SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ 439 તવારીખની તેજછાયા સૂઝસમજનો લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી સંપાદન કરી છે. તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી મહાનિશીથસૂત્ર' સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, “ભગવતીસૂત્ર'ના યોગપૂર્વક સં. 204 ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા મુકામે “ગણિ’ પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ એ છે કે, ચોપાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરાં 500 આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ 30 વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીનો તપ–જપ પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યા છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની 108 યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વ સંમેલનમાં વિદ્વાનોએ એમને સાહિત્યદિવાકર' નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર 40 દિવસમાં ભીનમાલરાજસ્થાન અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી-પ્રેરણાથી રાજસ્થાનમેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી ‘રાજસ્થાન-દીપક' તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી 51 વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, અજોડ 99 યાત્રા સંઘ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ અને ગુરુ ગુણની જન્મદીક્ષા ભૂમિએ ગુણપાર્શ્વતીર્થધામ નિર્માણ પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના અમલી બની છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટી કોટિ વંદના. સૌજન્ય : શ્રી અગાશી અચલગચ્છ જૈન સંઘ જયેશભુવન, અગાશી (જિ. થાણા) મહારાષ્ટ્ર અનેક ગ્રંથોના સફળ સંપાદક : જ્ઞાનપરંપરાના અગ્રીમ સંરક્ષક પ.પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ આપણી વચ્ચે, આપણી જેમ જ વાત કરતાં કરતાં શાસ્ત્રોનાં ગહન રહસ્યો સમજાવતાં આપણા આચાર્ય ભગવંતશ્રી મુનિચન્દ્રસૂરિજી મ. બાળવયે પિતાશ્રી જયંતીલાલ (હાલ પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી મહારાજ)ના માતુશ્રી પૂ. કંચનબહેન (હાલ પૂ. સાધ્વીજી કલ્પલતાશ્રીજી મહારાજ) પરિવારમાંથી પ્રભુ મહાવીરના પંથે પ્રયાણ કરનાર શ્રી મહેન્દ્રભાઈ આજે યુવા વયે આચાર્ય પદવીથી વિભૂષિત છે. - આચાર્ય મુનિચન્દ્રસૂરિજીનો જ્ઞાનસાધના પરિચય ખૂબ વિસ્તૃત છે, પરંતુ પૂજ્યશ્રીના પરિચય માટે કહી શકાય. “યુવાવયે શાસ્ત્રોના ઊંડા અભ્યાસથી ગીતાર્થ, જ્ઞાનના કશા જ ભાર વિનાના જ્ઞાની, સંપૂર્ણ લોકભોગ્ય શૈલીમાં શાસ્ત્રભંડાર ખોલી આપણાં અંતરને ઢંઢોળતા આચાર્ય ભગવંતશ્રી મુનિચન્દ્રસૂરિ.” કોઈ ગચ્છ, સમુદાય, ફિરકાની વાડાબંધી વિના શ્રી જૈનશાસનના તમામ વિદ્યાપુરુષો આચાર્યશ્રીના ચાહક મિત્રો. સતત ટૂંકા પત્રો દ્વારા એમની પાસેથી કાંઈક મેળવવા તત્પર ધાતુપરાયણમ્, કથારત્નાકર, પ્રભાવક ચરિત્ર, ધર્મરત્ન કરંડક ઉપમિતિકથોદ્ધાર, દશશાવગ ચરિત્ર અને પ્રસંગસુધા, પ્રસંગશિખર પ્રસંગપ્રભા, પ્રસંગકલ્પલતા આદિ સંસ્કૃત, પ્રાકૃત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy