવાર તો છટ્ટ કરીને સાતયાત્રા કરવી....એ મારી ભાવનાનું શું થશે ?.......ના......ના કોઈ પણ હાલતમાં પાલિતાણા પહોંચવું. ગિરિરાજની સ્પર્શના કરવી અને જીવન સમર્પિત કરી દેવું દાદાના ચરણે, પણ.....અહીં તો પથારીમાંથી ઊઠવાની સખત મનાઈ છે. બે— ચાર ઘડીના મહેમાન છીએ. તેમાં પાલિતાણા કેમ પહોંચાય. ક્યાં આધોઈ અને ક્યાં પાલિતાણા. તેમાં એક તક મળી ગઈ. તે તો ભાગી છૂટ્યો ઘેરથી. અથડાતાં-કુટાતાં.....પરેશાન થતાં આવી પહોંચ્યો ગુણશી પાલિતાણા. મનમાં એક દૃઢ નિશ્ચય હતો મરવું તો સંયમમાં જ, પણ દીક્ષા કોણ આપે આ હાલતમાં? છેવટે સંયમના સેમ્પલ સમાન પોષહ સ્વીકાર્યો. કોઈ મહાત્મા પોષહ ન ઉચ્ચરાવે. મરવાની તો ઘડીઓ ગણાઈ રહી હતી ને. જાતે પોષહ ઉચ્ચરીને ગુરુની આજ્ઞા લઈને...આગળ વધ્યા ગિરિરાજ તરફ, મનમાં સતત શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ છે અને દિલડું દાદાનાં દર્શન માટે તલસી રહ્યું છે. કદમ આગે બઢી રહ્યાં છે. તળેટી પહોંચતાં અનેક સ્થાને વિશ્રામ કરવો પડ્યો. છેવટે પહોંચ્યા તળેટી. સ્પર્શના થઈ ગિરિરાજની. એક આનંદની આછી લહેર વ્યાપી ગઈ આખા શરીરમાં. કદમ આગે બઢ્યાં.....ઔર આગે બઢ્યાં. શરીરની અંદર કોઈક અગમ્ય અગોચર શિક્તનો સંચાર થવા લાગ્યો. કોઈક શિક્ત દાદા તરફ ખેંચવા લાગી. છેવટે એક મહાઆશ્ચર્યનું નિર્માણ થયું! ૧૯ વર્ષની વયના આ ત્રણ મહારોગી ગુણશીનાં હર્ષાશ્રુપૂર્ણ નેત્રો સામે પરમતારક પરમ કરૂણાસાગર પ્રભુ સાક્ષાત્ દેશ્યમાન થયાં. આદિનાથ દાદા નજરોની સામે હતા. તે પછી તો હૈયામાં આનંદનો ઉદધિ ઊછળવા લાગ્યો. અંતરના અતલ ઊંડાણમાંથી એક અવાજ આવ્યો. દાદા.......! આ જીવન તારા શરણે છે. સ્વીકાર કરી લે. ત્યાં જ એક ઔર ચમત્કાર, એજ ક્ષણે મહારોગે વિદાય લીધી. યમરાજના ગાલે ચમચમાટ કરતો તમાચો લાગ્યો. એજ ક્ષણે ગુણશીએ ચોવિહારના ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યાં અને તે દિવસે કુલ ૩ યાત્રા ગિરિરાજની થઈ. બીજા દિવસે ચોવિહાર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy