SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ નગીનભાઈની સંમતિ મેળવી. વિ.સં. ૧૯૮૭માં વૈશાખ સુદ૩ અક્ષયતૃતીયાના દિવસે કદંબગિરિ તીર્થમાં વાવ પાસેના ઝાડ નીચે નૈસર્ગિક વાતાવરણમાં (ઉપાશ્રયમાં કે મંડપમાં નહીં) પ.પૂ. શાસનસંરક્ષક આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે દીક્ષિત થઈ ૫.પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. (તે વખતે પ્રવર્તક)ના શિષ્ય પૂ. મુનિ શ્રી યશોવિજય તરીકે જાહેર થયા. તે વખતે તેઓશ્રીના તારક ગુરુદેવે તેઓ જ્યાં ઊભા રહી દીક્ષાની ક્રિયા કરી હતી તે જગ્યાની કાંકરાવાળી ધૂળ લઈ શીશીમાં સંગ્રહિત કરી તેના ઉપર યશઃ પાદરાજ (યશોવિજયજીનાં ચરણની રજ) તે પ્રમાણેનું લેબલ લગાવ્યું. સમય જતાં એજ મુનિરાજ શ્રી આપણા જૈન સમાજનાં એક મહાન આચાર્ય થયા. સૌ પ્રથમ ચાતુર્માસ મહુવામાં, બીજું વેરાવળમાં થયું. તે સમયે પૂજ્ય મુનિરાજશ્રીએ જાહેર પ્રવચન આપેલ અને તેની નોંધ તે વખતે નીકળતાં જૈનપ્રવચનમાં સબહુમાન લેવામાં આવી હતી. ત્યારબાદ ૧૮ વરસની નાની ઉંમરે વેરાવળ મુકામે વિ.સં. ૧૯૮૯માં ‘બૃહત્સંગ્રહણી' જેવો મહાન ગ્રન્થ લખ્યો. લખતાં ત્રણ વર્ષ અને છાપતાં બે વર્ષ એમ ગ્રન્થ પ્રગટ થતાં પાંચ વરસ લાગ્યાં એટલે વિ.સં. ૧૯૯૫ની સાલમાં બૃહત્સંગ્રહણીની ચિત્રો સાથે સૌ પ્રથમ આવૃત્તિ બહાર પડી અને ગ્રન્થ તેમ જ મુનિરાજ બન્ને જૈનસમાજમાં પ્રસંશાને પામ્યા. ત્યારબાદ પૂજ્યશ્રીએ ૮૦ જેટલા ગ્રંથો લખ્યા છે અને તેમાં લખેલી પ્રસ્તાવનાઓનું એક સ્વતંત્ર પુસ્તક પ્રસ્તાવના સંગ્રહ પ્રગટ થશે. ‘બૃહત્સંગ્રહણી’ ગ્રન્થનો ચતુર્વિધ સંઘ અભ્યાસ કરે છે. તેઓશ્રીએ વિશ્વશાંતિ, ૨૫૦૦ નિર્વાણમહોત્સવ ઉજવણી, ચિત્રસંપુટની રચના અને તેનું ઉદ્ઘાટન, ભારત સરકારને ૧૭ લાખનું સોનું અર્પણ કરવું. વગેરે વગેરે અનેક ઐતિહાસિક કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી. મુંબઈઃ વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરને દેવવિમાન તુલ્ય બનાવવાનું શ્રેય પૂજ્યશ્રીને ફાળે જાય છે. ત્યાં બિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી માતાજી અને અન્ય મૂર્તિઓનું શિલ્પકામ જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે. પાલિતાણા મુકામે વિ.સં, ૨૦૩૫, માગસર સુદ-૫, તા. ૪-૧૨-૧૯૭૮ની રોજ તેઓશ્રીના આચાર્ય પદવી પ્રસંગે તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ શાલ તથા ખાદીની પછેડી ઓઢાડી જાહેર સત્કાર-સમ્માન કરી Jain Education International ચતુર્વિધ સંઘ બહુમાન કર્યું હતું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, સ્વતંત્રતા પહેલાં રાજા મહારાજાઓ, સરકારી પદાધિકારીઓ વગેરે વગેરે પૂજ્યશ્રીનાં દર્શન વંદનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ કરે છે. જૈન સમાજના ચારેય સંપ્રદાયોના અનેક આચાર્ય ભગવંતોએ તેઓશ્રીને આદરણીય માન આપ્યું છે. સમયાંતરે પૂજ્યશ્રીના હસ્તે અનેક નાનાંમોટાં શાસનપ્રભાવક કાર્યો થયાં. વર્તમાન સમયમાં વિ. સં. ૨૦૬૦ના માગસર માસમાં વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરનો શાનદાર શતાબ્દી મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયો. એક સુખદ આનંદિત વાત એ કે શ્રી બદરીનાથમાં શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ પૂજ્યશ્રીના આશીર્વાદ વાસક્ષેપ લઈને પૂજ્યશ્રીએ આપેલા મુહૂર્ત જેઠ સુદ-૫ સોમવારના રોજ નિર્વિઘ્ન રીતે બદરીનાથમાં બિરાજમાન થઈ ગઈ. બિરાજમાન કરનાર સૌ આશ્ચર્ય સહ આનંદવિભોર બની ગયા. વિ.સં. ૨૦૬૦ જેઠ સુદ-૫ના દિને જેમને ૫૦ વર્ષ પૂરાં થયાં અને વિ.સં. ૨૦૬૧ના માગસર માસમાં જેમનો ભવ્યાતિભવ્ય અર્ધશતાબ્દી મહોત્સવ ઊજવાવાનો છે તે પાટણ મંડન શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા, પૂજ્ય આચાર્ય શ્રી સમુદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મ.સા.ની આજ્ઞાથી શિરોધાર્ય કરી પૂજ્યશ્રીએ વાસક્ષેપ દ્વારા કરેલ છે અને ખડાખોટડીના પાડા તથા અદુવસીના પાડાના મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલ છે. આવા આપણા જૈનસમાજમાં સંયમપર્યાયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાનમાં પૂજ્ય ગુરુદેવ એક છે. સંયમમાં જયેષ્ઠ અને જ્ઞાનમાં શ્રેષ્ઠ એવા સુદીર્ઘ સંયમપર્યાયી આચાર્ય ભગવંત વિ.સં. ૨૦૬૧માં પોષ સુદ-૨ના દિવસે જીવનના ૯૦મા વરસમાં અને વૈશાખ સુદ-૩ના દિવસે દીક્ષાનાં ૭૫મા વરસમાં પ્રવેશ કર્યો. તેઓશ્રી આજે ૮૯ વરસની ઉંમરે જૈનસમાજનાં અનેકવિધ કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી રહ્યા છે. જુગ જુગ જીવો ગુરુજી અમારા. —પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી જૈન સાહિત્ય કલાકેન્દ્ર વાલકેશ્વર, મુંબઈના સૌજન્યથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy