SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૫૦૧ રાષ્ટ્રીય કક્ષાએ ગોસ્વાંઠિત ગુરુવર્યા પૂર્વકાળથી જૈનાચાર્યોનો રાજ્યસત્તા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્યશ્રી બપ્પભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે અનેકાનેક પૂજ્ય સૂરિવર્યોએ રાજ્યશાસન ઉપર પોતાની પ્રભાવછાયા પ્રસારીને જૈનશાસનની જ્યોતિને વધુ ને વધુ દીપ્તિમંત બનાવી હતી. આજે રાજાશાહી શાસનપ્રથા અસ્તિત્વમાં નથી. રાજાશાહીનું સ્થાન લોકશાહીએ લીધું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી તેમ કાયમી કે વંશપરંપરાગત પણ નથી હોતી. તે સંયોગોમાં રાજકારણ ઉપર વર્ચસ્વ કે પ્રભાવ એ ઘણી મુશ્કેલ બાબત બની છે. પૂર્વના રાજાઓ જેવી સાત્વિકતા પણ આજના રાજ્યકર્તાઓમાં જડવી મુશ્કેલ બની હોવાથી ક્યારેક રાજકારણીઓ સાથેના સંબંધો બહુ હિતાવહ પણ રહેતા નથી. તે છતાં, આવા વિકટ સંયોગોમાં પણ અનેક પૂ. આચાર્ય ભગવંતો રાષ્ટ્રીય માન અને ગૌરવને ધારણ કરી રહ્યા છે અને પ્રભુશાસનના અહિંસા આદિ દિવ્ય સંદેશને દિગંતમાં પ્રસરાવી રહ્યા છે. જૈનશાસનના ઐતિહાસિક મહાન શાસનપ્રભાવક પ.પૂ. સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. જન્મેલા સંઘસ્થવિર, ગચ્છાધિપતિ પ.પૂ. સાહિત્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. સંસારમાં શ્રી જીવણભાઈના નામે ઓળખાતા હતા. તેઓશ્રીનાં ધન્ય માતાપિતાશ્રીનાં નામ અનુક્રમે શ્રી રાધિકાબહેન અને શ્રી નાથાલાલ હતું. જન્મતાં પહેલાં પિતા અને પાંચ વરસની કુમળી વયે માતા ગુમાવતા શ્રી જીવણભાઈને તેઓના સંસારી વડીલ ભાઈ–બહેનોએ ખૂબ જ લાલનપાલનથી ઉછેરી માતાપિતાની ગેરહાજરીને સાલવા દીધી ન હતી. સવિશેષ તેમના મોટાભાઈ શ્રી નગીનભાઈ અને તેમનાં ધર્મપત્નીને તેઓ પ્રત્યે ખૂબ લાગણી હતી અને તેથી જ પોતાના લાડકવાયા નાનાભાઈ જીવણભાઈને આંખથી દૂર કરતાં ન હતાં. ગયા ભવના પ્રબળ પુણ્યોદયે પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.નો વિ.સં. ૧૯૮૪નાં ચાતુર્માસ દરમ્યાન પરિચય થયો અને ભવોભવના પરિચિત હોય તેમ શ્રી જીવણભાઈ પૂજ્ય આચાર્યશ્રીની આંખનું રતન બની ગયા. પરિચય દરમ્યાન વૈરાગ્યવાસિત વાણી સાંભળતાં સંયમજીવન લેવાની ભાવના થઈ અને તે માટે તેઓશ્રીએ સત્તરસત્તર વખત નાસભાગ કરી વિ.સં. ૧૯૮૫ અષાઢ સુદ-૧૧ના રોજ છાણી મુકામે ૫.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા. હસ્તક ખાનગીમાં દીક્ષા લીધી અને પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજયજી બન્યા. સંબંધીઓએ કોર્ટમાં કેસ કર્યો અને સગીર વયનું બાળક પોતાની જાતે નિર્ણય ન લઈ શકે તે મુદ્દે તેઓને ઘેર પાછા જવું પડ્યું. ત્યારબાદ પરોક્ષ રીતે પોતાના વડીલબંધુ શ્રી વિ.સં. ૧૯૭૨, પોષ સુદ-૨, તા. ૭-૧-૧૯૧૬ના રોજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy