SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૫૦૯ સમકાલીન શાસનદીપક સૂવિશે શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫૦૦ વર્ષ ઝળહળતી રહેશે. આ પરમ પાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂજ્યવર્યોએ જગતને સાચી દિશા ચીધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિન્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાન જૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. પ્રકાંડ પંડિત, વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યદેવ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ શ્રી મૂળચંદભાઈનાં સુશીલ ધર્મપત્ની જડાવબહેનની કૂખે વિ.સં. ૧૯૩૨ના વૈશાખ સુદ ૧૩ના શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. એ પ્રભાવશાળી પુત્રનું નામ પાડવામાં આવ્યું મોતીચંદ. બાલ્યકાળથી જ મોતીચંદભાઈને ધર્મ પ્રત્યે અપાર પ્રીતિ હતી. એમાં તીર્થાધિરાજની યાત્રાએ પધારતા આચાર્યદેવો, શ્રમણભગવંતોનાં દર્શન-શ્રવણે દિન-પ્રતિદિન ધર્મભાવનામાં વૃદ્ધિ થતી રહી. એકવાર શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં એક જ દિવસમાં ભક્તામર સ્તોત્ર કંઠસ્થ કરી આપવાની અદ્દભુત શક્તિ દાખવીને મોતીચંદે ધર્મજ્ઞાનની તીવ્ર રૂચિની પ્રતીતિ કરાવી દીધી. ધર્માભ્યાસમાં રત રહેતો આ તેજસ્વી યુવાન જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણો, કર્મગ્રંથ, બૃહતુસંગ્રહણી, ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર, લોકપ્રકાશ આદિ ધર્મગ્રંથોમાં પારંગત બન્યો. તેમ જ ન્યાય, વ્યાકરણ અને સાહિત્યના વિષયોમાં પણ વિકાસ સાધ્યો. પરિણામે, તેમના આત્મમંદિરમાં પ્રભુશાસનની શ્રદ્ધા સાથે ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો સવિશેષ દીપ્તિમાન થતા ગયા. મોતીચંદને રંઘોળાના શેઠ શ્રી બહેચરદાસનાં સુપુત્રી અચરતબેન સાથે લગ્નગ્રંથિથી જોડવામાં આવ્યા, પરંતુ મોતીચંદભાઈએ બરોબર મક્કમતા કેળવી હતી. ટૂંક સમયમાં મહેસાણા મુકામે બિરાજમાન પૂ. શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને સંયમની તીવ્ર ભાવના વ્યક્ત કરી અને તેનો સ્વીકાર થતાં મોતીચંદભાઈ શાળાના શિક્ષક મટીને આત્માના શિક્ષક તરીકે મુનિવર્યશ્રી મોહનવિજયજી બન્યા. એમનાં સંસારી ધર્મપત્ની પણ આગળ જતાં, તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિનાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી ગુલાબશ્રીજીનાં શિષ્યા તરીકે ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરીને શ્રી શણગારશ્રીજી બન્યાં. મુનિવર્યશ્રી મોહનવિજયજી મહારાજના બે ગુણો સૌના આકર્ષણનું કેન્દ્ર હતા. અધ્યયનપ્રિય પ્રકૃતિ તો બાલ્યકાળથી હતી જ, તેમાં આ સંયમજીવન સ્વીકાર્યું. પૂજયશ્રી અહોનિશ જ્ઞાનોપાસનાના ઊંડા અધ્યયનમાં મગ્ન રહેવા લાગ્યા. ગીતાર્થશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી તેમ જ વાચકશેખર પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા ગ્રંથો પ્રત્યે એમને સવિશેષ રુચિ હતી. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોમાં આ ગ્રંથોનાં અવતરણો સુવર્ણરજની જેમ વેરાતાં રહેતાં હતાં, અને શ્રોતાઓ ઉપર તેનો અભુત પ્રભાવ પાથરતાં હતાં. એનાથી પૂજ્યશ્રીની વ્યાખ્યાનપદ્ધતિનાં ખૂબ વખાણ થવાં લાગ્યાં. ઓછામાં પૂરું, તેઓશ્રીને ઈશ્વરદત્ત મધુર કંઠ મળ્યો હતો. પરિણામે તેઓશ્રીનાં વ્યાખ્યાનો જૈન-જૈનેતર સમાજને ખૂબ Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy