SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ તવારીખની તેજછાયા. ૩૨૦૦ ઓળી થઈ અને એ સાથે સાથે ૧૮૦૦ અટ્ટમ થયાંએ આજ સુધીનો રેકોર્ડ છે. આજપર્યત ૫0000 ભાવિકોએ આરાધનાનો લાભ લીધો છે, ઉપરાંત ૩૦ જેટલા છ'રીપાલિત સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી બીજી પાંચ વ્યક્તિઓ દીક્ષિત થઈ છે, જેમાં પૂ. આચાર્યશ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. પં. શ્રી રસિમરત્નવિજયજી મહારાજ (ભાણેજ), કે સાધ્વીશ્રી પુષ્પલતાશ્રીજી મ. (ભાભી), પ્રવર્તિની શ્રી પુણ્યરેખાશ્રીજી મહારાજ અને સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ભત્રીજીઓ) તદુપરાંત તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સંખ્યા હાલ ૩૫ જેટલી છે, જેમાં અનેક સાક્ષર મુનિવર્યો છે, જેમ કે પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, મુનિશ્રી નિર્વાણવિજયજી મહારાજ, મુનિશ્રી ચરણગુણવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ, પંન્યાસશ્રી પુણ્યરત્નવિજયજી મહારાજ, પંન્યાસશ્રી યશોરત્નવિજયજી મહારાજ, પં. રવિરત્નવિજયજી મ., પં. રશ્મિરત્નવિ. આદિ. પૂજ્યશ્રી પાસે જ્ઞાનર્જન કરનારા અનેક–અનેક પ્રભાવક મહાત્માઓ છે, જેમાં આ. શ્રી મુક્તિચંદ્રસૂ. મ., આ.શ્રી કલાપૂર્ણ સુ.મ., આ. શ્રી પુણ્યપાલસૂ. મ., આ. કનકધ્વજ સૂ.મ., આ. શ્રી જયસુંદર સૂ. મ., આ. શ્રી કલાપ્રભસૂમ, ઉપા. શ્રી સક્ષમવિ. મ., પં. શ્રી કલતરુ વિ. મ., મુનિશ્રી મોક્ષરત્ન વિ. આદિ મુખ્ય છે. પૂજ્યશ્રી યોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિ પદવી અને જાલોરમાં પંન્યાસ પદવી પામ્યા પછી સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ-૧૦ ને દિવસે પાદરલી મુકામે અદ્ભુત શાસન પ્રભાવક–મહામહોત્સવપૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજનો સંયમપર્યાય ૫૧ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વ–પર કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુને વધુ પ્રેરણાદાતા બની રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! પૂજ્યશ્રીનાં મહાન શાસનપ્રભાવક ત્રણ કાર્યો જગપ્રસિદ્ધ થયાં. (૧) સુરતમાં સામૂહિક ૨૮ યુવક-યુવતીઓની દીક્ષા. (૨) ભેરુતારક તીર્થમાં મહાન અંજનશલાકા પ્રતિષ્ઠા (૩) પાલિતાણામાં સામૂહિક ૩૮ યુવક-યુવતીઓની દીક્ષા જે ૯૮૨ વર્ષ પછી એકી સાથે જૈનશાસનમાં થઈ છે. એક સાથે દીક્ષાઓ આપી ૧૦ દીક્ષાઓ પાદરલીમાં ૨૦૪૪, જેઠ સુદી ૧૦. ૧૨ દીક્ષાઓ તખતગઢમાં ૨૦૪૦, ફાગણ સુદ ૭. ૧૩ દીક્ષાઓ શંખેશ્વરજીમાં ૨૦૫૩, જેઠ સુદ-૧૦. ૨૮ દીક્ષાઓ સુરતમાં ૨૦૫૬, ફાગણ સુદ-૭. ૩૮ દીક્ષાઓ પાલિતાણામાં ૨૦૫૮, મહાસુદ-૪. બે, ત્રણ, પાંચની તો સંખ્યા અનેકો છે. કુલ ૨૩૨ દીક્ષાઓ આપી છે. ૨૦૫૭ના ફાગણ સુદ-૩ પૂજ્યશ્રીના ઉપદેશથી નિર્માણ થયેલ ભેરુતારક તીર્થધામમાં ભવ્ય ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે પૂજ્યશ્રી સાથે ૧૭ આચાર્ય ભગવંતો અને એકસો પચીસ જેટલા સાધુભગવંતો, પાંચસો સાધ્વીજીઓ, પચીસ-ત્રીસ હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ દશ દિવસ સુધી ભક્તિસાધના અર્બુદગિરિ સહસ્ત્રફણા પાર્શ્વનાથ તીર્થ ભેરુતારક તીર્થમાં કરાવી. પાવાપુરી–મલગાંવની ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠાઓમાં પૂજ્યશ્રીની પાવનીય સહનિશ્રા કરી. પાલિતાણાથી ગિરનારજીનો ભવ્ય છ'રીપાલક યાત્રાસંઘ, જેમાં ૩000 યાત્રિકો અને ૨000 સ્ટાફ સાથે કુલ પાંચ હજારનો ભવ્ય યાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ. જૈનશાસનના આવા મહાન આચાર્યભગવંતનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! સૌજન્ય: સંઘવી ભરૂમલજી પરિવાર કલમના કસબી, વિવિધ ગ્રંથોના સર્જક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ હાલાર પ્રદેશ હાલારદેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રભાવપૂર્ણ ચારિત્રજીવનથી પ્રભાવિત થયેલો પ્રદેશ છે. તેઓશ્રીના ગુરુવર્ય તપોનિધિ આચાર્ય શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્યશ્રી, સંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મહાપુરુષોને મળ્યું છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીસા-ઓસવાલ જ્ઞાતિના વણિકો અહીં આવીને વસેલા અને વ્યાપારાદિ માટે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy