SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ આકર્ષી રહ્યાં. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોમાં જૈનસમાજ તો ઊમટતો જ, પરંતુ તેઓશ્રીની વાક્પટુતાનાં વખાણ સાંભળીને ધ્રાંગધ્રા, પાલિતાણા, ગોંડલ, સાયલા, વીરપુર, રાજકોટ, ભીલોડિયા આદિ રાજ્યોના મહારાજાઓ પણ વ્યાખ્યાનો સાંભળવા આવતા. પૂ. ગુરુદેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ તો લાડથી તેઓશ્રીને પંડિતજી' કહીને જ સંબોધતા. અદ્ભુત વ્યાખ્યાનશક્તિને લીધે પૂજ્યશ્રી સાધુસમુદાયમાં ‘સમર્થ વ્યાખ્યાનકાર' તરીકે વિખ્યાત થયા. પ્રખર વિદ્વત્તા અને સમર્થ વક્તૃત્વશક્તિને લીધે અન્ય ગુરુદેવો પોતાના શિષ્યોને પૂજ્યશ્રી પાસે મોકલતા. પૂજ્યશ્રી તેમને કશા જ ભેદભાવ વગર જ્ઞાન-ધ્યાન અને અધ્યયનમાં આગળ વધારતા. વિહાર દરમિયાન ચાલતાં ચાલતાં પણ શિષ્યોને ગોષ્ઠિમાં નિમગ્ન રાખતા. અભ્યાસમગ્ન શિષ્યોને પ્રમાદ ન આવે તે માટે સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરાવવામાં સાવધ રહેતા. આ સ્વાધ્યાયનિષ્ઠાના બે મહાન સુફળ પ્રાપ્ત થયાં : (૧) શ્રી મુક્તિકમણ જૈન મોહનમાળા નામની ગ્રંથપ્રકાશન સંસ્થા અને (૨) પાલિતાણામાં સ્થપાયેલું ભવ્ય જૈન સાહિત્ય મંદિર. વદ ૧૦ના પૂજ્યશ્રીએ સુદીર્ધ દીક્ષાપર્યાયમાં ઘણી સાધના-આરાધના અને શાસનપ્રભાવના કરી. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૩૨માં પાલિતાણામાં; દીક્ષા સં. ૧૯૫૭ના મહા મહેસાણામાં, વડી દીક્ષા વીજાપુરમાં; ગણિ પદ અને પંન્યાસ પદ સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને દિવસે અમદાવાદમાં; આચાર્યપદ સં. ૧૯૮૦ના મહા વદ ૧૦ને દિવસે અમદાવાદમાં અને સ્વર્ગવાસ સં. ૨૦૦૧ના પોષ સુદ ૯ (અગ્નિસંસ્કાર ૧૦)ને દિવસે દર્ભાવતી-ડભોઈમાં થયો. ૬૮ વર્ષના આયુષ્યમાં બે તૃતીયાંશ ભાગ શાસનપ્રભાવનાનાં વિતાવનાર પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં આશરે પચાસેક કલ્યાણાભિલાષી ભાઈઓ અને એનાથી પણ વધુ પુણ્યવંતી બહેનો સંયમમાર્ગ સ્વીકારવા ભાગ્યશાળી બન્યાં હતાં. પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫-૩૭ સાધુઓ અને પ્રવર્તિની સાધ્વીશ્રી કલ્યાણશ્રીજી આદિ ૨૦૦ સાધ્વીજીઓ પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સમુદાય તરીકે ત્યારે વિધમાન હતાં. તેઓશ્રીની પવિત્ર દેશનાને શ્રવણ કરીને સમ્યક્ત્વમૂલ બાર વ્રતને ગ્રહણ કરનાર, ચતુર્થ બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનાર અને મહામંગલકારી શ્રી ઉપધાન તપને આચરનાર શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ગણવામાં આવે તો હજારોની થવા જાય. પૂજ્યશ્રીએ સમાજમાં નિરક્ષરતા, કુરૂઢિ Jain Education International For Private ચતુર્વિધ સંઘ આદિ નિવારવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પંડિતાઈનો પ્રભાવ અને વ્યક્તિત્વમાંથી વહેતી વત્સલતા વડે પૂજ્યશ્રી જ્યાં જ્યાં વિહરતા ત્યાં ત્યાં તેમનો વિશાળ ચાહકવર્ગ ઊભો થઈ જતો. પરિણામે તેઓ ધાર્યાં કામો કરાવી શકતા અને એવા જ આનંદ-ઉલ્લાસમય વાતાવરણમાં પૂજ્યશ્રીના અધ્યક્ષતામાં ઊજવવાની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉજમણાં, દીક્ષા, વડી દીક્ષા અને ધ્વજદંડારોપણનાં ધર્મકાર્યો ચિરસ્મરણીય બની રહેતાં. પૂજ્યશ્રીની દેશનાથી મોટે ભાગે દર વર્ષે ઉપધાન તપ થતાં. સં. ૧૯૭૨-૭૩માં અમદાવાદ, સં. ૧૯૭૭માં મુંબઈ, સં. ૧૯૭૮-૭૯માં સુરત-અમદાવાદ, સં. ૧૯૮૧-૮૨માં ખંભાત-તળાજા, સં. ૧૯૮૬માં પાલિતાણા આદિનાં ચોમાસાં એ દૃષ્ટિએ ભવ્ય ઉત્સવોથી ભરપૂર અને યાદગાર બન્યાં હતાં. પૂજ્યશ્રીની વિહારભૂમિ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ ઇલાકાનો પ્રદેશ રહી છે. પોતાના વિરલ વ્યક્તિત્વને પ્રભાવે પૂજ્યશ્રીને અનન્ય પ્રતિષ્ઠા અને પ્રીતિ પ્રાપ્ત થયાં હતાં. મુંબઈના ચાતુર્માસ વખતે ભાયખલાના જમીનના પ્રશ્ને તેઓશ્રીના એક જ વ્યાખ્યાનથી એક ભાગ્યશાળી આત્મા ૩૦ થી ૪૦ લાખ રૂપિયા ખર્ચવા તૈયાર થઈ ગયા હતા. એવો જ બીજો પ્રસંગ ખંભાતમાં બન્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે લાખો રૂપિયાનો ફાળો જોતજોતાંમાં એકઠો થઈ ગયો હતો. આમ, ૫.પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ પોતાની મહાન વિભૂતિમત્તાને કારણે ચિરસ્મરણીય શાસનપ્રભાવના કરીને સકળ સંઘના પ્રેરણાદાતા બની રહ્યા હતા. એવા એ પૂજ્યપાદ મહાન ગુરુભગવંતને કોટિ કોટિ વંદન! સૌજન્ય : જૈન સાહિત્ય કલા કેન્દ્ર, મુંબઈ અષ્ટ– ગણિસંપદાઓથી અલંકૃત ગણનાયક : વર્તમાન શ્રમણસંઘ સુવિહિત શિરોમણિ : તપાગચ્છગગને દિનમણિ : ગીતાર્થ મહાપુરુષોમાં શિરોમણિ : હજારો પુણ્યાત્માઓના પરમ તારક : પૂ. આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. સૌના દાદા, ઉપશમરસસિન્ધુ, ગીતાર્થસાર્થશિરોમણિ, પ્રાતઃસ્મરણીય નામધેય આચાર્યભગવંત શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મહારાજ એટલે આજીવન જ્ઞાન અને તપની સાક્ષાત્ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy