SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ xx ૫. પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.નો જન્મ સં. ૧૯૯૩ના શ્રાવણ વદ ૬ને દિવસે મોસાળ જેતપુર (કાઠી) ગામે સોરઠ વીસા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું નામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબહેનનાં બે સંતાનોમાં રમેશચંદ્ર મોટા હતા. તેમનાથી ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઊછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું, તેથી રમેશચંદ્રે બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મોઢે કર્યાં અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યાં. ધોરાજી પાસેના પોતાના વતનના મોટીમારડમાં વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાર્થે કલકત્તા વસવાટ કરતાં ત્યાં હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુ. ૩ના શુભ દિવસે પિતા જીવણલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણવિજયજી નામે જાહેર થયા. ત્યારબાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ના દિવસે રમેશચંદ્રે પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ રત્નભૂષણ-વિજયજી નામે ઘોષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારી પક્ષે મોટાભાઈ પૂ. રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. પૂજ્યશ્રીએ ૩૫ ઉપવાસ, બે માસખમણ, વરસીતપ, સિદ્ધિતપ સંસ્કૃત બે બુક ન થાય ત્યાં સુધી છ વિગઈનો મૂળથી ત્યાગ, વન્દ્વોની વૈચાવચ્ચમાં અગ્રેસર આમ કુટુંબના સર્વસભ્યો, ત્યાગ માર્ગનો સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. Jain Education International तस्मै श्री गुरवे नमः ચતુર્વિધ સંઘ (૧) પ.પૂ.આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ.શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ. મુનિશ્રી જયભૂષણવિજયજી મ.સા. (૪) પ.પૂ.આ.શ્રી રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. (૫) પૂ. મુનિશ્રી કુલભૂષણવિજયજી મ.સા. For Private & Personal Use Only પૂ. મુનિશ્રી રત્નભૂષણિવજયજી મહારાજે દીક્ષા લીધા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ’, ‘ન્યાયશાસ્ત્ર’ વગેરેનો તેમ જ ૪૫ આગમોનો ટીકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી તે સં. ૨૦૩૨માં પૂ. ગુરુ મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયોગ વિના સતત ગુરુસેવા કરી આજીવન અંતેવાસી બની ગુરુદેવની અનન્યકૃપા અને આશીર્વાદ મેળવ્યાં છે અને એ ગુરુકૃપા બળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ યોગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૫ના પોષ વદિ ૧–ને દિવસે ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૫૦ના મહા સુદ ૮ના દિવસે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી રત્નભૂષણસૂરિજી મ. સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા આગળ વધી સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસી તપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમી, નવપદની ઓળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy