SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા મૂર્તિ. લોકોત્તર જિનશાસનમાં આત્માના અનંત ગુણો દર્શાવ્યા છે. તેમાં બે ગુણ મુખ્ય છે : જ્ઞાન અને દર્શન. એમાંયે જ્ઞાન જ પ્રધાન છે. જ્ઞાન જ સમ્યક્ દર્શનનું કારણ છે. આવી વિશિષ્ટ જ્ઞાનદૃષ્ટિને જ જન્મજાત આત્મસાત્ કરીને ધર્મપ્રીતિ દાખવતા ઉજમશીભાઈ અન્ય મિત્રો સાથે ધાર્મિક અધ્યયનમાં મગ્ન રહેતા જ હતા. એવામાં એમના શહેર ખંભાતમાં વિ.સં. ૧૯૫૪માં શાસનસમ્રાટ ગુરુભગવંતનું આગમન થયું; અને જાણે સોનામાં સુગંધ મળી! પૂ. ગુરુદેવ તો જંગમ (હાલતી-ચાલતી) પાઠશાળા હતા. શ્રી ઉજમશીભાઈ અને તેમના અન્ય મિત્રો-હીરાલાલ, વાડીલાલ, દલસુખભાઈ, આશાલાલ, ઉમેદચંદ, નારાયણદાસ વગેરે સર્વ કોઈ પૂ. ગુરુદેવની જંગમ પાઠશાળાના નિયમિત વિદ્યાર્થીઓ બની રહ્યા. શ્રી ઉજમશીભાઈએ. જોતજોતામાં પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કરવા સાથે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ આદિ શાસ્ત્રીય ગ્રંથોનો સમજણપૂર્વક અભ્યાસ કર્યો. પૂ. ગુરુદેવના વિહાર સાથે અન્યત્ર જઈને પણ તેઓ પોતાની જ્ઞાનપિપાસા મિટાવતા. તેઓ સોળ વર્ષની નાની વયે ‘ચંદ્રપ્રભા’ નામક (૮ હજાર શ્લોકપ્રમાણ) વ્યાકરણ ભણીને પારંગત થયા. એટલું જ નહિ, પૂ. સાધુ-સાધ્વીજીઓને પણ પ્રકરણાદિ સ્વપઠિત ગ્રંથોનું સાંગોપાંગ અધ્યાપન કરાવતા થયા. ગુરુભક્તિ અને ગુર્વાજ્ઞાપાલન : તેઓશ્રીની ગુરુભક્તિ અનન્ય હતી. શ્રી કદમ્બગિરિ મહાતીર્થનું ઉદ્ધારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પૂ. ગુરુદેવની સાથે વૈશાખના ધોમધખતા તડકામાં પણ સતત ફરતા રહેતા. જેમ સ્થાયી તીર્થકાર્યોમાં અવિરત ઉત્સાહથી વર્તતા, તેમ અવિશ્રાંત અધ્યયનપ્રીતિથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી સર્વને પૂજ્ય બની રહેતા. એક જ દિવસમાં પક્ષીસૂત્ર કંઠસ્થ કરવું, અને ફક્ત ત્રણ જ વર્ષના સંયમપર્યાયમાં જ આવશ્યક-સૂત્ર હિરભદ્રીયવૃત્તિ સાથે સ્વયં વાંચવું એ એમની અભ્યાસનિષ્ઠાનાં જ્વલંત ઉદાહરણ છે. પાઠ-વાચના : સાધુ-સમુદાયના અભ્યાસ પર સતત લક્ષ રાખવું એ પૂજ્યશ્રીનો મુખ્ય ગુણ હતો. કોઈ સ્વ-પર કાર્યને લીધે ક્યારેક કોઈ સાધુજનને વાચના ન અપાઈ હોય તો તેનું અત્યંત દુ:ખ ધારતા. સ્વાધ્યાય-તપ : અન્યને જેમ અભ્યાસમગ્ન રાખતા, તેમ પોતે પણ સતત અભ્યાસમાં લીન રહેતા. અન્ય કાર્યો કરતાં કરતાં પણ તેઓશ્રીની આંતગુહામાં જપ-તપ ચાલ્યાં જ કરતાં. પાંચતિથિ તપ કરવાનો જ આગ્રહ રાખતા. શ્રી જ્ઞાનપંચમી તપ, વીશ સ્થાનક તપ, આદિ તપોનું વિધિપૂર્વક આરાધન કરેલું. અરે, Jain Education International For Private ૫૧૧ દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમણે અઠ્ઠમ કર્યો હતો! વિશ્રામણા : એવા તપસ્વી પૂજ્યશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે પક્ષઘાતનો અસાધ્ય હુમલો થયો. અને કેટલાંક ધર્મકાર્યો અને તપ-જપમાં ઊભી થયેલી આ દૈહિક મર્યાદાથી તેઓશ્રી વારંવાર દુઃખ વ્યક્ત કરતા. તેમ છતાં, શાસનપ્રભાવનાથી એક ક્ષણ પણ અલિપ્ત રહેતા નહીં. એટલે જ, વિશ્રામણા તો એમની જ એમ કહેવાતું. માર્ગ-પતિતને માર્ગ પર લાવીને સ્થિર કરવો એનું નામ વિશ્રામણા. વિશુદ્ધ વિધિવિધાન : પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યાં જ્યાં વિધિવિધાનો થતાં ત્યાં ત્યાં અપૂર્વ, આહ્લાદક અને મંગલમય વાતાવરણ ખડું થઈ જતું. તેઓશ્રીના વરદ્ હસ્તે અનેક દીક્ષાઓ, વડી દીક્ષાઓ, યોગ–અનુયોગાદિ વિધિઓ તેમ જ શાંતિસ્નાત્રપ્રતિષ્ઠા-અંજનશલાકાના તથા અર્જુન્-મહાપૂજન, નંદ્યાવર્તપૂજન, સિદ્ધચક્રપૂજન આદિ પૂજનોનાં સમગ્ર વિધાનો સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયાના અસંખ્ય ઉદાહરણો સાંપડે છે. મંગળ-મુહૂર્તદાતા : પૂ. આચાર્યશ્રી જ્યોતિષશાસ્ત્રના અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રી પાસેથી પ્રતિષ્ઠાઅંજન-શલાકા આદિ મહોત્સવોનાં મુહૂર્ત લેવા દેશભરમાંથી અસંખ્ય લોકો સતત આવ્યા જ કરતા. તેઓશ્રીનું આપેલું મુહૂર્ત અપૂર્વ ઉત્સાહ અને અનેરા આનંદથી નિર્વિઘ્ને સંપન્ન થતું. [આ વિરલ વિભૂતિની કેટલીક સ્થૂળ વિગતો : સં. ૧૯૪૪ના પોષ સુદ ૧૩ના તીર્થ ભૂમિ સ્થંભન (ખંભાત)માં જન્મ. પિતા છોટાલાલભાઈ અને માતા પરસનબહેન. ખેડા જિલ્લાના માતર તીર્થ પાસેના દેવા ગામમાં સં. ૧૯૬૨ના વૈશાખ સુદ પાંચમે ભાગવતી દીક્ષા. કપડવંજ મુકામે સં. ૧૯૬૯માં અષાઢ સુદ પાંચમે ગણિપદ અને અષાઢ વદ ૯ના પંન્યાસપદ. સાદડી (મારવાડ)માં સં. ૧૯૭૨ના માગશર વદ ૩ના ઉપાધ્યાયપદ. ખંભાતનગરે સં. ૧૯૭૯ના વૈશાખ વદ બીજને શુભ દિને આચાર્યપદ.] (સંકલન : પૂ. પંન્યાસશ્રી હાલ આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજ) મહાન શાસ્ત્રવેત્તા, પ્રકાંડ પંડિત, સમર્થ વિધિવિધાનકાર તથા અલ્પભાષી, અંતર્મુખ અને અપ્રમત્ત સૂરિવર પૂ. આ.શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. આચાર્યદેવશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી પૂજ્યપાદ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy