SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ ITતએગ્રીગુરવેલમા ) ધમક, પં? પ લધ કરી દીધી ૨ ૨ ૪ ૨૭ , કાર કા તવારીખની તેજછાયા તેમાં છઠ્ઠપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન તેમ જ પ્રાચીન પદ્ધતિ મુજબ અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથો લખાવવાનું કાર્ય કરાવી રહ્યાં છે. તેઓશ્રીએ દરેક ધર્મગ્રંથોનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં ‘અધ્યાત્મ રત્નમંજૂષા” અને ‘આરાધનાનું મંગલમય ભાથું” એ બે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન થયાં છેજેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત યાત્રા સંઘો, નાની મોટી સામુદાયિક આરાધનાઓ, ઓચ્છવ-મહોત્સવો વગેરે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયોવૃદ્ધ પૂ. મુનિ શ્રી જયભૂષણ વિજયજી મ. તથા નિઃસ્પૃહી–વૈયાવચ્ચકારી પૂ. મુનિશ્રી કુલભૂષણ વિજયજી મ. (સંસારીપક્ષે પિતાશ્રી અને લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર આરાધના થવા સાથે ભારતભરમાં અજોડ એવું ભક્તામર મંદિર તથા ભોમિયાજીનું મંદિર નિર્માણ પામ્યાં તેની અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ શાસનપ્રભાવનાપૂર્વક સંપન્ન થયેલ. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાનપ્રસારનાં, ધર્મપ્રભાવનાનાં અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજયશ્રી સ્વસ્થ નિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના! શ્રી દીપક આર. મહેતા ગૂંજન રોડ, વાપીના સૌજન્યથી જિનશાસનના તેજસ્વી તારક તીર્થોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ. આચાર્ય શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા જીવને મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. એવા કોઈ પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ પાસેના કરોલી (તા. દહેગામ)માં સં. ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબહેન (પાર્વતીબહેન)ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ પાડ્યું બુલાખીદાસ. કરોલીની નિશાળમાં બુલાખીદાસે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી ધંધાર્થે માબાપ (૧) પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. શ્રી હર્ષસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. આ. શ્રી મંગલપ્રભસુરીશ્વરજી મ. સા. (૫) પ.પૂ.આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મ. સા. (૬) પ.પૂ.આ. શ્રી વિજયહેમપ્રભસૂરિજી મ.સા. સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ વિધવા થતાં, દીક્ષા લઈને સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી બન્યાં. આ ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન માટે વહાલસોયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘેરથી નીકળી પડ્યા. રાજસ્થાનમાં સાદડી મુકામે ૫.પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે વિનંતી કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ. પં. શ્રી કસ્તુરવિજયજી મહારાજના વરદ હસ્તે શેષલી તીર્થ (લુણાવા)માં સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી બુલાખીદાસ પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy